Friday, 7 October 2011

ભારતનો રાષ્ટ્રધ્વજ


ભારતનો રાષ્ટ્રધ્વજ

ભારતનો રાષ્ટ્રધ્વજ
FIAV 111000.svgધ્વજ પ્રમાણ: ૨:૩
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.
૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નિચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.
મુળ રેત પથ્થરનો અશોક સ્થંભ, સારનાથ સંગ્રહાલયમાં રક્ષિત
અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] રંગોની માહિતી

અહીં રાષ્ટ્રધ્વજ માં વપરાતા રંગોની માહિતી આપેલ છે.
Scheme
HTML (વેબ પેજ માટે)
CMYK (છાપકામ માટે)
Textile color (કાપડ માટે)
Pantone (-)
(કેશરી) Saffron
#FF9933
0-50-90-0
Saffron (કેશરી)
1495c
(સફેદ) White
#FFFFFF
0-0-0-0
Cool Grey (કૂલ ગ્રે)
1c
(લીલો) Green
#138808
100-0-70-30
India green (ઇન્ડીયન ગ્રીન)
362c
(ઘેરો ભૂરો) Navy blue
#000080
100-98-26-48
Navy blue (ઘેરો ભૂરો)
2755c

[ફેરફાર કરો] ધ્વજ ભાવના

અશોક ચક્ર, "ધર્મનું ચક્ર"
ભારતની આઝાદીનાં થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો જે દરેક પક્ષ અને સમાજને અનુકુળ આવે. આથી અંતે "ત્રિરંગો" તરીકે ઓળખાતો, 'કેશરી','સફેદ' અને 'લીલા' કલરનાં ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્ર ધ્વજ નક્કી કરવામાં આવેલ. સર્વપલ્લિ રાધાક્રિશ્નન, કે જે પછીથી ભારતનાં પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ બનેલા, તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે,
" ભગવો અથવા કેશરી રંગ ત્યાગ અને સમર્પણનું પ્રતિક છે, આપણા નેતાઓએ ભૌતિક સુખોનો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ની ભાવના રાખવી. સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે, જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશીત કરશે. અને લીલો કલર આપણો માટી (જમીન) સાથેનો સંબંધ દર્શાવે છે, આપણો વૃક્ષ,છોડ, લીલોતરી સાથેનો સંબંધ દર્શાવે છે, કે જેની પર તમામનાં જીવન આધારીત છે. મધ્યમાં રહેલ અશોક ચક્ર ધર્મચક્ર છે, સત્ય અને ધર્મ એ બન્ને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિધ્ધાંતો છે. તે ઉપરાંત ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે. સ્થિરતા એ મૃત્યુ છે અને ગતિશીલતા એ જીવન છે. ભારતમાં પરિવર્તનને હવે રોકી શકાસે નહીં, તેણે ગતિશીલ બની અને આગળ ધપવુંજ પડશે. ચક્ર ઉર્જાયુક્ત શાંતિપૂર્ણ ફેરફારનું પ્રતીનિધિ બનશે. તે દીવસનાં ૨૪ કલાકનું પણ દર્શક છે."
બહોળા અનધિકૃત અર્થમાં કેશરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારોનું પ્રતિક મનાય છે.

