જીવન જીવવા માટે ૪૩ જરૃરી બાબતો
અહીં કુદરતી જીવનશૈલીની વધુ નજીક જઈને સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવન જીવવા માટે ૪૩ જરૃરી બાબતો વર્ણવી છે જેને તમે નિત્યક્રમ તરીકે સ્વીકારી નિરામય અને દીર્ધાયુ જીવનનો આનંદ માણી શકો છોનવા વર્ષમાં જો તમે કેટલીક બાબતોને ફરીથી તમારી રોજબરોજની જિંદગીનો એક ભાગ બનાવશો તો તે તમને આખું વર્ષ એટલે કે ૩૬૫ દિવસ તાજાં-માજાં રહેવામાં મદદ કરશે. તો રાહ શેની જુઓ છો ? શરૃ કરો આ સૂત્રો વાંચી, એના તાત્કાલિક અમલીકરણનો.
(૧) તમે જે ઈષ્ટદેવમાં માનતા હો,શ્રદ્ધા રાખતા હો તેમનો, સવારે ઊઠો ત્યારે સ્મરણ કરી, વધુ એક સુંદર સવાર અને વધુ એક દિવસની તાજગીભર્યુ જીવન બક્ષવા બદલ આભાર માનો.
(ર) રોજ સવારે ૧૦ મિનિટ તમારા પોતાના માટે ફાળવો. આ સમયે કોઈ એક રૃમમાં નિરવ શાંતિ વચ્ચે એકલા બેસી રહો. એકાંત દરિમયાન મનને શાંત અને સ્વસ્થ રાખો. મોબાઈલથી શરૃ કરીને દરેક પ્રકારની ચિંતાથી દૂર રહો.
(૩) નિયમિતપણે દરરોજ ૧૦થી ૩૦ મિનિટ ચાલવાનું રાખો. કેટલું ચાલો છો તેના કરતાં કેવી રીતે ચાલો છો તે બાબત પર ધ્યાન રાખો.
(૪) સવારે જાગો ત્યારથી જ મનને પ્રસન્ન રાખો. ખોટી ચિંતા, ગુસ્સો, વ્યગ્રતા બાજુએ મૂકો. મોં પર સદાય હાસ્ય ઝળકતું રહે. કદાચ કોઇક બાબત ધારણા પ્રમાણે ન થાય તો એની અસરરૃપે પણ આખો દિવસ દિવેલીયા ચહેરે ન ફરો.
(૫) સવારે જાગો ત્યારે હંમેશા પોતાના એ દિવસના નિયત કાર્યક્રમ વિશે વિધેયાત્મક રીતે વિચારો. મનોમન એવો સંકલ્પ કરો કે આજના દિવસનું મારું જે-તે કામ સૂપેરે પૂરું થશે.
(૬) રાત્રે સૂતી વખતે હંમેશા પોતાના આરાધ્ય કે ઇષ્ટદેવની પ્રાર્થના કરી, સંપૂર્ણ દિવસ સુખરૃપે પસાર થયો એ માટે આભાર માનવાનું ભૂલશો નહીં.
(૭) ફુરસદના સમયે અથવા તો રાત્રે સૂતી વખતે તમારું મનપસંદ સંગીત સાંભળો. એ મનપસંદ ગીતે સર્જેલાં વાતાવરણમાં તમે ગીત સાંભળતાં સાંભળતાં જ ગાઢ નિદ્રામાં પોઢી જશો.
(૮) સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો ભેદ સમજો. સમજ્યા પછી પોથી પંડિત બન્યા વગર એનું વ્યવહારમાં પણ ધ્યાન રાખો.
(૯) ગત વર્ષમાં જેટલો સમય રમતગમત, ફિલ્મ-સંગીત-પુસ્તકો માટે વિતાવ્યો હોય તેના કરતાં આ વર્ષે વધુ સમય વિતાવવાનું આયોજન કરો.
(૧૦) એ જ રીતે સાત વર્ષથી નીચેની વયના માટે અને ૭૦ વર્ષ કરતાં વધુ વયની વ્યક્તિઓ સાથે થોડો વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરો.
(૧૧) દિવસે પણ સપનાંઓ જોવાનું ચાલુ કરો. આ પ્રવૃતિ કરી જાતે જ અનુભવો કે તેનાથી તમારી જિંદગીમાં કેવો ફેરફાર આવે છે.
(૧૨) હંમેશા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર લેવાની ટેવ પાડો. જો બહારગામ કે પ્રવાસમાં જવાનું થાય ત્યારે પણ આ બાબતનો ખ્યાલ રાખો. શુદ્ધ અને સાત્વિક આહારથી શુદ્ધ વિચારો આવશે.
(૧૩) આહારમાં મોસમ પ્રમાણેનાં કુદરતી ફળો અને શાકભાજીઓને ખાસ સ્થાન આપો. જે તમારી તંદુરસ્તીથી વધુ સારી માવજત કરશે.
(૧૪) ગુસ્સો કે આવેશમાં આવીને કદાપિ પણ અન્નનો ત્યાગ એટલેકે અપમાન ન કરો.
(૧૫) બિનજરૃરી, દેખાદેખી કે મોભો બતાવવા પાછળ થતા ખર્ચમાં નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરો.
(૧૬) અન્ન, પાણી, વીજળી કે કુદરતી સંપત્તિનો બગાડ ન કરો અને આવું કરતાં હોય તેવા લોકો સમજાવટતી રોકવાનો પ્રયત્ન કરો.
(૧૭) વાણી પર સંયમ રાખો જેથી પાછળથી પસ્તાવું ન પડે. જિંદગીમાં મને માફ કરો એવું કહેવું પડે તેવું વર્તન/વ્યવહાર ન કરો. પણ જો ભૂલ થઈ હોય તો સામે વાળાની મને માફ કરો એવું કહી માફી માંગવામાં નાનમ ન રાખશો.
(૧૮) જિંદગીમાં થેન્ક-યુ શબ્દનો ઉપયોગ વિના સંકોચે છૂટથી કરો, પરંતુ આ શબ્દ તમને દરેક વખતે સાંભળવા મળે જ એવી જિદ કે અપેક્ષા ન રાખો.
(૧૯) દરરોજ તમારા દ્વારા એક સારું કાર્ય થાય એવો ખરા હ્ય્દયથી પ્રયત્ન કરો.
(૨૦) તમારી, તમારા ઘરની, તમે જ્યાં રહેતા હો, જ્યાં કામ કરતાં હો તેની આસપાસના સ્થળની ગંદકી દૂર કરો. સ્વચ્છતામાં પ્રભુનો નિવાસ હોય છે. સ્વચ્છ વાતાવરણ જીવનમાં નવી પ્રેરણા આપશે.
(૨૧) જીવનના એક નિત્યક્રમ તરીકે નિયમ કરો કે રોજ ત્રણ વ્યક્તિનો બોજો હળવો કરી એમના મુખ ઉપર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરીશ.
(રર) સમય કિંમતી છે, તેનો સદુપયોગ થાય તે જરૃરી છે. ખોટી ચૂગલી, ટીકા-ટિપ્પણી કે ખણખોદમાં તેને વેડફવા ન દેશો. તમારા વિચારો/ઊર્જાને નકારાત્મક રીતે ન વાગોળતા, સકારાત્મકતા તરફ વાળવાનો પ્રયાસ કરો.
(૨૩) જિંદગીને એક પડકાર ગણી શિસ્તબદ્ધ સૈનિકની જેમ તેનો સામનો કરવા હંમેશા તૈયાર રહો.
(૨૪) સવારનો નાસ્તો રાજાની જેમ ભરપૂર કરો. બપોરનું ભાણું એક રાજકુમારની જેમ માત્ર પસંદગીનું અને વ્યવસ્થિત રીતે જમો. જ્યારે સાંજનું જમણ એક શ્રમિકની જેમ થોડું જમો. જેથી હળવા પેટે તમે રાત્રે નિરાંતે ઊંઘી શકો.
(રપ) જિંદગીમાં સતત હસતાં રહેવાથી શરીરને જોઈતી ઊર્જા તમારા શરીરમાંથી જ મળી જશે.
(૨૬) જિંદગીને એક વિશેષ ભેટ ગણી તમારી વાણી, વર્તન અને વ્યવહારને આચરણમાં મૂકજો. તમારા ત્રણેય આવરણોને કારણે કોઈને ક્ષતિ ન થાય તેની વિશેષ કાળજી રાખો.
(૨૭) બીજાને ધિક્કારવામાં તમારી જિંદગીને ન વેડફો. તમે તમારું પોતાનું ધ્યાન રાખવાનું સત્ય સ્વીકારો.
(૨૮) જિંદગીને સામાન્ય માણસની જેમ જ સ્વીકારો. એના વિશે ઝાઝું ગંભીર થવાની જરુર નથી.
(૨૯) દલીલબાજીનો કોઈ અંત નથી એટલે ક્યારેક ડિસએગ્રી સાથે એગ્રી થવામાં મજા છે.
(૩૦) ભૂતકાળને ટુકડા કરી જમીનમાં દાટી દો. જેથી તે વર્તમાનમાં પીડાની જેમ પરેશાન ન કરે.
(૩૧) અન્યનાં સુખો સાથે સરખામણી કરવાથી દુઃખ સિવાય કશું જ મળવાનું નથી. તુલના કરવી હોય તો તેના સામર્થ્યની કરવી અને તેમાંથી પ્રેરણા લઈ તેવા બનવા પ્રયાસ કરવો.
(૩૨) જિંદગીમાં તમારા આનંદ કે સુખ માટે તમારે જ પ્રયત્ન કરવો પડશે. ઉછીનો લીધેલ આનંદ કે સુખ ક્ષણજીવી છે.
(૩૩) ભૂતકાળમાં બનેલી દુર્ઘટના/નિષ્ફળતાને એક ફ્રેમમાં મઢાવી દીવાલે રાખો અને રોજ તે હવે કદી ફરી પાછી બનવાની નથી તેવો સંકલ્પ કરતા રહો.
(૩૪) હંમેશા “ભૂલી જાઓ અને માફ કરો” ની નીતિ માટે તૈયાર રહો. બીજાની ભૂલોને માફ કરતા શીખો.
(૩૫) સમય જ સમયનું કારણ છે અને સમય જ સમયનું મારણ છે તે સત્યને સ્વીકારજો. દરેક દુખદ ઘટના કે સંજોગોને વિસારવા સમય આપો.
(૩૬) તમારા માટે લોકો શું વિચારે છે તેની ચિંતા ન કરો કારણ કે તે તમારંુ કામ નથી. જ્યારથી તમે બીજા માટે વિચારતા થાવ, સુખ તમારા દ્વારે બારણું ખટખટાવતું આવશે.
(૩૭) ગમે તેવી સારી કે ખરાબ પરિસ્થિતિ કાયમી નથી, તે બદલાવાની છે તે સત્યને જાણી તમારો વ્યવહાર રાખો.
(૩૮) જિંદગીમાં જે વસ્તુ આનંદી, ઉપયોગી કે સુંદર નથી તેનાથી છુટકારો મેળવો.
(૩૯) અદેખાઈ કરવી એટલે સમય બગાડવા જેવી બાબત છે તેના કરતાં મનમાં સારા વિચારોને સ્થાન આપો.
(૪૦) જિંદગીમાં શ્રેષ્ઠ પણ તમારી રાહ જુએ છે થોડોક ઈંતજાર કરો… ઉતાવળા ન થાવ.
(૪૧) કોઈ પણ કાર્ય કરતાં પહેલાં હજાર વાર વિચાર કરો, પણ થઈ ગયા પછી વિચારવાનું છોડી દો.
(૪૨) ૨૪ કલાકમાંથી થોડા કલાક તમારી પત્ની, બાળકો, માતા-પિતા અને મિત્રો માટે ફાળવો.
(૪૩) જિંદગીમાં શક્ય હોય ત્યાં સુધી ‘મેં’ અને ‘હું’નો પ્રયોગ ઓછો કરવો પડે તેવું કરો, કારણ કે તેમાંથી અભિમાનનું/ગર્વનું સર્જન થાય છે. જ્યારે ગર્વની શરૃઆત થાય છે ત્યારે પતનનો પ્રારંભ થાય છે.
GAEKWADMV@iocl.co.in 2/1/09
શીર્ષાસન (Head
Stand)
મનુષ્ય શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ
લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય.
શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. ખાસ કરીને નાડીતંત્ર (nervous system) ને ચેતનવંતી બનાવવા તથા શારીરિક
અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા
માટે શીર્ષાસન અજોડ છે.
