Wednesday, 2 November 2011

ajit






photo






મીઠી માથે ભાત


મીઠી માથે ભાત

(દોહરો)
ડુંગર કેરી  ખીણમાં  ગાંભુ  નામે ગામખેતી  કરતો ખંતથી  પટેલ પાંચો  નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ


નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ, રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું, મુખ દીઠું છે માંડ, મીઠી ઉંમર આઠની, બહેન લડાવે લાડ


શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ, વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી, ઝૂકી રહી છે ઝુંડરસ મીઠાની લાલચેભાંગે વાડો ભૂંડ


ચિચોડો બેસાડવા  પાંચે કરી વિચારબાવળનાં નથ-બૂતડી  તુર્ત કર્યાં તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામસાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ


પટલાણી પેખી રહી, પટેલ કેરી  વાટ
રોંઢા વેળા ગઈ વહી, પડતું ટાઢું ભાત
(ભુજંગી)
કહે મા, ‘મીઠી લે હવે ભાત આપું, કીકો લાવ મારી કને, જા તું બાપુ
હજી ઘેર આતા, નથી તુજ આવ્યા, ભૂખ્યા એ હશે, વાઢ-કામે થકાયા


ભલે લાવ બા, જાઉં હું ભાત દેવા, દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?
મીઠી કેળ-શી, શેલડી તો ખવાશે, દીઠી છે ટૂંકી વાટ, જલ્દી જવાશે


કહી એમ માથે, લઈ ભાત ચાલી
મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી
(દોહરો)
વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ, ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ
ડુંગર ઝાડી ગીચમાં, કોડે કૂદતી જાય, સામો વાઢ ઝઝૂમતોજોતાં તે હરખાય


હમણાં વાડી આવશે, હમણાં આપું ભાતએમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત
બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ, થપાટ પાછળથી પડી બાળા થઈ બેહાલ


ભાત  ઓઢણી તો રહ્યુંઝરડામાં ઝકડાઈ, મીઠી બાળા મોતના, પંજામાં  સપડાઈ
વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ, વૃક્ષ ઊભાં વીલાં બધાં સૂની બની સૌ વાટ


સાંજ  વહી  સૂનકારમાંઓઢીને  અંધારરાત રડે છે રાનમાંઆંસુડે ચોધાર
પ્હોંચી ઘેર પાંચો કરે મીઠી! મીઠી! સાદ: મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ


પટલાણી આવી કહે: મેલી છે મેં ભાત, મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?’
મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ, કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !


બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ, ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ
નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ, ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ


મીઠી ! મીઠી !પાડતાં બૂમ ઘણી માબાપ, જવાબ પાછો ના મળે  તેથી કરે વિલાપ
પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ, તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ


ખાલી આ કોણે કરી?હશે સીમના શ્વાન? મીઠી કાં મેલી ગઈ?–બોલે નહિ કંઈ રાન
વળી  પગે  અટવાય  છે  ઝરડું, નીચે જોય, મીઠી  કેરી  ઓઢણીપોકે પોકે રોય


હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર
નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ, ’મીઠી! મીઠી!નામથી રડતાં આખી વાટ


વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત
તો પણ દેખા દે કદીમીઠી માથે ભાત
 
વિઠ્ઠલરાય આવસત્થી





જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી
ત્યાં ત્યાં  ગુર્જરીની મહોલાત

ઉત્તર  દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ  જ્યાં ગુર્જરના વાસ
સૂર્ય  તણાં  કિરણો દોડે ત્યાં  સૂર્ય તણો જ પ્રકાશ
જેની ઉષા હસે હેલાતી  તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

ગુર્જર  વાણી  ગુર્જર  લહાણી    ગુર્જર  શાણી  રીત
જંગલમાં  પણ  મંગલ  કરતી  ગુર્જર  ઉદ્યમ  પ્રીત
જેને ઉર ગુજરાત હુલાતી તેને સુરવન તુલ્ય મિરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

કૃષ્ણ  દયાનંદ દાદા  કેરી  પુણ્ય  વિરલ  રસ  ભોમ
ખંડ  ખંડ  જઈ  ઝૂઝે   ગર્વે   કોણ  જાત  ને   કોમ
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

અણકીધાં  કરવાના  કોડે   અધૂરાં   પૂરાં  થાય
સ્નેહ  શૌર્ય ને સત્ય તણા ઉર વૈભવ રાસ રચાય

જય જય જન્મ સફળ ગુજરાતી
જય જય ધન્ય અદલ ગુજરાત

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં  ત્યાં  સદાકાળ ગુજરાત

- અરદેશર ફરામજી ખબરદાર

છપ્પા

 
તિલક કરતાં ત્રેપન વહ્યાંજપમાળાનાં નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ
કથા સુણી સુણી ફૂટ્યા કાનઅખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન
 
