Friday, 14 October 2011

ગુજરાતી વ્યાકરણ હવે


શનિવાર, December 15, 2007 · 5:17 pm12
ગુજરાતી વ્યાકરણ હવે ‘NET-ગુર્જરીપર !!
ગુજરાતી વ્યાકરણના પાઠો : [1]
જુગલકીશોર.
**************************************************************
સ્વર અને વ્યંજન :
———————
કોઈપણ ભાષા/બોલીને માટે જરુરી છે ધ્વની. આ ધ્વની ગળામાંથી નીકળે છે. શ્વાસ લેતાં આપણે બોલતાં નથી, કારણ કે શબ્દો માટે જે જરુરી હોય છે તે ધ્વનીને ઉચ્છ્વાસ દરમીયાન બહાર આવતી વખતે હવા લેતી આવે છે. અર્થાત્ ઉચ્છ્વાસ વખતે બહાર નીકળતી હવા દ્વારા ભાષા માટેના ધ્વની મળે છે.
આ બહાર નીકળતી હવા કોઈપણ જગ્યાએ અટક્યા વગર નીકળે અને આપણે ધ્વની કાઢીએ તો તે બધા જ ધ્વનીને સ્વરો કહેવાય. અ,,ઈ વગેરે બોલતી વખતે નીકળતી હવાને ક્યાંય પણ અટકાવ્યા વગર નીકળવા દઈને સ્વરયંત્ર આપણને સ્વર-ધ્વનીઓ આપે છે.
એ જ રીતે બહાર નીકળતી હવા જો ક્યાંય પણ અટકીને કે ઘસાઈને નીકળે અને એને કારણે જે ધ્વનીઓ પ્રગટે તેને વ્યંજનો કહેવાય છે. ક્ થી ળ્ સુધીના આ  34 વ્યંજનોના પ્રકાર, હવા જ્યાં પણ અટકે છે કે ઘસાય છે તે સ્થાનના નામ પરથી નક્કી થયા છે. જેમ કે તાલવ્ય વ્યંજનો અને ઓષ્ઠ્ય વ્યંજનો અનુક્રમે તાળવા અને હોઠ પાસે હવા અટકવાને કારણે એ નામથી ઓળખાય છે.
ગુજરાતીમાં કુલ 42 બેતાલીસ મુળ અક્ષરો છે. એમાં આઠ સ્વરો અને બાકીના 34 વ્યંજનો છે.
ગળવાર, December 18, 2007 · 5:17 pm12
વ્યંજનો સદાય સ્વરના ઓશીયાળા !!
ગુજરાતી વ્યાકરણના પાઠો : [2]
જુગલકીશોર.
***************************************************************************************
સ્વર અને વ્યંજન-ભેદ

સ્વર એ સ્વતંત્ર ધ્વની છે અને તેના ઉચ્ચાર માટે એ કોઈનો ઓશીયાળો નથી. કોઈ પણ સ્વર સ્વતંત્ર રીતે બોલી શકાય છે.
જ્યારે ક્ થી લઈને ળ્  સુધીના બધા જ વ્યંજન સ્વતંત્ર રીતે બોલી શકાતા નથી ! વ્યંજનને પુર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો જ પડે છે. આપણે જ્યારે ક કે ન બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે.કાનએવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા ન્ + અ એમ ઉચ્ચાર કરવાના થાય છે. અર્થાત્ ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલો કદી ઉચ્ચારી શકાતો નથી ! તમે પ્રયત્ન કરી જુઓ, અ ને ભેળવ્યા વીના આખો ક બોલી જુઓ !! જીભ કંઠ પાસે જ અટકી જશે !
સ્વરની બીજી ખુબી જે છે કે તેના ઉચ્ચાર વખતે હવા ક્યાંય પણ રોકાતી નથી તેને જ લીધે સંગીતમાં જ્યારે આલાપ લેવાના આવે ત્યારે સ્વરનો જ આશરો લેવાય છે કારણ કે એને ઉચ્ચારવામાં હવાને ક્યાંય કરતાં ક્યાંય અટકાયત થતી જ નથી.