આસનની રીત
આસનની રીત

- સૌપ્રથમ નરમ આસન બિછાવો. જમીન પર કે સખત આસન પર શીર્ષાસન કરવું યોગ્ય નથી કારણ કે એમાં શીરનો ભાગ આસન પર મૂકી આખા શરીરનું વજન એના પર મુકવામાં આવે છે. એ જ રીત પોચા ગાદલાં જેવું આસન પણ સારું ન કહી શકાય. પ્રમાણસર નરમ આસન શીર્ષાસન કરવા માટે ઉત્તમ રહે છે. ઘણાં સાધકો લાંબી આસનપાટ હોય તો તેની ગડી વાળી જોઈતી નરમાઈવાળું આસન બનાવી લે છે.
- ઘુંટણીયે બેસી હાથની આંગળીઓના અંકોડા ભીડાવો. અર્થાત્ એક હાથની આંગળીઓને બીજા હાથની આંગળીઓમાં પરોવી મુઠ્ઠી વાળતા હોય તે રીતે તૈયાર કરો. હવે બંને હથેળીઓને ખુલતી કરી, કોણીને એકબીજાથી એક હાથ દૂર રાખી, કોણી સુધીના હાથને આસન પર ટેકવો. આ સમયે ઢીંચણ કોણી પાસે રહેશે.
- અગાઉ બતાવ્યા પ્રમાણે હાથના પંજાઓની વચ્ચેની જગ્યામાં માથાનો પાછલો ભાગ બરાબર આવે અને આસન દરમ્યાન કરોડ સીધી રહે એ રીતે માથાનો ભાગ આસન પર મૂકો. આ સ્થિતિમાં માથાનો ટોચનો ભાગ આસન પર હશે અને પાછળનો ભાગ બે પંજા વચ્ચે હશે. બીજી રીતે જોઈએ તો આ સમયે બે હાથની કોણીથી ત્રિકોણની બે બાજુઓ જેવો આકાર થશે અને બંને બાજુઓ જ્યાં મળે ત્યાં માથાનો ભાગ હશે. ત્રિકોણની ત્રીજી ખુલ્લી બાજુએ શરીર ઘુંટણના આધારે હશે.
- હવે ધડ સીધું રહે તે રીતે ઢીંચણને જમીનથી અધ્ધર કરો. આ વખતે પગના અંગુઠાઓ જમીન પર જ હશે. પગને વાળ્યા વગર શરીરનું વજન કોણી તરફ સરકાવતા જાવ. એમ કરતાં ધડ જમીનને કાટખૂણે આવશે.
- આ સ્થિતિમાં શરીરનું સમતોલન સાચવી જરાપણ આંચકો આપ્યા વિના હાથ-કોણી અને પંજાને હળવેથી ખેંચતા પગના પંજા જમીનથી અધ્ધર થશે. પગને આ સમયે ઢીંચણથી વાળવા પડશે. એકાદ ક્ષણ આ સ્થિતિમાં રહ્યા પછી બંને પગને શરીની સીધી લીટીમાં લઈ આવો. આમ થતાં આખું શરીર ઊભા દંડની પેઠે દેખાશે.
- પ્રથમ વખત શીર્ષાસન કરતાં હોય તો પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો. (અનુભવ થતાં ક્રમશઃ વધારીને ત્રીસેક મિનિટ સુધી એને કરી શકાય.) પછી જે ક્રમમાં આસન કર્યું તેથી ઉલટા ક્રમમાં આસનથી મુળ સ્થિતિમાં આવો. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન આંચકા આવે તેવી રીતે કે ઉતાવળ કરવી પડે તેવું કરવાનું નથી.
- એકાદ મિનિટ જેટલો સમય માથાને બે પંજા વચ્ચે રાખીને આસનની શરૂઆતમાં જે સ્થિતિ હતી તેમાં રહો. પછી શવાસન કરી શરીરને આરામ આપો.
ફાયદા
- શીર્ષાસન દરમ્યાન શરીરમાં લોહીની ગતિ ગુરુત્વાકર્ષણથી પગથી માથા તરફ થાય છે. એથી માથાના ભાગમાં લોહીના વધારાના વહન માટે રક્તવાહિનીઓ સહેજ ફુલે છે. લોહીનું દબાણ એથી સહેજ ઘટે છે. પરિણામે પગ અને ઉદરપ્રદેશમાંનું લોહી હૃદયના જમણા ભાગમાં એકઠું થાય છે. એથી રુધિરાભિસરણ ઝડપી બને છે. એથી સામાન્યતઃ મગજ અને ધડના ભાગમાં જ્યાં સામાન્ય સ્થિતિમાં લોહીનો પુરવઠો ઓછો મળતો હોય ત્યાં વધુ લોહી મળવાથી પોષણ મળે છે. એથી શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી અને પુષ્ટ બને છે.
- રક્તાભિસરણની ક્રિયા સરળ બનવાથી લોહીના વિકારોથી થતા રોગો મટે છે. મનુષ્યનું હૃદય જન્મથી જ અવિરત કાર્ય કરતું રહે છે. હૃદયની ગતિમાંનું સમતોલન દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીરની ભેટ ધરે છે. હૃદયને સૌથી વધુ આરામ આપનાર કોઈ આસન હોય તો તે શીર્ષાસન છે.
- શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી ભેગું કરનાર શીરાઓ ગુરુત્વાકર્ષણથી વિરુધ્ધ દિશામાં લોહીને ધકેલતી હોય છે. જે શિથિલ થતાં Vericose Vein નામે શિથિલ શિરાનો રોગ થાય છે. નિયમિત શીર્ષાસન કરવાથી આ રોગ દુર થાય છે.
- મગજના ભાગમાં આવેલ પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિઓને પોષણ મળવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે. ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તિ વધે છે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. જ્ઞાનતંતુની નબળાઈને કારણે લાગતી અશક્તિ, અનિદ્રા, સુસ્તી (ન્યુરેસ્થેનિયા) વગેરે મટે છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે.
- શીર્ષાસન આંખની દૃષ્ટિ સુધારે છે અને ગીધ જેવી તીક્ષ્ણ બનાવે છે. શરૂઆતના ચશ્માનાં નંબર પણ એનાથી ઉતરી જાય છે. પરંતુ જો બે કે ત્રણથી વધુ ચશ્માંના નંબર હોય તો તેણે શીર્ષાસન કરવાથી દૂર રહેવું કારણ કે તેનાથી નંબર વધવાનો ભય રહે છે.
- શીર્ષાસન જ્ઞાનતંતુઓ માટે અકસીર ટોનિક સાબિત થાય છે. એથી માનવીની ચપળતા, કાર્યદક્ષતા અને ઉત્સાહમાં વધારો થાય છે. તે ઉપરાંત શરીરના અગત્યના અવયવો જેવાં કે બરોળ, કીડની, યકૃત, જઠર અને આંતરડાની કાર્યક્ષમતા વધવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અજીર્ણ, મંદાગ્નિ કે કબજિયાત દૂર થાય છે. દમ તથા Hernia માં રાહત મળે છે.
- સાધકો માટે શીર્ષાસન કલ્પવૃક્ષ સમાન છે. શીર્ષાસન કરવાથી બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વીર્યનું રક્ષણ અને ઉર્ધ્વગમન થતાં ઓજસમાં રૂપાંતર થાય છે. આધ્યાત્મિક શક્તિઓની પ્રાપ્તિમાં અભુતપૂર્વ મદદ મળે છે. સ્વપ્નદોષ દૂર થાય છે. પ્રાણની સ્થિરતા અને કુંડલિનીના ઉત્થાનમાં મદદ મળે છે.
ટુંકમાં કહીએ તો શીર્ષાસન માનવો
માટે અમૃત સમાન છે.
જરા અને વ્યાધિને પણ દૂર કરે અને શરીરને સર્વાંગે નિરોગી બનાવે તેવું સર્વશ્રેષ્ઠ રસાયણ છે.
સાધકો માટે તો એ અતિશય લાભદાયી છે.
સાવધાની
સાવધાની
- લોહીના ઓછા કે વધુ દબાણથી પીડાતા લોકોએ, હૃદયરોગના દર્દીઓએ અને ધડથી ઉપરના ભાગમાં દર્દ કે દુખાવો હોય તેવાઓએ શીર્ષાસનથી દૂર રહેવું.
- સ્વસ્થ અને નિરોગી લોકોએ જ શીર્ષાસન કરવું.
- શીર્ષાસન કરતાં પહેલાં પેટ સાફ થયેલું હોવું ખુબ જ જરૂરી છે.
- ઉંમરમાં વૃદ્ધ હોય તેવાઓએ આ આસન શરૂ કરવું નહીં.
- ઉપર જણાવ્યા અનુસાર આંખના ચશ્માના નંબર બેથી વધુ હોય તેણે શીર્ષાસન કરવું નહીં.
દ્માસન (Lotus
pose)
પદ્માસન વિશે યોગમાર્ગના મહત્વના ગણાતા હઠયોગપ્રદીપિકા
પુસ્તકમાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

अथ
पद्मासनम्।
वामोरूपरि दक्षिणं च चरणं संस्थाप्य वामं तथा दक्षोरूपरि पश्चिमेन विधिना धृत्वा कराभ्यां दृढम्।
अङ्गुष्ठौ हृदये निधाय चिबुकं नासाग्रमालोकयेदेतद्व्याधिविनाशकारि यमिनां पद्मासनं प्रोच्यते॥४४॥
And now the lotus posture: Having placed the right foot on the left thigh and likewise the left foot on top of the right thigh; having crossed the hands behind the back until they firmly hold the big toes; and having made the chin rest on the heart i.e. chest, one should gaze at the tip of the nose. This is known as Padmāsana i.e. "the lotus posture", and brings about the destruction of the diseases for the ones who restrain themselves.
कृत्वा सम्पुटितौ करौ दृढतरं बद्ध्वातु पद्मासनं गाढं वक्षसि सन्निधाय चिबुकं ध्यायंश्च तच्चेतसि।
वारंवारमपानमूर्ध्वमनिलं प्रोत्सारयन्पूरितं न्यञ्चन्प्राणमुपैति बोधमतुलं शक्तिप्रभावान्नरः॥४८॥
Placing the hands one above the other so that they form a kind of bowl, let the Yogi assume the lotus posture steadily; putting the chin firmly upon the chest and making the mind concentrated on the Self. Should a man repeatedly lead his Apāná or inhaled vital air upwards, and make his exhaled vital air go down, he obtains unparalleled wisdom through the Supreme Power.
पद्मासने स्थितो योगी नाडीद्वारेण पूरितम्।
मारुतं धारयेद्यस्तु स मुक्तो नात्र संशयः॥४९॥
The Yogi who, while remaining seated in the lotus posture, keep within the subtle channels his vital air which has been inhaled through the entrances of is a Liberated Being. There is no doubt about this.
वामोरूपरि दक्षिणं च चरणं संस्थाप्य वामं तथा दक्षोरूपरि पश्चिमेन विधिना धृत्वा कराभ्यां दृढम्।
अङ्गुष्ठौ हृदये निधाय चिबुकं नासाग्रमालोकयेदेतद्व्याधिविनाशकारि यमिनां पद्मासनं प्रोच्यते॥४४॥
And now the lotus posture: Having placed the right foot on the left thigh and likewise the left foot on top of the right thigh; having crossed the hands behind the back until they firmly hold the big toes; and having made the chin rest on the heart i.e. chest, one should gaze at the tip of the nose. This is known as Padmāsana i.e. "the lotus posture", and brings about the destruction of the diseases for the ones who restrain themselves.
कृत्वा सम्पुटितौ करौ दृढतरं बद्ध्वातु पद्मासनं गाढं वक्षसि सन्निधाय चिबुकं ध्यायंश्च तच्चेतसि।
वारंवारमपानमूर्ध्वमनिलं प्रोत्सारयन्पूरितं न्यञ्चन्प्राणमुपैति बोधमतुलं शक्तिप्रभावान्नरः॥४८॥
Placing the hands one above the other so that they form a kind of bowl, let the Yogi assume the lotus posture steadily; putting the chin firmly upon the chest and making the mind concentrated on the Self. Should a man repeatedly lead his Apāná or inhaled vital air upwards, and make his exhaled vital air go down, he obtains unparalleled wisdom through the Supreme Power.
पद्मासने स्थितो योगी नाडीद्वारेण पूरितम्।
मारुतं धारयेद्यस्तु स मुक्तो नात्र संशयः॥४९॥
The Yogi who, while remaining seated in the lotus posture, keep within the subtle channels his vital air which has been inhaled through the entrances of is a Liberated Being. There is no doubt about this.