[ફેરફાર કરો] ઇતિહાસ

બ્રિટિશ ભારતનો ધ્વજ
બ્રિટિશ ભારતનો નૌસેના ધ્વજ
(કલકત્તા)કોલકાટા ધ્વજ,સુરેન્દ્રનાથ બેનરજીએ ૧૯૦૬માં સૌપ્રથમ વખત (કલકત્તા) કોલકાટામાં લહેરાવેલ
ભિખાયજી કામા દ્વારા ૧૯૦૭ માં બર્લિનમાં લહેરાવાયેલ પ્રથમ ધ્વજ.(વચ્ચે ખરેખરતો વંદેમાતરં લખેલ)
હોમરૂલ ચળવળ દરમિયાન વપરાયેલ ધ્વજ,૧૯૧૭
૧૯૨૧ માં વપરાયેલ ધ્વજ (વચ્ચે ચરખો)
૧૯૩૧ માં સુચવાયેલ ભગવો ધ્વજ,જેમાં આકર્ષક ભૂરો ચરખો છે.
૧૯૩૧ માં અપનાવાયેલ ધ્વજ,જે ભારતીય નૌસેનાનાં યુધ્ધ ધ્વજ તરીકે પણ વપરાયેલ.
આઝાદ હિંદ નો ધ્વજ,જે પ્રથમ વખત નાઝી જર્મનીમાં આઝાદ હિંદ ફોજ માટે ફરકાવાયેલ.
  • ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામિ વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ(Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম")લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
  • પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાટામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાટા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
  • ૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા (en:Bhikaiji Cama) એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લીપીમાં "વંદેમાતરં" લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
  • બાલ ગંગાધર ટિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
  • ૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
  • મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
  • ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાટામાં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
  • આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
  • છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાંચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
  • આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નિચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ્ટામાં તરાપ મારતા વાઘનાં ચિત્ર વાળો ધ્વજ વપરાતો હતો.જેમાં વાઘ સુભાષચંદ્ર બોઝ નાં આઝાદી માટેનાં સશ્સ્ત્ર સંઘર્ષનું પ્રતિક હતો.આ ધ્વજ ભારતનીં ભૂમિ પર પ્રથમ વખત સુભાષચંદ્ર બોઝ નાં હસ્તે મણીપુર માં ફરકાવાયેલ.

[ફેરફાર કરો] ઉત્પાદન પ્રક્રિયા

ધ્વજ પ્રમાણમાપ
માપ
૬૩૦૦ × ૪૨૦૦
૩૬૦૦ × ૨૪૦૦
૨૭૦૦ × ૧૮૦૦
૧૮૦૦ × ૧૨૦૦
૧૩૫૦ × ૯૦૦
૯૦૦ × ૬૦૦
૪૫૦ × ૩૦૦
૨૨૫ × ૧૫૦
૧૫૦ × ૧૦૦
૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા,જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.
ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.
કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

[ફેરફાર કરો] રાષ્ટ્રધ્વજ આચારસંહિતા(flag protocol)

૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહીતનીં એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા,પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું,આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે,અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું.કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતા માં સુધારો કરી,૨૬ જાન્યુઆરી,૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમાં અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

[ફેરફાર કરો] રાષ્ટ્રધ્વજનું સન્માન

ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં,૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે.પરંતુ કમરથી નિચેનાં કપડાં,આંતરવસ્ત્રોમાં,ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down),કશાનીં અંદર ઉંડાઇમાં,કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

[ફેરફાર કરો] રાષ્ટ્રધ્વજની જાળવણી

રાષ્ટ્રધ્વજ પ્રદર્શીત કરવાનીં સાચી રીત.
રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.
રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી શ્થિતીમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે.આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે,અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. Tradition also states that when draped vertically, the flag should not merely be rotated through 90 degrees, but also reversed. One "reads" a flag like the pages of a book, from top to bottom and from left to right, and after rotation the results should be the same.(ભાષાંતર ?)

[ફેરફાર કરો] ભીંત પર પ્રદર્શન

IndiaFlagTwoNations.png

[ફેરફાર કરો] અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે

જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.
અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં,અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે,રાષ્ટ્ર્ધ્વજને વર્તુળનીં શરૂઆતનાં શ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.
જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર (en:United Nations) નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનોં રીવાજ છે.

[ફેરફાર કરો] રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે

IndiaFlagNonNational.png
રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે,નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છેક ડાબી તરફ આવે તેમ રાખવો અથવા,ઓછામાં ઓછું એક ધ્વજની પહોળાઇ અન્ય ધ્વજો કરતાં વધારે રાખવી. રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ અન્ય કરતાં આગળ રાખવો,પરંતુ તમામ ધ્વજ જો એકજ ધ્વજદંડ પર ફરકાવાયા હોયતો, રાષ્ટ્રધ્વજ હંમેશા સર્વોચ્ચ ઉંચાઇ (ટોચ પર) પર રાખવો. જો રાષ્ટ્રધ્વજને અન્ય ધ્વજો સાથે સરઘસમાં લઇ જવાનો હોય તો, કુચ કરતા સરઘસમાં સૌથી આગળ રાખવો,જો તમામ ધ્વજો એક આડી લીટીમાં રાખવાનાં હોયતો રાષ્ટ્રધ્વજને કુચની જમણી તરફ રાખીને ચાલવાનું હોય છે.