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત
 
આંધળો સસરો ને શણગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
કહ્યું કંઈ ને સમજ્યું કંઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું
ઊંડો કુવો ને ફાટી બોક, શિખ્યું સાંભળ્યું સર્વે ફોક
 
જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા
ન થાયે ઘેંસ ને ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી
 
દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય
 
સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું
વંધ્યાસુત બે વાણે ચઢ્યા, ખ પુષ્પ વસાણાં ભર્યાં
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા
 
જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ
 
ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ઘાલી નાથ
મન મનાવી સગુરો થયો, પણ વિચાર તો નગુરાનો જ રહ્યો
ધન લે ને ધોકો નવ હરે, એ ગુરૂ કલ્યાણ શું કરે
- અખો

ચારણ કન્યા










પાન લીલું જોયું ને


પાન  લીલું   જોયું   ને  તમે  યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક  તરણું   કોળ્યું  ને   તમે યાદ આવ્યાં

ક્યાંક  પંખી  ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક   તારો  ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે  કાંઠા તોડે  છે કોઈ મહેરામણ રામ
સહેજ ચાંદની ઝલકી ને તમે યાદ આવ્યાં

કોઈ  ઠાલું  મલક્યું  ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં  બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે  વળગ્યું  ને તમે યાદ આવ્યાં

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં

-હરીન્દ્ર દવે

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી

ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
  જી  સાંભળે  વેદનાની  વાત, વેણે રે વેણે હો  સત-ફૂલડાં ઝરે હો જી
 
બહુ દિન ઘડી રે તલવાર, ઘડી કાંઈ તોપું ને મનવાર
પાંચ-સાત શૂરાના જયકાર  કાજ  ખૂબ ખેલાણા સંહાર
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 
પોકારે પૃથ્વીના કણ કણ કારમા હો જી
પોકારે  પાણીડાં   પારાવારનાં  હો જી
 
જળ-થળ  પોકારે  થરથરીકબરુંની  જગ્યા  રહી નવ જરી
ભીંસોભીંસ ખાંભીયું ખૂબ ભરી, હાય તોય તોપું રહી નવ ચરી
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 
 
ભઠ્ઠીયું જલે રે  બળતા પો'રની હો જી
ધમણ્યું ધમે રે ધખતા પો'રની હો જી
 
ખન ખન અંગારે ઓરાણા, કસબી ને કારીગર ભરખાણા
ક્રોડ નર જીવંતા બફાણાતોય પૂરા ટોટા  નવ શેકાણા
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 
હથોડા પડે રે આજ જેના હાથના હો જી
તનડાં તૂટે રે આ   જેની કાયનાં હો જી
 
સોઈ નર હાંફીને આજ ઊભો, ઘટડામાં ઘડે એક મનસૂબો
બાળ મારાં માગે અન્ન કેરી દેગ, દેવે કોણ-દાતરડું કે તેગ
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 
આજુથી નવેલાં ઘડતર માંડવા હો જી
ખડ્ગખાંડાંને  કણકણ   ખાંડવા હો જી
 
ખાંડી ખાંડી ઘડો હળ કેરા સાજ, ઝીણી રૂડી દાતરડીનાં રાજ
આજ  ખંડે  ખંડમાં  મંડાય,   એણી પેરે આપણ તેડાં થાય
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 
ઘડો હો બાળક    કેરાં  ઘોડિયાં    હો જી
ઘડો હો વિયાતલ નારના ઢોલિયા હો જી
 
ભાઈ મારા, ગાળીને તોપગોળા, ઘડો સઈ-મોચીના સંચ બહોળા
ઘડો  રાંક  રેંટુડાની  આરો,      ઘડો   દેવ-તંબૂરાના    તારો
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી
 
ભાંગો, હો ભાંગોહો રથ રણજોધના  હો જી
પાવળડાં    ઘડો,   હો છોરુડાંનાં દૂધનાં હો જી
 
ભાઈ મારા લુવારી ભડ રહેજે, આજ છેલ્લી વેળાના ઘાવ દેજે
ઘાયે ઘાયે સંભારજે ઘટડામાં, ક્રોડ  ક્રોડ  શોષિતો   દુનિયાનાં
હો એરણ બહેની
ઘણ રે બોલે ને એરણ સાંભળે હો જી, બંધુડો બોલે ને બેનડ  સાંભળે હો જી

 

-ઝવેરચંદ મેઘાણી