આ આસનમાં પગનો આકાર કમળના દળ જેવો લાગતો હોવાથી આને પદ્માસન કે કમલાસન કહેવામાં
આવે છે. દેખાવે સરળ લાગતા પદ્માસનને
યોગમાર્ગમાં અત્યંત મહત્વનું આસન ગણવામાં આવ્યું છે. પદ્માસનમાં બેસી યોગીઓ પ્રાણાયામ, બંધ,
મુદ્રા તથા કેટલાંક આસનોનો અભ્યાસ કરે છે.
આસનની રીત
આસનની રીત

- સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો.
- પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે.
- એવી જ રીતે ડાબા પગને ઢીંચણથી વાળી જમણા હાથની મદદથી પગના પંજાને પકડી જમણી જાંઘ પર એવી રીતે મૂકો કે એડીથી પેઢુના જમણી બાજુના સ્નાયુઓ દબાય. આમ બંને પગ ગોઠવાય ત્યારે બંને પગની એડીઓ એકમેકની પાસે આવી રહેશે.
- બંને પગને ગોઠવ્યા પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. (લોપામુદ્રા) અથવા તર્જનીના (પહેલી આંગળી) છેડાને અંગૂઠાના મૂળમાં લગાવી બંને પંજાને તે તે બાજુના ઢીંચણ પર ચત્તા મુકો. (જ્ઞાનમુદ્રા).
- પદ્માસન કરતી વખતે મૂળબંધ (ગુદાનું આકુંચન) અને જાલંધર બંધ કરી શકાય. પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.
નોંધ
- વિવિધ પ્રકારના આસનો માટે પદ્માસન જરૂરી છે - જેમ કે બદ્ધ પદ્માસન, વીરાસન, યોગાસન, પર્વતાસન, લોલાસન, ગર્ભાસન, કુટ્કુટ્ટાસન, ભૂનમનપદ્માસન, મત્સ્યાસન, ઉર્ધ્વપદ્માસન વિગેરે.
- કેટલીક વ્યક્તિઓથી પદ્માસન થઈ શકતું નથી. તેઓ માત્ર એક જ પગને સાથળ પર ગોઠવી શકે છે. તેવા લોકોએ હતાશ થયા વિના ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવો. થોડા સમયના અભ્યાસ પછી તેઓ શ્રમરહિત રીતે એને કરી શકશે.
- શરૂઆતમાં કેટલાક સાધકોને પગમાં ઝણઝણી કે કળતર થાય તો તેથી ભયભીત ન થવું. અભ્યાસ થતાં એ બધા વિઘ્નો દૂર થશે. અશક્ત કે રોગી વ્યક્તિએ આ આસનમાં બેસવાનો દુરાગ્રહ સેવવો નહીં.
- આ આસન પર કેટલો સમય બેસી શકાય તે દરેક સાધકે સ્વયં નિરિક્ષણ કરી જાણવું. શ્રમ અને કષ્ટરહિત જેટલો સમય બેસાય તેટલો સમય બેસવું. એકાદ સપ્તાહ પછી એમાં પાંચ મિનિટ વધારો કરવો. એમ કરતાં એક થી ત્રણ કલાક સુધી પહોંચી શકાય.
ફાયદા
- આ આસનમાં પગના સ્નાયુઓ સંકોચાઈને દબાય છે. જેથી પગની અને ઉરુની નાડીઓ શુદ્ધ થઈ બળવાન બને છે. એથી અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે.
- પદ્માસન કરવાથી હૃદયમાંથી પેટ તરફ શુદ્ધ લોહી વહન કરતી રક્તવાહિનીઓ દ્વારા પેઢુના ભાગને વધુ લોહી મળે છે. એથી એ પ્રદેશના અવયવો, કરોડના જ્ઞાનતંતુઓ તથા પ્રજનન ગ્રંથિઓને પોષણ મળે છે. મનોબળ વધે છે, ચંચળતા દૂર થાય છે, સ્થિરતાની પ્રાપ્તિ થાય છે તથા બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળે છે. વ્યસનોથી દૂર રહેવાનું મનોબળ મળે છે.
- પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે, સુખ-શાંતિ-શક્તિની વૃદ્ધિ થાય છે.
- બહેનોના ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ આ આસનથી મટે છે.
- લાંબો સમય પદ્માસનમાં બેસવાથી પ્રાણ અને અપાનની એકતા થઈ કુંડલિની જાગૃતિમાં મદદ મળે છે. લાંબા ગાળે સાધકને સમાધિનો અનુભવ પણ થાય છે. યોગ અને ધ્યાનના માર્ગમાં આગળ વધવા માગતા સાધકો માટે પદ્માસન એ સૌથી મહત્વનું આસન છે.
મત્સ્યેન્દ્રાસન (Spinal Twist)
નાથ સંપ્રદાયમાં થઈ ગયેલા સમર્થ યોગી શ્રી મત્સ્યેન્દ્રનાથજીએ આ આસન સિદ્ધ
કરી એનો પ્રચાર કર્યો હોવાથી એમના નામ
પરથી આ આસન મત્સ્યેન્દ્રાસન તરીકે પ્રસિદ્ધ થયું છે. ઘેરંડ સંહિતમાં મત્સ્યેનદ્રાસન વિશે નીચે પ્રમાણે
ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अथ मत्स्येन्द्रासनम् ।
उदरं पश्चिमाभासं कृत्वा तिष्ठति यत्नतः ।
नम्राङ्गं वामपादं हि दक्षजानूपरि न्यसेत् ॥२२॥
तत्र याम्यं कूर्परञ्च याम्यकरे च वक्त्रकम् ।
भ्रुवोर्मध्ये गता दृष्टिः पीठं मात्स्येन्द्रमुच्यते ॥२३॥
अथ मत्स्येन्द्रासनम् ।उदरं पश्चिमाभासं कृत्वा तिष्ठति यत्नतः ।
नम्राङ्गं वामपादं हि दक्षजानूपरि न्यसेत् ॥२२॥
तत्र याम्यं कूर्परञ्च याम्यकरे च वक्त्रकम् ।
भ्रुवोर्मध्ये गता दृष्टिः पीठं मात्स्येन्द्रमुच्यते ॥२३॥
હઠયોગ પ્રદીપિકામાં મત્સ્યેન્દ્રાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ
જોવા મળે છે.
वामोरुमूलार्पितदक्षपादं जानोर्बहिर्वेष्टितवामपादम् ।
प्रगृह्य तिष्ठेत्परिवर्तिताङ्गः श्रीमत्स्यनाथोदितमासनं स्यात् ॥२८॥
આસનની રીત
वामोरुमूलार्पितदक्षपादं जानोर्बहिर्वेष्टितवामपादम् ।
प्रगृह्य तिष्ठेत्परिवर्तिताङ्गः श्रीमत्स्यनाथोदितमासनं स्यात् ॥२८॥
આસનની રીત
- બંને પગને આગળ સીધા લંબાવી બેસો.
- હવે ડાબા સાથળના મૂળમાં જમણો પગ મૂકો અને ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જમણી બાજુએ ઢીંચણ આગળ મૂકો.
- હવે શરીરને ડાબી બાજુ મરોડ આપીને જમણા હાથને ડાબી બાજુના ઢીંચણ પર થઈને ડાબા પગના અંગુઠાને પકડો.
- આ સમયે શરીરને બને તેટલી ડાબી બાજુ મરડી ડાબા હાથને પીઠની પાછળથી લઈ નાભિ આગળ રાખો. અથવા તો એનાથી જમણા પગની એડી પકડો.
- ગરદનને ડાબી બાજુએ વાળી ખભા ઉપર સ્થિર રાખો. આમ કરતાં આસન પૂરું થશે.
- હવે આસન ઉલટા ક્રમમાં છોડો.
- જેવી રીતે ડાબી તરફ કર્યું એવી જ રીતે હાથ અને પગની અદલાબદલી કરી જમણી તરફ આસન કરો.
- આસનની સ્થિતિમાં ત્રીસ સેકંડથી શરૂઆત કરીને લગભગ ત્રણથી પાંચ મિનીટ સુધી રહી શકાય.
અર્ધમત્યસ્યેન્દ્રાસન (Half Spinal Twist) 

- પૂર્ણ મત્સ્યેન્દ્રાસન અઘરું હોવાથી શરૂઆતમાં અર્ધમત્સ્યેન્દ્રાસન કરવાની સલાહ આપવામાં આવે છે. બંનેમાં ફરક માત્ર પગને ક્યાં રાખવામાં આવે તેનો જ છે.
- અર્ધમત્સ્યેન્દ્રાસનમાં જમણા પગને ડાબા સાથળના મૂળમાં નહિ મૂકતાં ઢીંચણમાંથી વાળી પગની એડીને સિવણી સ્થાન પાસે અડે એવી રીતે રાખવામાં આવે છે. એથી આ આસન કરવામાં ઓછી કઠિનાઈ પડે છે. બાકીની બધી રીતે તે પૂર્ણ મત્સ્યેન્દ્રાસન જેવું છે.
આસનના લાભ
- આ આસનના લાભ વિશે હઠયોગ પ્રદીપિકામાં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવેલો છે.
- मत्स्येन्द्रपीठं जठरप्रदीप्तिं प्रचण्डरुग्मण्डलखण्डनास्त्रम् ।
- अभ्यासतः कुण्डलिनीप्रबोधं चन्द्रस्थिरत्वं च ददाति पुंसाम् ॥२९॥
- મત્સ્યેન્દ્રાસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જેથી ભૂખ સારી લાગે છે. પેટના અંદરના અવયવોનું સ્વાસ્થ્ય સુધરે છે. અજીર્ણ, મંદાગ્નિ જેવી ફરિયાદો દૂર થાય છે. પાચનક્રિયા સારી રીતે થાય છે. પ્રચંડ રોગોના સમુહના નાશ માટે મત્સ્યેન્દ્રાસન એક અસરકારક શસ્ત્ર જેવું લાભદાયી સિદ્ધ થાય છે.
- કુંડલિની ઉત્થાનમાં આ આસન લાભદાયી થાય છે. આ આસનની કરવાથી કુંડલિનીના પ્રબોધમાં મદદ મળે છે. ચંદ્રની સ્થિરતા થાય છે. તાળવાની ઉપરના પ્રદેશમાંથી સ્ત્રવતા અમૃતતત્વની પ્રાપ્તિ થાય છે અને યોગી અખંડ યૌવનને મેળવી શકે છે.
- આ આસન કરવાથી કરોડનો દરેક મણકો પોતાની ધરી પર દોરડીના વળની માફક ફરે છે. જેથી લીગામેન્ટસને પૂરતા પ્રમાણમાં લોહી મળે છે. એથી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા સારી રહે છે ને ચિર યૌવનની પ્રાપ્તિ થાય છે.
- કરોડનાં મણકાં ખેંચાવાથી એમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ પણ ખેંચાય છે. એથી એની અસર મગજમાંથી નીકળતા બાર મુખ્ય જ્ઞાનતંતુઓમાંથી એક - વેગસ નર્વને થાય છે. જેથી અનૈચ્છિક નાડીતંત્ર પર લાભદાયક અસર થાય છે. પરિણામે લીવર, જઠર, મૂત્રપિંડ, કીડની વગેરે આરોગ્યવાન બને છે.
- આ આસન કરવાથી પેટના, પગના, ગળાના, કેડ, છાતી, પેઠું, અને બરડાના ભાગમાં રહેલા વિવિધ sacro spinal musculature ને વ્યાયામ મળે છે. ફલતઃ રુધિરાભિસરણ સારી રીતે થાય છે. બરડાનો દુખાવો અને સંધિવા મટે છે.
- મત્સ્યેન્દ્રાસન કરવાથી પાંસળીઓ ખેંચાય છે. જેથી કફ પ્રકૃતિવાળા માટે આ આસન લાભદાયી નીવડે છે. શરીમાં રહેલી બોંતેર હજાર નાડીઓ શુદ્ધ થાય છે.
સાવધાની
- આ આસનમાં બરડાના, કમરના સ્નાયુઓ ખેંચાય છે એથી જેમને કમરનો દુખાવો હોય, કે જેમના પીઠના સ્નાયુ ખેંચાયલો હોય તેમણે આ આસન કરવું નહીં.
- આસનની સ્થિતિમાં શરીરનું સમતોલન જાળવવું અગત્યનું છે. આંચકો આવે તેવી રીતે આસન છોડતાં કે શરીરનું સમતોલન ડગમગે ત્યારે ઝાટકો આપી સમતુલન જાળવવા જતાં સ્નાયુઓને નુકસાન થવાનો સંભવ છે. એથી સાવધાનીપૂર્વક આ આસન કરવું.