આપણે જેને કક્કો કહીએ છીએ તે ક થી જ્ઞ સુધીના અક્ષરોમાં ક્ષ અને જ્ઞ બંને હકીકતે ક્શ અને ગ્ન હોઈ એની ગણના સ્વતંત્ર વ્યંજનો તરીકે થતી નથી. એ જ રીતે અને એ બંને સ્વરો પણ અ + ઇ અને અ + ઉ મળીને થતાં હોઈ એને પણ સ્વતંત્ર સ્વર ગણાતા નથી.
હવે આપણે જેને બારાખડી [બાર અક્ષરી] કહેતાં આવ્યાં છીએ તે ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં. ક: એ બાર અક્ષરો પણ શીખવા પુરતા જ છે. આપણા આઠમા-નવમા ધોરણના ગુજરાતી અભ્યાસક્રમ મુજબ સ્વરો આઠ જ હોઈ બારાખડીને બદલે આઠાખડી કહી શકાય.
કક્કાને જે રીતે શીખવવામાં આવે છે તે કોઠો જો ધ્યાનથી જોઈશું તો આપણે આપણી માતૃભાષા માટે અત્યંત ગૌરવ અનુભવી શકીશું !!! જાણવું છે ? એ કોઠા વીષે ? જાણવી છે એની અજબની શાસ્ત્રીયતા ? તો જુઓ
| | | |      [કંઠના સ્થાને જીભ અટકે ]
| | | |     [તાળવા પાસે જીભ અટકે ]
  | | |      [મુર્ધ સ્થાને જીભ અટકે ]
| | | |      [દાંતના સ્થાને જીભ અટકે ]
| | | |      [ હોઠના સ્થાને હવા અટકે ]
અહીં સુધી તો બરાબર છે પણ ખરી મજા તો દરેક લાઈનમાંના પાંચેય અક્ષરોની જે ગોઠવણી થઈ છે તેની શાસ્ત્રીયતા છે. એની વીગતો જાણીને તો દંગ જ થઈ જવાય તેવું છે !! આ એક-બે બાબતોમાં જ આપણી ભાષા અંગ્રેજી વગેરે કરતાં કેટલી બધી શાસ્ત્રીય રીતે ગોઠવાઈ છે તેની જાણ થાય છે……
પરંતુ તે હવે આવતે અંકે.
બુધવાર, December 19, 2007 · 5:17 pm12
કક્કાને સમજવા મથો, કોઈ ન જુએ એમ !!
ઘોષ-અઘોષ તથા અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોની અદ્ભુત ગોઠવણી !!
જુગલકીશોર.  
ગયા લેખમાં આપણે આપણા કક્કા માટે જે ગૌરવની વાત કરી હતી તેના અનુસંધાનમાં આજે એક સરસ વાત મુકી રહ્યો છું. આ વાત છે આપણા કક્કાની ગોઠવણી પાછળનું શાસ્ત્રીય સ્વરુપ.
આ કક્કો જે રીતે બોલાય છે તેનો ક્રમ જોઈશું તો આપણને સાચ્ચે જ આશ્ચર્ય થશે. આ કક્કામાં પાંચેય લાઈનોની આડી-ઉભી રચનાઓમાં ત્રણ મહત્ત્વના વીભાગોનો સમાવેશ થાય છે. એક મુખ્ય વીભાગ છે ઘોષ-અઘોષ વ્યંજનોનો; બીજો છે અલ્પપ્રાણ-મહાપ્રાણ અક્ષરોનો અને ત્રીજો છે અનુસ્વારોનો. આમાંના પ્રથમ બન્નેને આજે એકસાથે જોઈ લઈએ….
અઘોષ                    સ-ઘોષ
==========/  =========/      
અલ્પ-  મહા-    અલ્પ-   મહા- 
પ્રાણ    પ્રાણ     પ્રાણ      પ્રાણ     અનુસ્વાર
====/====/=====/=====/=======/
                                                      [ङ्ઠ્ય ]
                                                     [તાલવ્ય ]
                                                       [મુર્ધન્ય ]
                                                     [દંત્ય ]
                                                      [ઓષ્ઠ્ય ] 
સહપાઠીઓ, આ કોઠો જ આપણને મુગ્ધ બનાવી મુકનારો મેં કહ્યો હતો ! એને જરા ઝીણવટથી જોઈને યાદ રાખવા પ્રયત્ન કરશો તો મઝા પડશે.  
