એક વાર માણસે કોયલને પૂછયું કે
કોયલ તારામાં કાળાશ ન હોત તો
તું કેટલી સારી હોત?
એક વાર માણસે સાગરને પૂછયું કે
સાગર તારામાં ખારાશ ન હોત તો
તું કેટલો સારો હોત?
વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે
હે ગુલાબ તારામા કંટંક ન હોત તો
તું કેટલું સારું હોત?
આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ
ત્રણેય એક સાથે બોલી ઉઠયા……
હે માનવ!!! તારામા બીજાના દોષ
જોવાની કુટેવ ના હોત…
તો તું કેટલો સારો હોત?…
માણસ જ્યાં સુધી શાંત મગજથી
વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.
જે ખુશી આપણે પ્રાપ્ત કરીએ છીએ
તેનો શ્રમ લાગે છે પણ જે ખુશી બીજાને આપીએ તેનો શ્રમ કદીએ લાગતો નથી.
લોભ અને કરકસર… આ બન્ને વચ્ચેનું અંતર સમજનાર માણસ સફળ અને સુખી થઇ શકે.
પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ
કળીઓને ખીલેલી રાખે છે.
No comments:
Post a Comment