વજ્રાસન (Diamond
Pose)
વજ્રાસન
આ આસનમાં બંને જાંઘોને વજ્રાકારે ગોઠવવામાં આવે છે તેથી આ આસનને વજ્રાસન એવું નામ આપવામાં આવ્યું છે. ઘેરંડ સંહિતમાં વજ્રાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अथ वज्रासनम् ।
जङ्घाभ्यां वज्रवत्कृत्वा गुदपार्श्वे पदावुभौ ।
वज्रासनं भवेदेतद्योगिनां सिद्धिदायकम् ॥१२॥
આસનની રીત
આ આસનમાં બંને જાંઘોને વજ્રાકારે ગોઠવવામાં આવે છે તેથી આ આસનને વજ્રાસન એવું નામ આપવામાં આવ્યું છે. ઘેરંડ સંહિતમાં વજ્રાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अथ वज्रासनम् ।
जङ्घाभ्यां वज्रवत्कृत्वा गुदपार्श्वे पदावुभौ ।
वज्रासनं भवेदेतद्योगिनां सिद्धिदायकम् ॥१२॥
આસનની રીત
- બંને પગને આગળ સીધા લંબાવી બેસો.
- હવે ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જાંઘ પાસે ઊભો મૂકો. પછી ડાબા હાથથી ડાબા પગની ઘૂંટીને પકડી પગને પાછળ લઈ જાવ. આ સમયે પગનો અંગૂઠો ખેંચેલો રાખો. આમ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે અને એડી થાપાની બાજુમાં રહેશે. આ જ પ્રમાણે જમણા પગને પણ વાળીને પાછળ લઈ જાવ.
- હાથના પંજા ઢીંચણ પર ઊંધા મૂકો અને દૃષ્ટિ સામે સ્થિર રાખો. આસનની અવસ્થામાં મસ્તક, કરોડ અને કમરને ટટ્ટાર રાખો. આમ આસન પૂરું થયું.
આસનના લાભ
- આ આસનથી શરીરનો મધ્ય ભાગ સીધો રહે છે અને શ્વાસોશ્વાસ નિયમિત ચાલે છે. આસનમાં થોડા સમય બેઠા પછી શ્વાસની ગતિ મંદ પડે છે.
- આ આસનની સિદ્ધિ થવાથી દૃષ્ટિની સ્થિરતા થતાં તેજોદર્શન થાય છે.
- શરીરને કષ્ટ આપ્યા વગર સ્થિરતાથી આ આસનમાં લાંબો સમય સુધી બેસી શકાય છે. આથી ચિત્તની વૃત્તિ અનાયાસ સ્થિર બને છે.
- લોહી યોગ્ય રીતે ફરવાથી શરીર નીરોગી રહે છે. જમ્યા પછી અડધો કલાકે આ આસનમાં બેસવાથી ઉદરનો વાયુ નાશ પામે છે. પાચન શક્તિ વધે છે અને અજીર્ણ દૂર થાય છે.
- વજ્રનાડી વીર્યધરા નાડી છે, જે આ આસનથી દૃઢ બને છે. વીર્યની ગતિ ઉર્ધ્વ થવાથી શરીર વજ્ર જેવું મજબૂત અને નિરોગી બને છે. અંડકોષોને પોષણ આપતી નાડીઓના ખેંચાણથી અંડકોષોનો અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં ભળી સર્વ અંગમાં ફરે છે.
- આ આસન ધ્યાનને માટે અત્યંત ઉપયોગી છે. જેઓને પદ્માસન કરવામાં તકલીફ પડતી હોય કે તેમાં લાંબો સમય બેસવામાં મુશ્કેલી પડતી હોય તેઓ આ આસનમાં લાંબો સમય બેસી શકે છે.
સુપ્ત વજ્રાસન
સુપ્ત વજ્રાસન એ વજ્રાસનનો એક વિશેષ પ્રકાર છે. સુપ્ત નો અર્થ સૂઈને અથવા તો સૂતા સૂતા થાય છે.
આસનની રીત
સુપ્ત વજ્રાસન એ વજ્રાસનનો એક વિશેષ પ્રકાર છે. સુપ્ત નો અર્થ સૂઈને અથવા તો સૂતા સૂતા થાય છે.
આસનની રીત
- વજ્રાસનમાં બેઠા પછી કોણી સુધીના હાથને જમીન ઉપર બાજુમાં મૂકીને એના પર શરીરનું સઘળું વજન ટેકવો. પછી હાથને પાછળ લેતા જઈ પીઠ પર સૂઈ જાવ. આ સમયે પીઠ કમાનની માફક વળેલી હશે અને ઘણે ભાગે જમીનને અડકતી હશે. હાથની હથેળી સાથળ પર હશે.
- આ સ્થિતિમાં ત્રીસ સેકંડથી ધીમે ધીમે અભ્યાસ થતાં દસેક મિનીટ સુધી રહી શકાય. આસનને છોડવા માટે ઉલટા ક્રમમાં હાથનો ટેકો લઈ બેઠા થવું અને પછી પગને છૂટા કરી મૂળ સ્થિતિમાં લાવવા.
આસનના ફાયદા
- આ આસનથી પેટના સ્નાયુઓ Recti Muscles સંપૂર્ણપણે ખેંચાય છે. અને ઉદરના અવયવો સચેતન થાય છે. આંતરડામાં રહેલ પદાર્થોની ગતિ થાય છે.
- આ આસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત, અજીર્ણ વગેરે રોગો નાબૂદ થાય છે.
- સુપ્ત વજ્રાસન કરવાથી કરોડને કસરત મળે છે, માલિશ થાય છે. એથી કરોડરજ્જુને લગતા દુખાવા કે અન્ય બિમારીઓનો અંત આવે છે.
- વજ્રાસન અને સુપ્ત વજ્રાસન બંનેથી પગના સ્નાયુઓ અને નાડીઓ સુદૃઢ થાય છે. એથી પગના અને ઢીંચણના દુખાવા માટે આ આસન અકસીર છે.
- રાંજણ Sciatica ના દર્દમાં આ આસન લાભકર્તા નીવડે છે.
સાવધાની
- અક્કડ સાંધાઓ વાળા તથા સાંધાના દર્દને લીધે સામાન્ય હલનચલનમાં મુશ્કેલી અનુભવતા હોય તેવા વ્યક્તિઓએ આ આસન વિશેષજ્ઞની સલાહ વિના કરવું નહીં. જેમના સાંધાઓ joints સામાન્ય હોય તેઓએ જ આ આસન કરવું.
- સુપ્ત વજ્રાસન કરતી વખતે શરીરનું બધું વજન હાથ પર મુકી પાછળ જવાનું હોય છે. હાથ પર વજન મુકી પાછળ જતી વખતે આંચકા ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. નહિતર કરોડ અને ઘુંટીના સ્નાયુઓ પર દબાણ આવવાથી નુકસાન થવાનો સંભવ રહે છે.
- જેમને ગેસની ખૂબ તકલીફ હોય અને જેમના ઘૂંટણમાં દર્દ થતું હોય તેવા વ્યક્તિઓએ આ આસન કરવાથી દૂર રહેવું.
ધનુરાસન (Bow
Pose)
ધનુર્ એટલે ધનુષ્ય. આ આસનમાં
શરીર અને ઉરૂ ધનુષનો અને
સામાસામા ખેંચાયેલ હાથપગ પણછ ખેંચેલ દોરીનો દેખાવ આપે છે. સરવાળે આ આસનમાં શરીરનો આકાર ધનુષ્યના
જેવો થતો હોવાથી આ આસનને ધનુરાસન કહેવામાં
આવે છે. હઠયોગ
પ્રદીપિકામાં ધનુરાસન વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अथ धनुरासनम् ।
प्रसार्य्य पादौ भुवि दण्डरूपौ करौ च पृष्ठे धृतपादयुग्मम् ।
कृत्वा धनुस्तुल्यपरिवर्त्तिताङ्गं निगद्य योगी धनुरासनं तत् ॥१८॥

આસનની રીત
- સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. બંને પગ ભેગા રાખી લંબાયેલ રાખો.
- હવે પગને ઢીંચણમાંથી વાળીને પાનીઓ નિતંબ પ્રદેશ ઉપર આવે તેમ રાખો. પગની ઘૂંટીઓને તે તે બાજુના હાથથી પકડો. એટલે કે ડાબા હાથે ડાબા પગનું કાંડુ અને જમણા હાથે જમણા પગનું કાંડુ પકડો.
- હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો અને સાથે સાથે આગળથી ધડને નાભિ સુધી ઊંચું કરી શરીરને ધનુષ્યાકાર કરો. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ.
- આ સમયે નાભિની ઉપર અને નીચેનો માત્ર ચાર આંગળ જેટલો શરીરનો ભાગ જ જમીન પર અડકેલો હશે. ઉરુ અને પેટના બીજા ભાગ જમીનથી અધ્ધર હશે. અને બંને પગ માથું ને બરડો એક રેખામાં હશે એટલે કે વળેલા કે વાંકા નહીં હોય.
- પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું.
- આ આસનમાં વધારે સમય સ્થિર રહેવા કરતાં તેના આવર્તનો કરવા હિતાવહ છે.
- આસન દરમ્યાન શ્વાસની ગતિ સ્વાભાવિક રીતે ચાલવા દેવી.
આસનના ફાયદાઃ
- ધનુરાસનમાં ભુજંગાસન અને શલભાસનનો સુમેળ સધાયો છે. એથી એ બંને આસનમાં મળતા લાભો ધનુરાસનમાં મળે છે, અલબત્ત થોડા ઓછા પ્રમાણમાં. ધનુરાસનમાં હાથપગને સામસામા ખેંચવાથી પીઠનો વળાંક સર્જાય છે. ભુજંગાસનની જેમ એમાં દબાણ કરોડરજ્જુના એક એક મણકા પર પસાર થઈ માત્ર પીઠની માંસપેશીઓને આધારે રહેતું નથી. વળી ભુજંગાસન અને શલભાસનની જેમ અહીં કુંભક પણ કરવાનો હોતો નથી. એથી આ આસન એ બંને આસનો જેટલી અસર ઉપજાવતું નથી છતાં પોતાની રીતે અસરકારક નીવડે છે.
- ધનુરાસનમાં પેટની ઉપરના અવયવો ઉંચકાઈને એનું બધું જ દબાણ ઉદર પ્રદેશ પર આવવાથી Intra abdominal pressure વધે છે.
- ઉરુ, પેટ અને છાતી એક સાથે પાછળ ખેંચાવાથી Recti Muscles ખેંચાય છે. વિશેષમાં હાથથી પગની ઘૂંટીઓને પકડવાથી ઉરોગુહામાં જગ્યા વધે છે અને ફેફસાંને ફુલવાનો પૂરો અવકાશ મળે છે. એથી ફેફસાં મજબૂત બને છે અને હાથ તથા છાતીના સ્નાયુઓ સુદૃઢ બને છે.
- ધનુરાસન કરવાથી પેટના સ્નાયુઓ તથા જાંઘના સાંધા વાળનાર સાથળના સ્નાયુઓ સબળ થાય છે. આંતરડામાં પાચક રસોનો સ્ત્રાવ થવાથી જઠરાગ્નિ ઉદીપ્ત થાય છે. મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ જેવા ઉદરના વ્યાધિઓ દૂર થાય છે.
- કરોડરજ્જુને વ્યાયામ મળવાથી એ સ્થિતિસ્થાપક થાય છે. પીઠની માંસપેશીઓ પર માલિશ જેવી અસર થાય છે.
- ધનુરાસન કરવાથી જ્ઞાનતંતુઓ પુષ્ટ થાય છે. સંધીવા Rheumatism મટે છે. પેટ ઉપરની વધારે પડતી ચરબી દૂર થાય છે. જમ્યા પછી થતા પેટના દુખાવા માટે ભુજંગાસન, શલભાસન અને ધનુરાસન અકસીર છે.
- બહેનો માટે પણ ધનુરાસન ખુબ લાભદાયી છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ભુજંગાસન અને શલભાસનથી મળતા બધા જ લાભો ધનુરાસનથી પણ મળી રહે છે.
સાવધાની
- અંતિમ સ્થિતિએ પહોંચવા માટે આંચકો મારીને જોર ન કરવું. ક્રમશઃ કરોડની કમાન વાળવી. બળજબરી કરવાથી અક્કડ માંસપેશીઓ તણાઈ જવાનો અથવા સાંધામાં દુખાવો થઈ જવાનો સંભવ છે.
મત્સ્યાસન (Fish
Pose)
મત્સ્ય એટલે મીન કે માછલી. આ
આસનમાં શરીરનો આકાર
કંઈક અંશે માછલી જેવો થાય છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં
લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.

