Friday, 14 October 2011

પોપટ પાંજરામાં મીઠું મીંઠુ બોલે છે,


પોપટ પાંજરામાં મીઠું મીંઠુ બોલે છે,
એને સાંભળીને દિલ અમારું ડોલે છે.

લીલો લીલો રંગ એનો લીલો લીલો રંગ
રાતી રાતી ચાંચ કાળો કાંઠલાનો રંગ.

પેરું ખાય, મરચાં ખાય, ગોરસ- આમલી ખાય
રામરામ સીતારામ બોલતો જાય.

પટ પટ થાય એની ગોળ ગોળ આંખો
શોભે એની પૂંછડીને શોભે એની પાંખો.


કવિ - કલાપી


(
શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !

(
માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;
કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !

(
અનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !

(
વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !

(
મંદાક્રાન્તા)
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને, જોતાં ગાતો, સગડી પરનો, દેવતા ફેરવે છે.

(
અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ, અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે 'આવો, બાપુ !' કહી ઊભો.

(
શાર્દૂલવિક્રીડિત)
'
લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને'
બોલીનેઅશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
'
મીઠો છે રસ ભાએ! શેલડી તણો' એવું દયાથી કહી,
માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી !

(
વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈં વિચાર કરતો નર તે ગયો પી.

(
અનુષ્ટુપ)
'
બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા,'
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.

(
મંદાક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
'
શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !' આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

(
અનુષ્ટુપ)
'
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.

(
વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
'
એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !'

(
શાર્દૂલવિક્રીડિત)
'
પીતો'તો રસ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીં સમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?

(
ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ ! પ્રભુક્રુપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ, તમારી તો આશિષ માત્ર માગું !'

(
વસંતતિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો ! છલકાવી પ્યાલું !

(શબ્દો - વિકીસોર્સ)


વિ - ત્રિભુવન વ્યાસ
ગીત -  મેઘધનુષ્ય






તું અહીંયા રમવા આવ,
મજાની ખિસકોલી !

તું દોડ તને દઉં દાવ,
મજાની ખિસકોલી !

તું કેવી હસીને રમે,
મજાની ખિસકોલી !

તારા કૂદકા તો બહુ ગમે,
મજાની ખિસકોલી !

તું જ્યારે ખિલખિલ ખાય,
મજાની ખિસકોલી !

તારી પૂંછડી ઊંચી થાય,
મજાની ખિસકોલી !

તારે અંગે સુંદર પટા,
મજાની ખિસકોલી !

તારી ખાવાની શી છટા,
મજાની ખિસકોલી !

તું ઝાડેઝાડે ચડે,
મજાની ખિસકોલી !

કહે કેવી મજા ત્યાં પડે?
મજાની ખિસકોલી !

બહુ ચંચળ તારી જાત,
મજાની ખિસકોલી !

તું ઉંદરભાઇની નાત,
મજાની ખિસકોલી !

No comments:

Post a Comment