સૌથી પ્રથમ જોઈએ તો આ પાંચ પાંચ અક્ષરોની પાંચેય આડી લાઈનો જીભની અને હોઠની અટકાયતને કારણે ઉચ્ચારાતા વ્યંજનોની છે જે આપણે જોઈ ગયાં છીએ. હવાની અટકાયત જ્યાં જ્યાં થાય છે તે સ્થાનના નામ પ્રમાણે તે તે અક્ષરોને ઓળખવામાં આવે છે.  
પરંતુ ઉભી લાઈનો જે છે તે દરેક ઉભી લાઈનમાં આવેલા અક્ષરોના કુલ ત્રણ પ્રકારો બતાવે છે.  
પ્રથમ બે ઉભી લાઈનો અઘોષ અક્ષરોની છે જેને આપણે બોલ્ડ કર્યા નથી. બીજી બે લાઈનો સ-ઘોષ અક્ષરોની છે જે બોલ્ડ અક્ષરોમાં છે. આ થયો પ્રથમ પ્રકાર. ઘોષ અને અઘોષ અક્ષરોનો.
બીજો પ્રકાર છે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ અક્ષરોનો. બંને ઉભાં ખાનાંમાં [ઘોષ ખાનું અને અઘોષ ખાનું] પ્રથમ ઉભી લીટી કે જે ઈટાલીક અક્ષરોમાં છે તે અલ્પપ્રાણ અક્ષરોની છે જ્યારે બીજી ઉભી લીટીના અક્ષરો કે જે ઈટાલીકમાં નથી. આ બંને મુખ્ય ખાનાંઓમાંની બન્ને પ્રથમ લાઈનોનો રંગ એક સરખો છે વાદળી છે જ્યારે બીજી બન્નેનો રંગ લાલ રંગનો છે.
આ કોઠાનો ત્રીજો પ્રકાર અનુસ્વારોનો છે જેને વીષે આત્યારે વાત કરવાની નથી.
અઘોષ સઘોષ અક્ષરો :
કોઈપણ અક્ષરને ઉચ્ચારતી વખતે કાનમાં આંગળીઓ ભરાવીને જરા મોટેથી બોલશો, સહપાઠીઓ ? જુઓ, અઘોષ ખાના નીચેના કોઈ પણ અક્ષરને કાનમાં આંગળીઓ ભરાવીને બોલો અને ઘોષ ખાનાના પણ કોઈપણ અક્ષરને  એ જ રીતે ઉચ્ચારી જુઓ. તમને બંને વચ્ચે સ્પષ્ટ ભેદ સંભળાશે !! સઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે ગળાનો હૈડીયો વધુ ઘેરો અવાજ કાઢશે જ્યારે અઘોષ અક્ષરોના ઉચ્ચાર વખતે હૈડીયો શાંત જેવો જણાશે ! આ બે ભેદને લીધે બે ભાગ પડ્યા તે સમજાયું હશે.
અલ્પપ્રાણ મહાપ્રાણ :
એ જ રીતે હવે એક નવી રમત કરી જુઓ : અઘોષ-સઘોષ બન્ને ખાનાંઓમાની એક જ રંગની આડી લાઈનમાંથી કોઈપણ  અલ્પપ્રાણ વીભાગના અક્ષરને ઉચ્ચારો દા.ત. પ્રથમ આડી લાઈનમાંનો અલ્પપ્રાણનો ક ઉચ્ચારો. હવે ક ને જ ઉચ્ચારવાનો છે પરંતુ આ વખતે ક ને ઉચ્ચારતી વખતે ગળામાંથી હવા [પ્રાણ]ને વધુ જોરથી ફેંકવાની છે.
યાદ રાખો કે બોલવાનો તો છે ફક્ત ક ! પરંતુ પહેલી વાર સાધારણ હવા ફેંકવાની છે જ્યારે બીજી વાર હવા જોરથી ફેંકવાની છે !! એ જ રીતે ચ નો ઉચ્ચાર કરી જુઓ. એક વાર ઓછી હવા ફેંકો અને બીજી વાર વધુ અને જોરથી હવા ફેંકતાં જ ચ નો ઉચ્ચાર કરો.