આસનની રીત
- થોડુંક મુલાયમ આસન પાથરી તેની ઉપર બેસી સૌ પ્રથમ પદ્માસન કરો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે.
- હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે બરડાને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો (vertex) ભાગ જમીનને અડે.
- આ સ્થિતિમાં માથાનો ટોચનો ભાગ જમીન પર હશે. અને શરીરનો કમરથી નીચેનો ભાગ પદ્માસનની સ્થિતિમાં જમીનને અડેલો હશે. કમર અને ખભા વચ્ચેનો ભાગ કમાન આકારે વળેલો હશે.
- હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.
- લગભગ અડધા થી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.
- અભ્યાસ પછી ત્રણેક મિનીટ આ આસનમાં રહો. અને પછી આસનનો સમય વધારવા કરતાં એવા ત્રણ આવર્તન કરો.
આસનના ફાયદા
- આ આસનથી સર્વાંગાસન દરમ્યાન જેને કસરત નથી મળતી એવા ખભાથી ઉપરના શરીરના પ્રદેશોને કસરત મળે છે. એથી આ આસનને સર્વાંગાસનનું પૂરક આસન પણ કહેવાય છે.
- સર્વાંગાસનમાં ગરદનના ભાગમાં આવેલ કરોડરજ્જુ આગળ નમે છે. જ્યારે મત્સ્યાસનમાં એ પાછળ ખેંચાય છે. ખભાના સ્નાયુઓ ઉલટી દિશામાં ખેંચાતા હોવાથી ગરદન અને ખભાના સ્નાયુઓનું અક્કડપણું દૂર થઈ માલીસ જેવો લાભ થાય છે. કરોડરજ્જુના એ ભાગમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ ચેતનવંતા બને છે અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને છે.
- માથાનો શિખાવાળો ભાગ જમીનને અડે છે ત્યારે ગુરુત્વાકર્ષણથી ગરદન, મુખ અને માથામાંથી લોહી ઉપર ધકેલાય છે. એમ થતાં મસ્તકના ભાગમાં લોહીનો સંચાર થાય છે. જેથી મસ્તકમાં આવેલ પીટ્યુટરી અને પીનીઅલ ગ્રંથિઓને પોષણ મળે છે. એથી બુદ્ધિનો વિકાસ થાય છે.
- ખભાના સ્નાયુઓ ઉલટી રીતે ખેંચાવાથી છાતી અને ફેફસાં વિકસે છે. પ્રાણવાયુ વધુ પ્રમાણમાં અંદર જાય છે. શુદ્ધ લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે.
- પગ પદ્માસનમાં વળેલા હોવાથી પદ્માસનના લાભ ઉપરાંત નીચેના પેટ પાસેના સ્નાયુઓ ખેંચાવાથી આંતરડાને કસરત મળે છે. આંતરડામાં ભેગો થયેલ મળ નીચે ધકેલાય છે. એથી મળ શુદ્ધિ માટે આ આસન ઉપયોગી છે. આ આસન પછી ઉડ્ડિયાન બંધ અને નૌલિ ક્રિયા કરવાથી મળની સંપૂર્ણ શુદ્ધિ થાય છે.
- પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે.
- આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં અસાધારણ રાહત મળે છે. સખત સળેખમ પણ કાલાંતરે આ આસનથી મટે છે.
- સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.
મયૂરાસન (peacock
pose)
આ આસનમાં શરીરનો આકાર મોર જેવો થાય છે એથી આ આસનને મયૂરાસન
કહેવામાં આવે છે.
હઠયોગ પ્રદીપિકામાં મયૂરાસન વિશે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો
છે.
धरामवष्टभ्यः करद्वयेन तत्कूर्परस्थापितनाभिपार्श्वः ।
उच्चासनो दण्डवदुत्थितः खे मायूरमेतत्प्रवदन्ति पीठम् ॥३२॥
धरामवष्टभ्यः करद्वयेन तत्कूर्परस्थापितनाभिपार्श्वः ।
उच्चासनो दण्डवदुत्थितः खे मायूरमेतत्प्रवदन्ति पीठम् ॥३२॥

આસનની રીત
- પ્રથમ બંને ઘૂંટણો વચ્ચે અંતર રાખી ઘૂંટણો પર બેસો. કોણીઓ સુધીના હાથને ભેગા રાખી, આંગળા પગ તરફ રહે એમ હાથના પંજા જમીન પર ટેકવો.
- સમતોલન જાળવવા માટે હાથના આંગળા પક્ષીઓને પગની માફક પહોળા પ્રસરેલા રાખો. હાથને અક્કડ સ્થિર કરો. હાથને સહેજ વાળી નાભિની બંને બાજુએ કોણીને ભરાવી એમના પર શરીરનો ભાર ટેકવો. પગને પાછળ સીધા લંબાવો.
- આ સ્થિતિમાં બે-ચાર સેકંડ રહ્યા પછી છાતી અને મોંના ભાગને જરા આગળ નમાવો. આ સમયે શરીરનું સમતુલન બિંદુ પાછળ જશે અને એક સમયે પૂર્ણ સમતુલનમાં રહે તે રીતે પગને જમીનથી અધ્ધર ઊંચકી લો.
- આ સમયે પગ માથાની સીધી લીટીમાં અધ્ધર થશે અને આખું શરીર એક લાકડીની માફક સીધું અને જમીનથી સમાંતર અધ્ધર થશે. માત્ર બે પંજાનો આધાર જમીન પર રહેશે.
- આ સ્થિતિમાં જેટલું રહેવાય તેટલું રહો. સામાન્ય રીતે ચાર-પાંચ સેકંડથી માંડી અભ્યાસ વધતાં એકાદ મિનીટ સુધી આ અવસ્થામાં રહી શકાશે.
- પછીથી ધીરેથી પગને નીચે લાવી અંગુઠા જમીન પર ટેકવો. મોંના ભાગ પર લોહીનો પ્રવાહ જતો હોવાથી થોડો સમય ઊંધા સૂઈ રહો.
આસનના લાભ
- મયૂરાસનના
ગુણો વિશે હઠયોગ પ્રદીપિકા ગ્રંથમાં આ પ્રમાણે ઉલ્લેખ છે.
हरति सकलरोगानाशु गुल्मोदरादीनभिभवति च दोषानासनं श्रीमयूरम् ।
बहु कदशनभुक्तं भस्म कुर्यादशेषं जनयति जठराग्निं जारयेत्कालकूटम् ॥३३॥ - મયૂરાસનથી ગુલ્મ, જલોદર વગેરે રોગો દૂર થાય છે. વાત, પિત્ત, કફ અને આળસ વગેરે દોષોનો પરાભવ થાય છે. વધારે પ્રમાણમાં લેવાયેલ ખોરાક અને હલકા પ્રકારનો કુત્સિત આહાર - બંનેને સંપૂર્ણ પણે પચાવી ભસ્મ કરી નાખે છે. જઠરાગ્નિ એટલો પ્રદીપ્ત કરે છે કે કાલકૂટ ઝેર પણ પચી જાય.
- મયૂરાસન પેટના દર્દો માટે ખૂબ ઉપયોગી છે.
- ડૂંટીની બંને બાજુ મૂત્રપિંડની ઉપર આવેલી એડ્રીનલ ગ્રંથિઓ આ આસન કરતાં દબાય છે. ઉપરાંત હૃદયની ગતિ વધવાથી રક્તાભિસરણ ઝડપથી થાય છે. એથી શુદ્ધ લોહી શરીરના કોષોમાં ફરી વળે છે.
- આ કારણથી પેટ તરફ શુદ્ધ લોહી લઈ જતી મુખ્ય ધમની વડે પાચક રસો ઉત્તેજિત થાય છે. વળી Intra abdominal pressure વધવાથી ભૂખ ઉઘડે છે અને ખોરાક જલ્દી પચે છે. કબજિયાત દૂર થાય છે. Chronic Gastrites મટે છે.
- મયૂરાસનથી ડાયાબીટીસ અને પાઈલ્સની બિમારીમાં લાભ થાય છે. વધી ગયેલ બરોળ, કલેજુ, મૂત્રપિંડ નીરોગી અને સુદૃઢ થાય છે. જઠર અને લીવરની સર્વ ફરિયાદોમાં રાહત મળે છે.
- પેન્ક્રીઆસ પર દબાણ આવવાથી તેનો રસ વધુ ઝરે છે. એથી પાચન સારું થાય છે. કફ પ્રકૃતિવાળાઓએ આ આસન ખાસ કરવા જેવું છે.
- મયૂરાસનથી ફેફસાં સુદૃઢ બને છે. મૂળબંધ પર કાબૂ આવે છે. જેથી મળ, મૂત્ર અને શુક્રની ગતિ યોગ્ય રીતે થાય છે અને જાતીય નબળાઈઓ દૂર થાય છે.
- મયૂરાસનથી આળસ ગાયબ થાય છે અને સ્ફૂર્તિનો સ્ત્રોત સાંપડે છે. આ આસન કુંડલિની શક્તિ જાગ્રત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
- બસ્તિ ક્રિયા કર્યા પછી આ આસન કરવું અત્યંત લાભદાયી છે કારણ કે તેથી આંતરડામાં રહેલું વધારાનું પાણી અને વાયુ બહાર આવી જાય છે.
હલાસન (plough
pose)
હલાસન એ સર્વાંગાસનનું પૂરક આસન
છે. હલાસન સામાન્ય
રીતે સર્વાંગાસન પછી કરવામાં આવે છે. આ આસનમાં શરીરની સ્થિતિ હળ જેવી થતી હોવાથી આ આસનને હલાસન એટલે
કે plough pose તરીકે ઓળખવામાં
આવે છે.

આસનની રીત
- સૌપ્રથમ ચત્તા સૂઈ જાવ. બંને હાથ શરીરની પાસે જમીન પર અને બંને પગ સીધા લાંબા રાખો.
- ત્યારબાદ સર્વાંગાસનની માફક સૌપ્રથમ બંને પગને જમીનથી ૩૦ અંશને ખૂણે, પછી ૬૦ અંશને ખૂણે અને છેવટે કાટખૂણે વાળો.
- હવે બરડા સુધીના ભાગને જમીનથી ઊંચો લઈ જઈ, પગને વાળી અંગૂઠા જમીનને અડે તેમ ધીરે ધીરે માથા તરફ લઈ જાવ.
- જાંઘનો પ્રદેશ માથા પર આવે ત્યાં સુધી પગ વધુને વધુ પાછળ લઈ જવાથી હળના જેવી આકૃતિ થશે. માથાનો અને ખભાનો પાછલો ભાગ અંગૂઠા અને હાથ જમીનને અડેલા રહેશે.
- આસનની પૂર્ણ સ્થિતિમાં હડપચીનું દબાણ કંઠકૂપ પર આવશે અને શરીરનું પૂરેપૂરું વજન કરોડરજ્જુના શરૂઆતના ભાગ પર આવશે.
- આ સ્થિતિમાં જેટલો સમય રહેવાય તેટલું રહો અને પછી ધીમેથી મૂળ સ્થિતિમાં આવો. શરૂઆતમાં આસનનો સમય દસ-પંદર સેકંડ જેટલો રહેશે. અભ્યાસથી આ આસનમાં ત્રણથી પાંચ મિનીટ સુધી રહી શકાય.
ફાયદા
- આ આસન સર્વાંગાસનનું પૂરક આસન છે. તેના ફાયદા પણ સર્વાંગાસન જેવા છે.
- કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડાની નબળાઈ વગેરે વ્યાધિઓ હલાસનથી મટે છે.
- બરોળ અને યકૃત આ આસનથી સારાં થાય છે.
- આ આસનથી થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે છે.
- અનિંદ્રાનો વ્યાધિ દૂર થાય છે.
- ઊંઘ સારી આવે છે.
- બહેનોને આ આસનથી ઘણો લાભ થાય છે.
સાવધાની
- અક્કડ ગાત્રોવાળાઓએ આ આસન કરોડરજ્જુને બિલકુલ આંચકો ન આવે તેમ ઉતાવળ વગર કરવું નહીંતર નુકસાન થવાનો સંભવ છે.
- બહુ મેદવાળા, નબળા હૃદયવાળા, તેમજ રક્તચાપવાળા વ્યક્તિઓએ આ આસન ન કરવું અથવા અનુભવીની સલાહ લીધા પછી જ કરવું.