[ફેરફાર કરો] આંતરીક પ્રદર્શન માટે

IndiaFlagIndoors.png
જ્યારે રાષ્ટ્રધ્વજને કોઇ સભાખંડમાં કે જાહેર મેળાવળાઓ જેવા પ્રસંગે આંતરીક પ્રદર્શનમાં ફરકાવવાનો હોય ત્યારે,તેને હંમેશા જમણી બાજુ (દર્શકની ડાબી બાજુ) અધિકારક સ્થિતીમાં રાખવો, આથીજ જ્યારે કોઇ પ્રવચન જેવા કાર્યક્રમોમાં રાષ્ટ્રધ્વજ રાખવાનો હોય ત્યારે,વક્તાની જમણી બાજુ પરજ ધ્વજ રાખવો. જો સભાખંડમાં અન્ય કોઇ જગ્યાએ લગાવવાનો હોયતો શ્રોતાઓની જમણી બાજુ પર આવે તે રીતે રાખવો.
ધ્વજ સંપૂર્ણ ફેલાયેલી સ્થિતીમાં અને કેશરી પટ્ટો ઉપર આવે તેમ લગાવવો. જો મંચ પાછળ ઉભી સ્થિતીમાં લટકાવવાનો હોય તો,કેશરી પટ્ટો જોનારની ડાબી બાજુ અને ધ્વજદોરી ઉપર રહે તેમ રાખવો.

[ફેરફાર કરો] પરેડ અને સમારોહ

IndiaFlagParade.png

[ફેરફાર કરો] વાહનો પર પ્રદર્શન

[ફેરફાર કરો] અડધી કાઠીએ

[ફેરફાર કરો] નિકાલ કરવાનાં નિયમ

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ















































સિંહાકૃતિ

ભારતનું રાજચિન્હ
આ મૂળ રેતીયા ખડકમાં થી કોતરેલ સિંહાકૃતિ છે અશોક સ્તંભની ઉપર તેને ઈ.પૂ ૨૫૦માં મૂકાઈ હતી.હવે જેને સારનાથના સંગ્રહાલયમાં મૂકાયેલ છે.
ભારતનું રાજ ચિન્હ સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
જ્યાં ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ધર્મનો ઉપદેશ આપ્યો અને જ્યાં બુદ્ધ સંઘની સ્થાપના થઈ એ સ્થળે સમ્રાટ અશોકે એક સ્તંભ બંધાવ્યો. તેની ઉપર એક શિલ્પ બનાવડાવ્યું. તે શિલ્પમાં ચાર સિંહ એકબીજાની તરફ પીઠ કરી ઊભેલા છે. આ ચાર સિંહો એક વર્તુલાકર ઓટલા પર ઊભા છે. તે વર્તુળકાર ઓટલાની ઊભી બાજુપર એક હાથીૢ દોડતો ઘોડોૢ એક આખલો અને એઅક સિંહ ની આકૃતિ કોતરાયેલ છે તે દરેકની વચ્ચે ધર્મ ચક્ર કે અશોક ચક્ર છે. આ ઓટલો એક ઉલ્ટા કરેક કમળ આકર પર ગોઠવાયેલ છે. આ સમગ્ર શિલ્પ એક અખંડ રેતીયા પથ્થરમાંથી કોતરાયેલ છે.
આ ચાર સિઁહો (એક પાછળ હોવાથી નથી દેખાતો) એ શક્તિૢ બહાદૂરીૢ માન અને આત્મ વિશ્વાસનું પ્રતીક છે. - જે વર્તુળાકર ઓટલા પર સ્થિત છે. આ ઓટલાની ચારે તરફ નાના પ્રાણીઓ છે - જે ચાર દિશાના રખેવાળ છે: the ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો અને પશ્ચિમમાં આખલો. આ ઓટલો પૂર્ણ ખીલેલા ઉલ્ટા કમળ પર સ્થિત છે, જે જીવનની જીવનનો ઉત્સ્ફૂર્ત ઝરો અને રચનાત્મકતાનું પ્રતીક છે. તેની નીચે 'સત્યમેવ જયતે' એ સૂત્ર દેવનાગરીમાં લખેલુ છે જેનો અર્થ છે 'સત્યનો જ વિજય થાય છે'.