સર્વાંગાસન (Shoulder
Stand)
શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં
આવે છે તો
સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી પણ કહેવામાં આવે છે. એ પરથી આ આસનનું મહત્વ અને એનાથી થતા લાભોની
અગત્ય સમજાશે. આપણા શરીરમાં ગળામાં
હડિયા પાછળ અત્યંત મહત્વની કંઠસ્થગ્રંથિ(Thyroid
Gland) આવેલી છે. તેની ઉપર શરીર અને તેના તંત્રોની તંદુરસ્તીનો મોટો આધાર છે. આ આસન તે
ગ્રંથિને તંદુરસ્ત અને
કાર્યક્ષમ બનાવે છે અને તે દ્વારા દેહનાં સર્વ અંગો-સર્વ તંત્રોને તંદુરસ્ત અને કાર્યક્ષમ રાખે
છે તેથી આ આસનને સર્વાંગાસન કહેવાય
છે.

આસનની રીત
- સૌપ્રથમ ચત્તા સૂઈ જાઓ. બંને હાથ બાજુ પર અને બંને પગ પૂરા લંબાવેલા રાખો.
- બંને પગ જોડાજોડ સીધા રાખી જમીનથી ૩૦ અંશને ખૂણે ઊંચકો, પછી ૬૦ અંશને ખૂણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખૂણે બંને પગ ઊભા કરો.
- બંને પગને મસ્તક તરફ સહેજ નમાવો. હવે થાપાનો ભાગ કમર સુધી ઊઠાવી બંને પગને આકાશ તરફ ઊંચા કરો. સહેલાઈથી ન થઈ શકે તો આ વખતે બંને હાથનો બંને નિતંબની પડખે ટેકો આપો.
- ત્યાર પછી બંને હાથને આધારે શરીરનો ભાર ટેકવી, કમરને હાથના પંજા ઉપર ટેકવી કેવળ ખભો તથા માથું જ જમીન પર રહે તેમ બરડાને ધીરે ધીરે ઊંચો લઈ જઈ, શરીરને સરળ ઊભી લીટીમાં લાવો.
- આ સમયે હાથેથી બંને પીઠ પડખે દબાણ કરી, છાતી દાઢી સાથે બરાબર દબાવો. આ સ્થિતિમાં ધડ તથા પગ એક સીધી રેખામાં આવે અને જમીન સાથે કાટખૂણે ઊભા રહે એમ થશે. હડપચીનો ભાગ કંઠકૂપ ઉપર દબાયેલો રહે તે અગત્યનું છે. ગરદનનો પાછળનો બધો ભાગ પણ જમીન સાથે લાગેલો રહેવો જોઈએ.
- આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહો. આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. અન્ય આસનોની માફક આ આસન પણ શરૂઆતમાં ત્રીસ સેકંડથી શરૂ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હિતાવહ છે.
- નિયત સમય સુધી આસન રાખી ઊલટા ક્રમથી ધીમેથી આસન છોડવું. આંખો બંધ કરી કંઠસ્થ ગ્રંથિ પર મનને સ્થિર કરવું તેમ જ શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો.
ફાયદા
- ધીમે ધીમે આસનનો સમય વધારતા રહેવાથી વળિયાં અને પળિયાં દૂર થાય છે. રસાયણ સમાન આ આસનના અભ્યાસથી અમૃતપાનની જેમ શરીરસામર્થ્યની વૃદ્ધિ થાય છે. અંતઃકરણ શુદ્ધ થાય છે. અને ચિરયૌવનની પ્રાપ્તિ થાય છે. હઠયોગીઓના મત મુજબ પ્રતિદિન પ્રહરમાત્ર અભ્યાસ કરતા રહેવાથી સાધક મૃત્યુને જીતે છે.
- શરીરને ઊભી સ્થિતિમાં સતત રહેવું પડતું હોવાથી પેટની અંદરના અવયવો સતત દબાણમાં રહે છે. સર્વાંગાસનમાં શરીરને ઊલટું કરાતું હોઈને અવયવો તાણ કે દબાણથી મુક્ત થાય. જેથી આ આસન નીચે ઊતરી ગયેલાં આંતરડાં, હોજરી વગેરેને યથાસ્થાને લાવવામાં અસરકારક છે.
- આ આસનથી યાદશક્તિ એટલે કે મેધાશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર સર્વને માટે તથા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન ઘણું જ ઉપકારક છે.
- ગરદનના અંકોડામાંથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ ને સબળ બનાવે છે. કંઠસ્થ ગ્રંથિ (Thyroid Gland) ને નીરોગી અને સબળ બનાવી શરીરના સર્વ અંગોને-તંત્રોને કાર્યક્ષમ અને તંદુરસ્ત બનાવે.
- રુધિરાભિસરણને વધારે ગતિમાન કરે. જેની રક્તવાહિનીઓ અશુદ્ધ થઈ નબળી થઈ ગઈ હોય તેને રક્તાભિસરણ ભારે મદદરૂપ બને.
- વીર્યની ગતિ ઉર્ધ્વ થાય છે. જેથી આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિ (sex gland)ને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે.
- યકૃત અને બરોળના દોષો દૂર થાય છે. નિત્ય અભ્યાસક્રમથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને સમગ્ર પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે.
- મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે.
- મંદાગ્નિ, અજીર્ણ, કબજિયાત, થાઈરોઈડનો અધૂરો વિકાસ, શરૂઆતની અવસ્થાનું એપેન્ડીસાઈટીસ, સારણગાંઠ, અંગવિકાર, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં દર્દો, લોહીવિકાર, સ્ત્રીઓના દર્દો જેવાં કે માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો, નષ્ટાર્તવ, અત્યાર્તવ વગેરે દર્દો પર આ આસન લાભકર્તા છે.
- આ આસનની બીજી પણ ઘણી આરોગ્યપ્રદ અસરો છે. તેથી આ આસન પણ શીર્ષાસનની જેમ યોગનું એક ઘણું મહત્વનું આસન છે. અને પોતાના યોગના અભ્યાસક્રમમાં દરેકે તેનો સમાવેશ કરવો જોઈએ.
સાવધાની
- ગરદનના મણકામાં દુખાવો હોય કે ગળામાં સોજો હોય તો આ આસન ન કરવું.
- થોઈરોઈડના અતિવિકાસવાળા, ખૂબ જ નબળા હૃદયવાળા તથા અતિશય મેદવાળા વ્યક્તિઓએ આ આસન અનુભવીના માર્ગદર્શન વિના કરવું નહીં.
પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend)
પશ્ચિમ એટલે પાછળ અને તાન એટલે તાણવું. શરીરના આગળના ભાગને પૂર્વ અને પીઠ તરફના
ભાગને પશ્ચિમ કહેવામાં આવે છે. આ આસનમાં
શરીરના પશ્ચિમ ભાગનું ખેંચાણ થતું હોઈ તથા આ આસનની સિદ્ધિ થતાં પ્રાણ પશ્ચિમવાહી એટલે કે સુષુમ્ણામાં
વહન થતો હોઈ આ આસનને પશ્ચિમોતાનાસન
કહે છે. પશ્ચિમોત્તાનાસન વિશે યોગના પ્રમાણભૂત ગ્રંથ મનાતા ઘેરંડ સંહિતા અને હઠયોગપ્રદીપિકામાં આ પ્રમાણે ઉલ્લેખ
કરવામાં આવ્યો છે.

पश्चिमोत्तानासन
प्रसार्य पादौ भुवि दण्डरूपौ दोर्भ्यां पदाग्रद्वितयं गृहीत्वा ।
जानूपरिन्यस्तललाटदेशो वसेदिदं पश्चिमतानमाहुः ॥३०॥
इति पश्चिमतानमासनाग्र्यं पवनं पश्चिमवाहिनम् करोति ।
उदयं जठरानलस्य कुर्यादुदरे कार्श्यमरोगतां च पुंसाम् ॥३१॥ (Hathyog pradipika)
અર્થાત્ નીચે બેસી બંને પગને દંડની પેઠે સન્મુખ લગાવી ઢીંચણની નીચેનો ભાગ ભૂમિથી ઉપડે નહીં તે રીતે બંને પગ રાખી બંને હાથથી તે પગના અંગૂઠા પકડવા કપાળને ઢીચણ પર રાખવું, અને બંને કોણીઓને જમીન પર અડાડવી તે પશ્ચિમોત્તાનાસન છે. તેથી પ્રાણનું સુષુમ્ણામાં વહન થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ઉદરનો મધ્યભાગ પાતળો કે કૃશ થાય છે અને નાડીઓને સ્થતિસ્થાપક કરે છે.
प्रसार्य पादौ भुवि दण्डरूपौ दोर्भ्यां पदाग्रद्वितयं गृहीत्वा ।
जानूपरिन्यस्तललाटदेशो वसेदिदं पश्चिमतानमाहुः ॥३०॥
इति पश्चिमतानमासनाग्र्यं पवनं पश्चिमवाहिनम् करोति ।
उदयं जठरानलस्य कुर्यादुदरे कार्श्यमरोगतां च पुंसाम् ॥३१॥ (Hathyog pradipika)
અર્થાત્ નીચે બેસી બંને પગને દંડની પેઠે સન્મુખ લગાવી ઢીંચણની નીચેનો ભાગ ભૂમિથી ઉપડે નહીં તે રીતે બંને પગ રાખી બંને હાથથી તે પગના અંગૂઠા પકડવા કપાળને ઢીચણ પર રાખવું, અને બંને કોણીઓને જમીન પર અડાડવી તે પશ્ચિમોત્તાનાસન છે. તેથી પ્રાણનું સુષુમ્ણામાં વહન થાય છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ઉદરનો મધ્યભાગ પાતળો કે કૃશ થાય છે અને નાડીઓને સ્થતિસ્થાપક કરે છે.
अथ
पश्चिमोत्तानासनम् ।
प्रसार्य पादौ भुवि दण्डरूपौ संन्यस्तभालं चितियुग्ममध्ये ।
यत्नेन पादौ च धृतौ कराभ्यां योगीन्द्रपीठं पश्चिमोत्तानमाहुः ॥२४॥ (Gheranda Samhita)
प्रसार्य पादौ भुवि दण्डरूपौ संन्यस्तभालं चितियुग्ममध्ये ।
यत्नेन पादौ च धृतौ कराभ्यां योगीन्द्रपीठं पश्चिमोत्तानमाहुः ॥२४॥ (Gheranda Samhita)
શિવસંહિતામાં પશ્ચિમોત્તાનાસનના
ફાયદા વિશે કહેવાયું છે કે देहावसानहरणं पश्चिमोत्तानसंज्ञकम् ।
અર્થાત્ પશ્ચિમોત્તાનાસન મૃત્યુને હરે છે. એટલે કે આયુષ્યની વૃદ્ધિ કરે છે.
અર્થાત્ પશ્ચિમોત્તાનાસન મૃત્યુને હરે છે. એટલે કે આયુષ્યની વૃદ્ધિ કરે છે.
આસનની રીત
- આ આસનની શરૂઆત પગ લાંબા રાખી અથવા ચત્તા સૂઈને કરી શકાય છે. અંતિમ સ્થિતિ બંને રીતમાં એકસરખી જ થશે. અહીં ચત્તા સૂઈને આસન કેમ કરી શકાય તેનું વર્ણન કરેલું છે.
- ચત્તા સૂઈ જાઓ. હાથ મસ્તક તરફ લંબાવીને રાખો. બંને પગ ભેગા રાખી લાંબા કરો.
- પછી માથા તરફથી બંને હાથ ઉઠાવીને ઊંચા કાટખૂણે ઊભા કરો. અને તરત જ જમીનથી માથું ને ગરદન ઊઠાવી બંને હાથ બંને સાથળ ઉપર આવે તેમ કરો. ગોઠણમાંથી પગ વળે નહીં તેનું ધ્યાન રાખો. પછી પીઠ ઊંચકીને હાથને પગના પંજા તરફ લઈ જાઓ.
- હવે કમર ઊઠાવી પગના કાંડા પકડી ધડને આગળ લંબાવો અને ગોઠણ તરફ માથું નીચું નમાવો.
- અંતમાં ડાબા પગના અંગૂઠાને આંકડો ભરવો. તેવી જ રીતે જમણા પગના અંગૂઠાને આંકડો ભરવો. પછી બંને હાથની બંને કોણી બંને બાજુ જમીનને અડાડી દો. માથું નીચું નમાવીને બે પગ વચ્ચે મૂકી દો અગર નાક અડાડી દો. અહીં આ આસન પૂરું થયું.
- આ આસનનો સમય 15 સેકન્ડથી ક્રમે ક્રમે વધારીને ત્રણ મિનિટ સુધી કરી શકાય. શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો. પણ ધડને જ્યારે ગોઠણ તરફ નમાવવામાં આવે ત્યારે રેચક કરતાં કરતાં નમાવવું અને પછી શ્વાસોશ્વાસ સ્વાભાવિક રીતે ચાલુ રાખવો.
- આ આસનની રીતમાં ભાગ 2-3 માં બતાવેલ ત્રણચાર આવર્તનો કરવાથી કરોડ સહેલાઈથી વાળી શકાય છે. તેથી થોડા દિવસ એનો મહાવરો કરવો જોઈએ. પછી સહેલાઈથી થઈ શકશે.
અન્ય વિવિધતા
- આ આસન ઊભા ઊભા કરવામાં આવે તો તેને હસ્તપાદાસન કહે છે. તેના લાભો પશ્ચિમોતાનાસન જેવા જ છે. પણ ઊભી સ્થિતિમાં કરવાનું હોઈ દેહની સમતુલા જાળવવાનું તેમાં વિશેષ છે.
- આ સિવાય એક પગ સીધો અને એક પગનો પંજો બીજા પગના સાથળ સાથે લગાવીને કરવામાં આવે તો કોઈ તેને અર્ધપશ્ચિમોત્તાનાસન અગર જાનુશિરાસન કહે છે. ઉપરોક્ત બંને આસનો પશ્ચિમોત્તાનાસનની પૂર્વતૈયારીરૂપ ગણી શકાય. પશ્ચિમોત્તાનાસન વધારે સારું કરવા માટે આ બંને આસનનો અભ્યાસ લાભકારક છે.
ફાયદા
- કરોડ સ્થિતિસ્થાપક બને.
- આ આસન કરતાં ઉરૂની પાછળના ભાગના સ્નાયુઓ (Hamstring Muscles) બરડાના અને ઉદરની પાછલી દિવાલના સ્નાયુઓ સંકોચ પામે છે. સાથે સાથે પગથી તે માથા સુધીના પીઠ પાછળની માંસપેશીઓ (muscles) તણાય છે. આને લીધે સ્નાયુઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને. ચાલવાની અપૂર્વ શક્તિ આવે છે.
- કરોડરજ્જુ પર ખેંચાણ આવતા એ પ્રદેશમાં રૂધિરાભિસરણ થઈ નિર્બલ અને શિથિલ બનતા જ્ઞાનતંતુઓ ચેતનવંતા બની કાર્યશીલ થાય છે. નાડીઓમાં કફ અને આમ દૂર થઈ નાડીઓ મળરહિત, મૃદુ અને પુષ્ટ બને છે. આથી વાતવિકારને લીધે થતો બરડાનો દુઃખાવો અને કટિવાયુ મટે છે.
- કરોડ અને બસ્તીપ્રદેશના જ્ઞાનતંતુઓની નાડીઓ નીરોગી અને કાર્યક્ષમ બને.
- ઉદરની આગલી દિવાલના સ્નાયુઓ સંકોચાવાથી ઉદર પ્રદેશમાં આવેલ પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, આંતરડાં, કલેજુ, બરોળ, મૂત્રપિંડ વગેરે સબળ બને.
- પાચક રસોનો સ્ત્રાવ ઝડપથી થવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. પાચનશક્તિ વધે છે. કફ, આમ અને મેદ નાશ પામે છે. પેટના સ્નાયુઓ પણ સબળ બને. પેટ ને કમર પરનું મેદ ઓછું થાય. ઉદર કૃશ બને છે તથા નૌલીકર્મ કરવામાં સહાયતા મળે છે.
- મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ, વિકાર, સળેખમ વગેરે રોગો મટે છે. જાતીય નબળાઈ દૂર થાય છે. સાયટિકા (Sciatica) ના દર્દમાં આ આસનથી ફાયદો થાય છે.
- આ આસનથી ગર્ભાશયમાં રક્તાભિસરણ થવાથી એનાં છિદ્રો ખુલ્લાં થાય છે. ઓછા પ્રમાણમાં કે અનિયમિત આવતું માસિક સમયસર યોગ્ય પ્રમાણમાં અને વિના કષ્ટે આવે છે.
- પશ્ચિમોત્તાનાસન કર્યા પછી શરીર હલકું લાગે છે. કુંડલિની શક્તિની જાગૃતિ માટે આ આસન શ્રેષ્ઠ છે. મનની શાંતિ તથા ચિત્તની સ્થિરતામાં આ આસનથી ખુબ મદદ મળે છે.
- ઊંચાઈ વધારે છે.
સાવધાની
- કરોડ અક્કડ હોય તેનું માથું સામાન્ય રીતે ગોઠણને અડતું નથી. તેમ જ જેમનું પેટ મોટું હોય તેમને માટે પણ તે અશક્ય છે. પરંતુ શરૂઆતમાં કરોડ જેટલી વળે તેટલી વાળીને જ સંતોષ માનવો. પરાણે કે આંચકો મારીને વાળવાનો પ્રયત્ન હરગીજ ન કરવો.
- મોટી ઉંમરના હોય તેમની કરોડ અક્કડ થઈ ગઈ હોય છે એટલે તેમણે આ આસન ધીમે ધીમે ને કાળજીપૂર્વક કરોડની અક્કડતાનું ધ્યાન રાખીને કરવું અને આસન કર્યા પછી કરોડમાં દુઃખાવો ન થવો જોઈએ અથવા આ આસન કરવાને લીધે બેચેનીનો અનુભવ ન થવો જોઈએ.
- ગર્ભ રહ્યાના ત્રણ મહિના થયા હોય તેણે આ આસન કરવું નહીં.
- સારણગાંઠ તથા એપેન્ડીસાઈટીસ વાળા દર્દીઓએ આ આસન કરવું નહીં.
શલભાસન (Locust
Pose)
આ આસન ભુજંગાસનનું પૂરક છે. ઘેરંડ સંહિતામાં શલભાસન વિશે
નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अथ
शलभासनम् ।
अध्यास्यः शेते कर युग्मं वक्षे भूमिमवष्टभ्यकरयोस्तलाभ्याम् ।
पादौ च शून्ये च वितस्तिचार्ध्यं वदन्ति पीठंशलभं मुनीन्द्राः ॥३८॥
अध्यास्यः शेते कर युग्मं वक्षे भूमिमवष्टभ्यकरयोस्तलाभ्याम् ।
पादौ च शून्ये च वितस्तिचार्ध्यं वदन्ति पीठंशलभं मुनीन्द्राः ॥३८॥
શલભ એટલે ટીકડું. જમીન પર ટીકડું બેઠું હોય ત્યારે તેનો પૂચ્છભાગ જેવી રીતે
જમીનથી ઊંચો રહે છે તેવી રીતનો પગનો
દેખાવ આ આસનમાં થતો હોઈ આને શલભાસન કહે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું એક હળવું રૂપ શોધાયું છે તેને અર્ધ શલભાસન કહે છે. તે સહેલું હોઈ બધા જ કરી શકે છે. વળી
થોડા દિવસ તેનો અભ્યાસ કરવાથી પૂર્ણ
શલભાસન શીખવાનું સહેલું પડે છે. એટલે પહેલા અર્ધ શલભાસન અને પછી પૂર્ણ શલભાસન કરવાનું શીખીએ.



આસનની
રીત:
- અર્ધ શલભાસન
- સૌપ્રથમ પગ લાંબા કરી ભેગા રાખી પેટ ઉપર ઊંધા સૂઈ જાવ. ભુજંગાસનની માફક છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર લગાવો. પગના અંગૂઠા ખેંચેલા રાખો. નાક જમીન પર ટેકવવું, પરંતુ હોઠ અને તેની નીચેનો દાઢીનો ભાગ ટેકવવો વધારે અનુકૂળ રહેશે.
- હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરો. પગની માંસપેશીઓ સખત(contract) રાખો જેથી ઢીંચણમાંથી પગ વળે નહીં. જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો. પગ વધારે ઊંચો કરવાની ઈચ્છાથી શરીરને પડખાભેર કરી દેવું એ ખોટું છે. કમર પાસેના આગળના બંને અસ્થિઓ જમીનને લાગેલા રહેવા જોઈએ. પગ શક્ય હોય તેટલો ઊંચો કરી જરા સ્થિર રાખી ધીમે ધીમે પગ નીચે ઉતારી દો.
- જમણા પગની માફક હવે ડાબો પગ તે જ રીતે ઊંચો કરી, ઘડીક સ્થિર રાખો અને પછી મૂળ સ્થિતિમાં મૂકી દો. આમ બંને પગ વારાફરતી ઊંચા કરી પાછા મૂળ સ્થિતિમાં મૂકી દઈએ એટલે અર્ધ શલભાસન થયું. શરૂઆતમાં આ રીતે આવર્તનો કરવાથી પૂર્ણ શલભાસન કરવામાં આસાની રહેશે.
- પૂર્ણશલભાસન:
- ઉપર દર્શાવ્યા પ્રમાણે ઊંધા સૂઈ જાવ. શાંતિથી ધીરે ધીરે ઊંડો શ્વાસ ભરીને રોકો.
- હવે ભુજંગાસનની માફક માથું અને છાતીને અધ્ધર કરો. સાથે સાથે અર્ધશલભાસનમાં કર્યું તે પ્રમાણે બંને પગને ઊંચા કરવાના છે. શરીરને સખત રાખવાનું છે, અર્થાત્ પગ ઘુંટણથી વાળવાના નથી. બાજુ પર મુઠ્ઠી વાળી લંબાવેલા હાથ અને છાતી પર બધો ભાર પડે તેવી રીતે હાથ અને છાતીનો આધાર લેવાનો છે, અને કમરની માંસપેશીઓના બળથી બંને પગ એક સાથે ઊંચકવાના છે. આ બધું શ્વાસ લેતાની સાથે એક સાથે કરવાનું છે.
- આ સમયે પગના અંગૂઠાથી બસ્તિ સુધીનો પ્રદેશ સીધી લીટીમાં રહેશે. માથું અને છાતીનો પ્રદેશ ઉંચકાયેલો હશે. તથા શરીર માત્ર હાથ અને પેટના આધારે તોળાયેલું રહેશે.
- સહેલાઈથી શ્વાસ રોકી શકાય ત્યાં સુધી બંને પગ અધ્ધર રાખવાના છે. જ્યારે એમ લાગે કે હવે વધારે વાર સહેલાઈથી શ્વાસ રોકી નહીં શકાય ત્યારે શરીરના સ્નાયુઓ ઢીલા કરી બંને પગ નીચે ઉતારી મૂળ સ્થિતિમાં આવી જવાનું છે. પછી શ્વાસને શાંતિપૂર્વક બહાર કાઢવાનો છે.
- થોડાક શ્વાસોચ્છવાસ લઈ શ્વસનક્રિયા સમધારણ થવા દેવી અને ફરીથી કરવું. આ આસનમાં ફેફસા ઉપર તાણ પડતું હોઈ શક્તિનો ખ્યાલ રાખી સંખ્યા કે આવર્તનો નક્કી કરવા. કુંભકનો અભ્યાસ દૃઢ થયા પછી વીસ સેકંડથી વધારીને લગભગ એક મિનીટનું એક એમ ત્રણ આવર્તન સુધી વધવું.
- આ આસન થોડા સુધારાવધારા સાથે પણ કરાય છે. એક પદ્ધતિમાં હાથને શરીરની બાજુમાં પગ તરફ લંબાવી, પંજા ચત્તા રાખી મુઠ્ઠીઓ વાળવામાં આવે છે. અને આસનની સ્થિતિમાં શરીરનું વજન છાતી અને મુઠ્ઠીઓ પર રખાય છે. જ્યારે બીજી પદ્ધતિમાં Hip Bones જમીનને ન અડકતાં હાથની ઉપર રહે તે રીતે હાથના પંજાઓ સાથળ નીચે રાખવામાં આવે છે. એક અન્ય પધ્ધતિમાં દાઢી જમીનને અડકાડેલી રાખવામાં આવે છે.
ફાયદા:
- આ આસન ભુજંગાસનનું પૂરક છે. ભુજંગાસનમાં કરોડનો ઉપરનો ભાગ અને શલભાસનમાં કરોડનો નીચલો ભાગ પાછળ વાળવામાં આવે છે તેથી કરોડની માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ અને બંધનોને (Ligoments) સામાન્ય રીતે ફાયદો કરે છે.
- આ આસનથી શરીરના મોટાભાગના Extensor Muscles ની કાર્યશીલતા સુધરે છે. એડ્રીનલ ગ્રંથિઓમાંથી એડ્રીનલનો સ્ત્રાવ થઈ લોહીમાં ભળી હૃદય, પાચક રસો, શ્વાસોશ્વાસની ક્રિયા અને આંતરડાની ગતિને સુધારી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે.
- Interabdominal Pressure વધવાથી કબજિયાત મટે છે. પેટના અવયવો અને વિશેષમાં લીવર અને યકૃતની સુધરે છે. મળવિસર્જનતંત્ર શક્તિશાળી બને છે.