રાજ ચિન્હ તરીકે વપ્રાયેલ આકૃતિમાં ઊલ્ટા કમળનો ભાગ નથી વપરાયો. સિંહોની નીચીના ઓટલાની કેંદ્રમાં ધર્મ ચક્ર દેખાય છે તેનીજમણી તરફ બળદ અને ડાબી તરફ દોડતો અશ્વ દેખાય છે તેની કિનારીએ બે ધ્ર્મ ક્રની કિનાર દેખાય છે.[૧]
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે આ ચિન્હને રાષ્ટ્રીય ચિન્હ તરીકે અપનાવાયું હતું જે ભારતનો ગણતંત્ર દિવસ હતો. [૨].
આ ચિન્હ દરેક સરકારી કાગળ પર હોય છે અને ભારતની ચલણી નોટો ઉપર પણ હોય છે. ભારતીય ગણરાજ્યના રાજનૈતિક અને રાષ્ટ્રીય પાસપોર્ટ ડ્રાયવીંગ લાયસંસ પર પણ તે દેખાય છે. આ ચિન્હના આધાર પર દેખાતું અશોક ચક્ર ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સ્થાન પામ્યું છે.

રાષ્ટ્રીય પંચાંગ

Wiki letter w.svg   આ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.
ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ ભારતનું અધિકૃત કેલેન્ડર છે. સરકારી કામકાજોમાં,ઓલ ઇન્ડિયા રેડિયોનાં સમાચાર પ્રસારણોમાં વિગેરેમાં ગ્રેગોરીયન પંચાંગની સાથે આ પંચાંગ વપરાય છે.
આ કેલેન્ડર શક સંવંત પર નિર્મિત છે. હાલમાં (ડિસેમ્બર ૨૦૦૮) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ મુજબ શાકે ૧૯૩૦ નું વર્ષ ચાલે છે.

[ફેરફાર કરો] બંધારણ


માસ
દીવસો
શરૂ થવા તારીખ (ગ્રેગોરીયન)
૩૦/૩૧
૩૧
૩૧
૩૧
૩૧
૩૧
૩૦
૩૦
૩૦
૧૦
૩૦
૧૧
૩૦
૧૨
૩૦
  • (*) લીપવર્ષમાં ચૈત્રમાસ ૩૧ દીવસનો હોયછે,અને ૨૧ માર્ચથી શરૂ થાય છે.

રાષ્ટ્રીય પંચાંગ

Wiki letter w.svg   આ લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો છો.
ભારતીય રાષ્ટ્રીય પંચાંગ (શક કેલેન્ડર) એ ભારતનું અધિકૃત કેલેન્ડર છે. સરકારી કામકાજોમાં,ઓલ ઇન્ડિયા રેડિયોનાં સમાચાર પ્રસારણોમાં વિગેરેમાં ગ્રેગોરીયન પંચાંગની સાથે આ પંચાંગ વપરાય છે.
આ કેલેન્ડર શક સંવંત પર નિર્મિત છે. હાલમાં (ડિસેમ્બર ૨૦૦૮) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ મુજબ શાકે ૧૯૩૦ નું વર્ષ ચાલે છે.

[ફેરફાર કરો] બંધારણ


માસ
દીવસો
શરૂ થવા તારીખ (ગ્રેગોરીયન)
૩૦/૩૧
૩૧
૩૧
૩૧
૩૧
૩૧
૩૦
૩૦
૩૦
૧૦
૩૦
૧૧
૩૦
૧૨
૩૦
  • (*) લીપવર્ષમાં ચૈત્રમાસ ૩૧ દીવસનો હોયછે,અને ૨૧ માર્ચથી શરૂ થાય છે.

જન ગણ મન

જન ગણ મનની સંગીત રચના (જન ગણ મન,સંગીત)
જન ગણ મન (બંગાળી: জন গণ মন Jôno Gôno Mono) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] રાષ્ટ્રગીત

ગુજરાતીમાં
જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે,
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે જય જય જય જય હે
મુળ બંગાળી લિપિમાં
জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
পঞ্জাব সিন্ধু গুজরাট মরাঠা দ্রাবিড় উত্কল বঙ্গ
বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ
তব শুভ নামে জাগে, তব শুভ আশিস মাগে,
গাহে তব জয়গাথা
জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয়, জয় হে

[ફેરફાર કરો] કવિતાની બાકીની પંક્તિઓ

પતન-અભ્યુદય-વન્ધુર-પંથા,
યુગયુગ ધાવિત યાત્રી,
હે ચિર-સારથી,
તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે
તવ શંખધ્વનિ બાજે,
સંકટ-દુખ-શ્રાતા,
જન-ગણ-પથ-પરિચાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |

ઘોર-તિમિર-ઘન-નિવિઙ-નિશીથ
પીઙિત મુર્ચ્છિત-દેશે
જાગ્રત દિલ તવ અવિચલ મંગલ
નત નત-નયને અનિમેષ
દુસ્વપ્ને આતંકે
રક્ષા કરિજે અંકે
સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુખત્રાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |

રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ
પૂરબ-ઉદય-ગિરિ-ભાલે, સાહે વિહન્ગમ, પૂએય સમીરણ
નવ-જીવન-રસ ઢાલે,
તવ કરુણારુણ-રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર,
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે |

[ફેરફાર કરો] જાણવા જેવું

રવીન્દ્રનાથ ટાગોર
ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા આમાર શોનાર બાંગ્લા બાંગ્લાદેશનાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.

વંદે માતરમ્

વંદે માતરમ ભારત દેશ નું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં "વંદે માતરમ્" એક લોકપ્રીય સૂત્ર હતું.
વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશીત કર્યું હતું.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] ગીત

(સંસ્કૃત મૂળ ગીત)
सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरंम् .
शुभ्र ज्योत्सनाम् पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम् .
सुखदां वरदां मातरम् ॥

कोटि कोटि कन्ठ कलकल निनाद कराले
द्विसप्त कोटि भुजैर्ध्रत खरकरवाले
के बोले मा तुमी अबले
बहुबल धारिणीम् नमामि तारिणीम्
रिपुदलवारिणीम् मातरम् ॥

तुमि विद्या तुमि धर्म, तुमि ह्रदि तुमि मर्म
त्वं हि प्राणाः शरीरे
बाहुते तुमि मा शक्ति,
हृदये तुमि मा भक्ति,
तोमारै प्रतिमा गडि मन्दिरे-मन्दिरे ॥

त्वं हि दुर्गा दशप्रहरणधारिणी
कमला कमलदल विहारिणी
वाणी विद्यादायिनी, नमामि त्वाम्
नमामि कमलां अमलां अतुलाम्
सुजलां सुफलां मातरम् ॥

श्यामलां सरलां सुस्मितां भूषिताम्
धरणीं भरणीं मातरम् ॥

(બંગાળી મૂળ ગીત)
સુજલાં સુફલાં મલયજશીતલામ્
શસ્યશ્યામલાં માતરમ્
શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્
સુખદાં વરદાં માતરમ્

કોટિ કોટિ કણ્ઠ કલકલનિનાદ કરાલે
કોટિ કોટિ ભુજૈર્ધૃતખરકરબાલે
કે બલે મા તુમિ અબલે
બહુબલધારિણીં નમામિ તારિણીમ્
રિપુદલવારિણીં માતરમ્

તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વ્મ્ હિ પ્રાણ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ
હૃદય઼ે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડ઼િ મન્દિરે મન્દિરે

ત્બં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ બિહારિણી
બાણી બિદ્યાદાય઼િની ત્બામ્
નમામિ કમલાં અમલાં અતુલામ્
સુજલાં સુફલાં માતરમ્