- આ આસનમાં કુંભક કરી શ્વાસ રોકવાને લીધે Lung Tissues નું સંકોચન અને પ્રસરણ થાય છે. જેથી એ વધુ સ્થિતિસ્થાપક થાય છે. ફેફસાંના બધા Aircells ક્રિયાશીલ થાય છે. એમાં હવાનું દબાણ વધતાં ફેફસાં મજબૂત બને છે.
- Diaphragmને કસરત મળે છે. ઉદર, કમર અને નિતંબપ્રદેશના સ્નાયુઓ સબળ બને છે.
- ઉદરગુહામાં આવેલ અને એની નીચેના ભાગમાં કરોડરજ્જૂના પ્રદેશમાં પુષ્કળ લોહીનો જથ્થો મળી રહેવાથી કરોડ સ્થિતિસ્થાપક અને મજબૂત થાય છે.
- સામાન્યતઃ શ્વાસ લેતી વખતે ઉરોદરપટલ સ્નાયુઓ નીચે તરફ જાય છે પરંતુ શલભાસનમાં શરીરનું વજન પેટ પર હોવાથી ઉદરની દિવાલ આગળ જઈ શકતી નથી. એથી Inter abdominal Pressure વધે છે. જેથી ફેફસાંને શ્વાસ લઈ વિકસવાની તક મળે છે. જે શ્વસનતંત્ર અને હૃદય માટે વિશેષ લાભદાયક બને છે. ખાસ કરી હૃદયના સ્નાયુઓ Cardiac Muscles સુદૃઢ બને છે.
- વાત અને પિત્ત પ્રકૃતિવાળા માટે શલભાસન ખાસ હિતકર છે. જમ્યા પછી થતા પેટના દુખાવાને (Elatulence) મટાડે છે.
સાવધાની
- નબળા ફેફસાંવાળાએ કે સારણગાંઠ હોય તેણે આ આસન ન કરવું.
- શ્વાસ વધારે પડતો રોકી રાખીને શલભાસન ન કરવું.
ભુજંગાસન (Cobra
Pose)
अथ भुजङ्गानम् ।
अंगुष्ठनाभिपर्यन्तमधोभूमौ विनिन्यसेत् ।
करतलाभ्यांधरां धृत्वा उर्ध्वंशीर्ष फणीवहि ॥४१॥
ઘેરંડ સંહિતામાં ભુજંગાસન વિશે ઉપર પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો દેખાવ સર્પ ફેણ માંડીને જમીનથી ઊંચો થાય - તેના જેવો થતો હોઈ આ આસનને ભુજંગાસન કહેવામાં આવે છે.
अंगुष्ठनाभिपर्यन्तमधोभूमौ विनिन्यसेत् ।
करतलाभ्यांधरां धृत्वा उर्ध्वंशीर्ष फणीवहि ॥४१॥
ઘેરંડ સંહિતામાં ભુજંગાસન વિશે ઉપર પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે. ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો દેખાવ સર્પ ફેણ માંડીને જમીનથી ઊંચો થાય - તેના જેવો થતો હોઈ આ આસનને ભુજંગાસન કહેવામાં આવે છે.

આસનની રીત:
- શવાસનમાં જેવી રીતે આકાશ તરફ મુખ રાખી ચત્તા સૂઈ જવાનું હોય છે તેનાથી બિલકુલ વિરુદ્ધ બંને પગ પૂરા સીધા કરી પગના પંજા લંબાવી પેટ ઉપર ઊંધા સૂઈ જાઓ. આ સમયે કપાળ જમીનને અડકશે અને બંને હાથ બાજુ પર પસારેલા હશે.
- હવે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. દાઢીને લંબાવીને બહાર કાઢો. દાઢી શક્ય તેટલી લંબાવવાની સાથે સાથે માથું ઊંચું કરો અને પછી છાતી ઉંચી કરો. દાઢી, માથું અને છાતીની ક્રિયા અનુક્રમે ધીમેથી કરવાની છે. એકદમ છાતી ઉઠાવવાની નથી. હાથનો ટેકો પણ લેવાનો નથી.
- આ સમયે પગના અંગૂઠાથી નાભિપર્યંતનું શરીર જમીનને અડકાડેલું હશે. હાથની હથેળીઓને જમીન પર હશે અને પીઠની માંસપેશીઓના બળથી શરીર છાતી સુધી ઊંચું થયેલું હશે.
- છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઊંચકવાનું છે. આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે. બંને કોણીઓ પડખેથી દૂર જતી ન રહે તેની કાળજી રાખો.
- હવે અંતિમ સ્થિતિએ પહોંચવા માટે આકાશ તરફ જોઈ કરોડને થોડોક વધારે વળાંક આપો. હાથ પૂરેપૂરા સીધા કરવાના નથી કે ખભા ઊંચકવાના નથી. કોણીમાંથી કાટખૂણાથી થોડા મોટો ખૂણો પડે તેમ, બંને હાથ રહેવા જોઈએ. અહીં આસન પૂરું થયું.
- આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો. પછી ઉલટા ક્રમમાં એટલે કે પહેલા નાભિ, પછી પેટ, છાતી વગેરે નમાવતા નમાવતા છેવટે દાઢી અંદર ખેંચી લઈ મૂળ સ્થિતિમાં આવી જવું.
- આસનનો અભ્યાસ સિદ્ધ થયા પછી આસન કરતાં શ્વાસ ભરીને કુંભક કરવો અને આસન મૂક્યા પછી મૂળ સ્થિતિમાં આવ્યા બાદ શ્વાસ ખૂબ જ ધીરેથી છોડવો.
- આસન સિદ્ધ થતાં શરીરનો ભાર દંડની માફક હાથ પર નહિ ટેકવતાં દબાણ માત્ર માંસપેશીઓ પર આવે તે રીતે આસન થશે.
- આ આસનમાં સમય વધારવા કરતાં એકવાર થોડીક સેકન્ડ સ્થિર રાખી, ફરી કરવું હિતાવહ છે. શક્તિ પ્રમાણે આગળ વધતાં ત્રણથી સાત સુધીના આવર્તનો કરી શકાય.
ફાયદા:
ઘેરંડ
સંહિતામાં ભુજંગાસનના ફાયદાઓ વિશે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે
देहाग्निवर्धते नित्यं सर्वरोग विनाशनम् ।
जागर्ति भुजगी देवी भुजगासन साधनात् ॥४२॥
અર્થાત્ ભુજંગાસનથી પીઠ અને પેટની માંસપેશીઓ સબળ અને નિરોગી બને છે તેમ જ પેટની અંદરના અવયવો પણ વધારે કાર્યક્ષમ બને છે. એથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. વિસ્તારપૂર્વક જોઈએ તો ...
देहाग्निवर्धते नित्यं सर्वरोग विनाशनम् ।
जागर्ति भुजगी देवी भुजगासन साधनात् ॥४२॥
અર્થાત્ ભુજંગાસનથી પીઠ અને પેટની માંસપેશીઓ સબળ અને નિરોગી બને છે તેમ જ પેટની અંદરના અવયવો પણ વધારે કાર્યક્ષમ બને છે. એથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. વિસ્તારપૂર્વક જોઈએ તો ...
- બરડાની માંસપેશીઓ (Trapezius, latissimus dorsi, Erector spinae, Gluteal muscles) તથા કરોડના ગરદનના ભાગમાં આવેલ વિવિધ સ્નાયુઓ, ઉદર અને ઉરગુહાના સ્નાયુઓ (Cervical, Thoracic, Lumber, Sacrum) ખેંચાવાથી સ્નાયુઓ તથા કરોડના બે અંકોડા વચ્ચેથી નીકળતી જ્ઞાનતંતુની નાડીઓ વધારે સક્રિય અને બળવત્તર બને છે. પરિણામે દેહવિન્યાસ સુધારે છે ને કરોડ વધુ સ્થિતિસ્થાપક બને છે.
- પેટના સ્નાયુઓ (Recti Muscles) ખેંચાવાથી ત્યાંના અવયવો વ્યવસ્થિત કાર્યશીલ બને છે.
- જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય (Flautulence) તો આ આસનથી અટકે છે.
- ઉદરગુહામાંનું દબાણ (Intra abdominal pressure) વધવાને પરિણામે કબજિયાત મટે છે.
- ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. ફેફસાંને પ્રશ્વાસ વખતે પૂરેપૂરા વિકસવાનો અવકાશ મળવાથી શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે.
- ગર્ભાશય અને બીજાશય સુધરે છે તેથી માસિક વિના કષ્ટે આવે છે અને બહેનોને માસિક સંબંધી ફરિયાદો દૂર થાય છે.
- અતિ શ્રમ અને થાકને કારણે થતો બરડાનો દુખાવો ભુજંગાસનના અભ્યાસથી મટે છે.
- મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે.
- કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.
સાવધાની:
- જેમની કરોડ અક્કડ હોય તેણે સહેલાઈથી વાળી શકાય તેટલી જ વાળવી. પરાણે જોર કરીને કે આંચકા મારીને વધારે વાળવાનો પ્રયત્ન હરગીઝ ન કરવો. અભ્યાસથી જેમ જેમ કરોડ સ્થિતિસ્થાપક થતી જશે તેમ તેમ વધારે વળાશે. ઉત્સાહમાં આવીને ઉતાવળ ન કરવી.
- આ આસન કરતા પીઠમાં દુખાવો થઈ આવે તો અતિશયતા થઈ છે, એમ જાણી એકાદ બે દિવસ આરામ કરી દુખાવો મટે પછી સાવચેતીપૂર્વક ફરી શરૂ કરવું. સામાન્ય રીતે કોઈ પણ આસન પછી દુખાવો કે બેચેની ન થવાં જોઈએ પણ ઉત્સાહ અને સ્ફુર્તિનો અનુભવ થવો જોઈએ.
Dr.Fone Crack
ReplyDeleterevo uninstaller pro crack Thanks for the post. Very interesting post. This is my first-time visit here. I found so many interesting stuff in your blog. Keep posting..
ReplyDeleteSuch a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. cockos-reaper-crack
ReplyDeleteWhen setting up no cost software programs downloaded through the internet, we now have to pay for near focus to every of the screens of the set up wizard. In several instances, some of these, they incorporate “Adware” or advertisements to set up “extras” packages with your pc. One of these courses is or was ByteFence. Could it be a virus, or does it cause any deterioration to our system? We’ll glance at these and more important things relating to this software.https://freeprosoftz.com/bytefence-anti-malware-pro-crack/
ReplyDeleteThanks for sharing such great information, I highly appreciate your hard-working skills which are quite beneficial for me. Roguekiller Crack
ReplyDeleteNorton Internet Security Crack
ReplyDeleteVmix Pro Crack
Cracks
Pixologic Zbrush Crack
Sophos Home Ultimate Crack
Paint Tool Sai Crack
Such great and nice information about software. This site gonna help me a lot in finding and using much software. Kindly make this like of content and update us. Thanks for sharing us iSkysoft Data Recovery Crack Kindly click on here and visit our website and read more
ReplyDelete
ReplyDeleteExcellent job on the article! I recently discovered your site and wanted to let you know how much I like it.
The time I spent reading your blog entries has been well spent.
As a last resort, I've signed up for your RSS feed and am hoping for the best.
In the meantime, I'll be waiting for you.
microsoft office 2010 full crack
carrom pool download crack
jurassic world evolution crack pc free torrent
handy recovery crack
This software is great and very user-friendly. It frees up space on our device by removing unnecessary data. It enhances the functionality of our smartphone.https://hitlicense.net/tenorshare-icarefone-crack/
ReplyDeleteHey! This is my first visit to your blog.
ReplyDeleteWe are a collection of volunteers starting with one
a new project in the community in the same niche.
Your blog has provided us with useful information to work with. YOU
did a fantastic job!
folder guard crack
any video converter ultimate crack
disk drill pro crack
origin pro crack
lumion pro crack license key
nitro pro crack
aiseesoft fonelab crack
cleanmymac crack activation number
I like your blog very much. I will share it with my friends. If you need a free PC software download link Football Manager Mac Game Crack
ReplyDeleteHi! Please know how much I appreciate your site and how much I look forward to the new content you provide.
ReplyDeleteFor which of your blog posts do I have to pay?
Interested parties are encouraged to share their knowledge of other online services that may be of interest to me.
It's really you.
disk drill pro crack
dllkit pro 2021 crack
coreldraw graphics suite x6 crack
download camtasia crack
I am very much pleased with the content that you have mentioned.
ReplyDeletetyping master pro crack
I am very much pleased with the content that you have mentioned.
ReplyDeleteadobe photoshop cc crack