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્
ધરણીં ભરણીં માતરમ્

[ફેરફાર કરો] ઇતિહાસ

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનન્દ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે.
કોંગ્રેસનાં કલકત્તા અધિવેશન (૧૮૯૬)માં, રવીન્દ્રનાથ ઠાકુરે એને લય બદ્ધ રીતે અને સંગીત સાથે ગાયું. શ્રી અરવિન્દે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂ માં ભાષાંતર કર્યું છે.
૧૯૩૭ માં આ ગીત ના ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નેહરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદો ને માન્યાતા આપવાનું કારણ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં ૨૪ જાન્યૂઆરી ૧૯૫૦નાં રોજ એક વક્તવ્ય રજૂ કર્યું જેનો સ્વીકાર કરવામાં આવ્યો. આ વક્તવ્યમાં વંદે માતરમ્ ના ફક્ત પહેલા બે અનુચ્છેદોને જ માન્યતા આપવામાં આવી છે. આ બે અનુચ્છેદ જ પ્રાસંગિક છે અને તેને જ રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રદાન કરેલો છે. ડો. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સભામાં રજૂ કરેલાં વક્તવ્યનો એક ભાગ નીચે આપ્યો છે,(સંદર્ભ આપો)
શબ્દો અને સંગીતની એ રચના જેને જન ગણ મનથી સંબોધિત કરવામાં આવે છે તે ભારતનું રાષ્ટ્રગીત છે, બદલાવના એવા વિશેષ અવસર આવવા પર સરકાર આધિકૃત કરે, અને વન્દે માતરમ્ ગાન, જેણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા નિભાવી છે, તેને જન ગણ મનની સમકક્ષ સન્માનિય પદ મળે. (હર્ષધ્વનિ) હું આશા કરું છું કે આ સદસ્યોને સંતુષ્ટ કરશે. (ભારતીય સંવિધાન પરિષદ, ખંડ દ્વાદશ:૨૪-૧-૧૯૫૦)
આ ગીત સર્વપ્રથમ ૧૮૮૨માં પ્રકાશિત થયું હતું. આ ગીતને સૌ પહેલાં ૭ સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજ કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ૨૦૦૫માં આના સો વર્ષ પૂરા થવાનાં ઉપલક્ષ માં ૧ વર્ષનાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહ ૭ સપ્ટેમ્બર એ સમાપ્ત થયો. આ સમાપનનુ અભિવાદન કરવા માટે માનવ સંસાધન મંત્રાલય આ ગીત ને ૭ સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે નિશાળોમાં ગાવાની વાત કરી. પરંતુ પછીથી અર્જુન સિંહે જાહેર કર્યુ કે ગીત ગાવાનું કોઇ માટે આવશ્યક નથી કરવામાં આવ્યું, એ સ્વેચ્છા પર નિર્ભર કરે છે(સંદર્ભ આપો)

[ફેરફાર કરો] વિવાદ

આનંદ મઠ ઉપન્યાસ પર અમુક વિવાદ છે અમુક લોકો તેને મુસલમાન વિરોધી માને છે. તેમનું કહેવું છે કે આમાં મુસલમાનોને વિદેશી અને દેશદ્રોહી બતાવવામાં આવ્યાં છે. વંદે માતરમ્ ગાવા પર પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતની પહેલી બે કડી, જે પ્રસાંગિક છે, તેમાં કોઈ પણ મુસલમાન વિરોધી વાત નથી અને ન કોઈ દેવી કે દુર્ગાની અરાધના કરી છે પણ આવા વિરોધ કરતાં લોકોનું કહેવું છે કે,
  • મુસ્લિમ ધર્મમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવાની મનાઇ છે અને આ ગીતમાં માઁ ની વંદના કરવામાં આવી છે;
  • આ એવા ઉપન્યાસમાંથી લેવામાં આવ્યું છે જે મુસ્લિમ વિરોધી છે;
  • બે કડી પછીનું ગીત જેને કોઈ મહત્વ આપવામાં નથી આવ્યું, જે પ્રસાંગિક પણ નથી તેમાં મા દુર્ગાની આરાધના છે.
જોકે એવું નથી કે ભારતનાં બધાં મુસલમાનોને આ ગીત સામે વિરોધ છે કે બધાં હિંદુ એને ઉત્સાહથી ગાય છે. એ પણ ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલાં સંગીતકાર એ.આર.રહમાને કે જે પોતે એક મુસલમાન છે, 'વંદેમાતરમ્'ગીતને લઈ એક એલ્બમ તૈયાર કર્યું હતું જે ખૂબ લોકપ્રિય થયું છે. બહુમતિ લોકોનું માનવું છે કે આ વિવાદ રાજનૈતિક વિવાદ છે. ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે ખ્રિસ્તી લોકો પણ મૂર્તિ પૂજન નથી કરતા પણ તેઓ દ્વારા આ વિષે કોઈ વિવાદ નથી.
  • જે લોકો વન્દે માતરમ ના વિવાદ મા છે. તે મુર્ખ છે.

[ફેરફાર કરો] કાયદો

શું કોઈને કોઈ ગીત ગાવા માટે મજબૂર કરી શકાય કે નહીં ? આ પ્રશ્ન સર્વોચ્ચ અદાલત સમક્ષ Bijoe Emmanuel Vs. State of Kerala AIR 1987 SC 748 [૨] વાદમાં ઉઠાવવામાં આવ્યો હતો. આ વાદમાં અમુક વિદ્યાર્થિઓ ને સ્કૂલમાંથી એટલા માટે કાઢી મુકવામાં આવ્યાં હતા કેમ કે તેમણે રાષ્ટ્રગીત જન ગણ મન ગાવાની ના પાડી દિધી હતી. આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં રાષ્ટ્રગીતનાં સમયે તેના સમ્માનમાં ઊભા તો થતાં હતાં તેનું સન્માન કરતાં હતાં પણ ગાતાં ન હતા. તેમને ગાવાનું કહેવામાં આવતાં માટે તેમણે ના પાડી હતી. સર્વોચ્ચ અદાલતે તેમની યાચિકા સ્વીકાર કરી અને તેમને સ્કૂલમાં પછા લેવાનું કહ્યું. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રગીતનું સન્માન કરે છે પણ તેને ગાતો નથી તો એનો મતલબ એમ નથી કે તે એનું અપમાન કરી રહ્યાં છે. તેને ન ગાવા પર ન તો દંડિત યા ન તો પ્રતાડ઼િત કરી શકાય. વંદેમાતરમ રાષ્ટ્રગાન છે તેને જબરજસ્તી ગાવડાવવા માટે મજબૂર કરવામાં પણ આ જ કાયદો/નિયમ લાગશે.

ગંગા નદી

(ગંગા થી અહીં વાળેલું)
ગંગાને તીરે સવાર
ગંગા નદી ભારતની મહાનતમ નદીઓ માંની એક ગણાય છે. હિંદુ ધર્મમાં તે સૌથી પવિત્ર નદી છે. ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે.
ગંગાની લંબાઇ ૨૫૧૦ કિ.મી. (૧૫૫૭ માઇલ) છે. યમુના અને ગંગા મળીને ઉતર ભારત અને બાંગ્લાદેશનાં ફળદ્રુપ અને સપાટ પ્રદેશો રચે છે અને દુનિયાની સૌથી વધુ વસ્તીને પોષણ પુરું પાડે છે. દુનિયાના ૧૨ માંથી ૧ માણસ (દુનિયાની વસ્તીના ૮.૫%) ગંગા અને યમુનાના પાણીથી સિંચાતા પ્રદેશમાં રહે છે. વસતીને લીધે પર્યાવરણ અને વનચર પ્રાણીઓનો નાશ એક ચિંતાનો વિષય બની ગયો છે.
ગંગામાં બે પ્રકારની ડોલ્ફીન માછલી મળી આવે છે - ગંગા ડોલ્ફીન અને ઇરાવાડી ડોલ્ફીન. ગંગામાં શાર્ક માછલી - ગ્લીફીસ ગંગેટિકસ - પણ મળી આવે છે - નદીના પાણીમાં શાર્ક ભાગ્યે જ મળી આવતી હોય છે.

[ફેરફાર કરો] ભૌગોલીક

ગંગા તથા તેની શાખાઓ નો નક્શો
ગંગાનું મૂળ ઉત્તરાંચલ રાજ્યમાં હિમાલયની ગંગોત્રી હિમનદીમાં છે. શરુઆતની નદીને ભાગીરથી કહેવાય છે. દેવપ્રયાગ નજીક તે અલકનંદા નદીને મળે છે. આ બેય નદીના સંગમ પછી તે ગંગા નદીને નામે ઓળખાય છે. ગંગા હિમાલયની ખીણોમાંથી પસાર થતી હરિદ્વાર પાસે બહાર નીકળે છે. સપ્ટેમ્બરથી માર્ચ દરમિયાન અહિ ખાસ્સુ રાફટીંગ થાય છે.
ઉત્તરપ્રદેશ અને બિહારના સપાટ પ્રદેશોમાંથી નીકળતી ગંગા ત્યાંની મુખ્ય નદી છે. તેમાં કોશી, ગોમતી, સોણે અને યમુના ભળે છે. યમુનાનું પોતાનું મહત્વ ઘણુ છે અને તે પ્રયાગ પાસે ગંગામાં ભળે છે આથી પ્રયાગ તીર્થધામ છે. પ્રયાગ અત્યારે અલ્હાબાદ તરીકે ઓળખાય છે. ગંગાના કિનારા પર કાનપુર, અલ્હાબાદ, વારાણસી અને પટના એવા ઔદ્યોગિક શહેરો પણ આવેલા છે.

[ફેરફાર કરો] પૌરાણીક કથા

ગંગાનું પૃથ્વી પર અવતરણ, રવિવર્મા નું તૈલચિત્ર
રામાયણમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ગંગાની ઉત્પતિની વાત કરે છે. તે પ્રમાણે સગર રાજાને ૬૦,૦૦૦ પુત્રો સરખી પ્યારી પ્રજા હતી. જ્યારે સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા ઇન્દ્ર તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મુકી આવ્યો. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિને અશ્વ ચોરવા માટે અપમાન કર્યુ. ત્યારે કપિલ મુનિએ તેમને બાળીને મારી નાંખ્યા. સગરને આ વાતની ખબર પડી અને પોતાના પુત્રોની સદ્ગતિ માટે પ્રાર્થના કરી. ત્યારે તેમના જાણવામાં આવ્યું કે સ્વર્ગની નદી ગંગા ને જો પૃથ્વી પર લાવવામાં આવે અને તેમાં તેના પુ્ત્રોના અસ્થિ પધરાવવામાં આવે તો તેમને સદ્ગતિ મળશે. સગર પછી તેનો પુત્ર અંશુમાન પછી દીલીપ વગેરેએ ગંગાને લાવવાના વ્યર્થ પ્રયત્નો કર્યા. છેવટે ભગીરથ રાજાના તપ અને કાર્યથી ગંગા પૃથ્વી પર આવવા રાજી થઇ. પરંતુ ગંગાના પ્રવાહને જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો તે પાતાળમાં જતી રહે. આથી ભગીરથે ભગવાન શંકરને ગંગાના પ્રવાહને ઝીલી લેવા વિનંતિ કરી. છેવટે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી અને ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધી.
શંકરે જટામાંથી ગંગાની નાની ધારને વહાવીને પૃથ્વી પર પડવા દીધી. પછી ભગીરથ જ્યાં પણ ગયો ત્યાં ગંગા પાછળ આવતી ગઇ. રસ્તામાં જહ્નુ ઋષિના આશ્રમમાં ગંગાએ વિનાશ કર્યો આથી જહ્નુ મુનિ તેને પી ગયા અને ભગીરથની વિનંતીથી તેને પોતાના કાનમાંથી બહાર કાઢી. આમ તે જહ્નુની પુત્રી ગણાઇ અને તેનું નામ જ્હાનવી પણ પડયુ. ભગીરથ ગંગાને હિમાલયથી બંગાળ સુધી લઇ ગયા કે જ્યાં સગરના પુત્રોના અસ્થિ હતા. આમ તેમને પણ સદ્ગતિ પ્રાપ્ત થઇ.
Geographylogo.png
  ભૂગોળ વિષયક લેખ સ્ટબ છે. તમે આમાં ઉમેરો કરીને મદદરૂપ થઇ શકો

No comments:

Post a Comment