તમે ગમે તેટલી કોશીશ કરશો તો પણ વધુ હવા ફેંકતી વખતે તમે ક કે ચ બોલી જ નહીં શકો !! હવા વધુ ફેંકતાં જ ક નો ખ થઈ જશે અને ચ નો છ થઈ જ જશે !!! આ છે મહાપ્રાણનો જાદુ !
અહીં હું અટકું છું. પણ આ પાંચેય આડી-ઉભી લાઈનો શા માટે ગોઠવાઈ છે ?! શા માટે ક પછી ખ ને મુક્યો છે, અને ચ પછી છ ને જ મુક્યો છે ?! ક અને ગ ની તથા ખ અને ઘ ની વચ્ચે શું સંબંધ છે ?!
આ બધા સવાલોની ચર્ચા આવતે વખતે ! ત્યાં સુધી કચ્ચા પાપડ, પક્કા પાપડની આ રમત સૌ કોઈ [અલબત્ત કોઈ ન જુએ એ રીતે] કરશો તો મારી આ મહેનત ફળશે. 
                                  *******=======*******
સોમવાર, December 24, 2007 · 5:17 am12
અનુનાસીકો આભડછેટ પાળતાં મરજાદીઓ છે !!
***************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 4
જુગલકીશોર.
***************************************************************
સહયોગીઓ,
ગયે અંકે આપણે કક્કાની આડી-ઉભી લાઈનોની વાત કરી હતી. આપણે જોઈશું તો ઉચ્છ્વાસમાં નીકળતી હવા સ્વરતંત્રીઓને ધ્રુજાવીને ધ્વની તો ઉત્પન્ન કરે છે પરંતુ હવા નીકળતાં નીકળતાં તે જ્યાં પણ જીભ કે હોઠ વગેરેના સહારે અટકે છે ત્યાંથી અલગ અલગ ધ્વની આપે છે. જે સ્થાને હવાની અટકાયત થઈ હોય એ સ્થાનના નામ ઉપરથી એ ધ્વનીઓનાં નામ પડ્યાં છે. જેમ કે कङठ्य, तालव्य, मुर्धन्य, दन्त्य, ओष्ठ्य વગેરે. ઉપરથી નીચે આવતી લાઈનો તપાસશો તો ખ્યાલ આવશે કે સ્વરયંત્રથી હોઠ સુધીના હવાના માર્ગનો ક્રમ પણ બરાબર જળવાય તેનું ધ્યાન આ વ્યાકરણીઓએ રાખ્યું છે.
આડી લાઈનોમાં આવતો ક્રમ પણ, ગયા અંકમાં રંગીન અક્ષરોમાં બતાવ્યા મુજબ, પહેલાં અઘોષ-અલ્પપ્રાણ, પછી અઘોષ-મહાપ્રાણ, ત્યાર બાદ ઘોષ-અલ્પપ્રાણ અને પછી ઘોષ-મહાપ્રાણ. આ જ ક્રમે, પાંચેય લાઈનોના અક્ષરોને પુરી શાસ્ત્રીયતાથી રાખીને ગોઠવવામાં આવ્યો છે.
હવે આજે આપણે જોઈ લઈએ કે ઉભી લાઈનોમાંની છેલ્લી લાઈનમાંના અક્ષરોને પણ આગળ હમણાં જ  બતાવ્યું તેમ હવાના અટકવાનાં સ્થાન મુજબનાં નામો આપ્યાં છે એ જ નામો લાગુ પડે છે. આ પાંચમી ઉભી લાઈન કોની છે એ હવે જોઈએ.
આ લાઈનમાં આવતા પાંચેય અક્ષરો અનુસ્વારો -અનુનાસીકો છે. એ પાંચેય અક્ષરોની જમાતની મહત્વની શરત એ છે કે એનો ઉચ્ચાર નાક ખુલ્લું હોય તો જ થઈ શકે ! અર્થાત્ કોઈપણ ઉચ્ચાર વખતે જો અનુનાસીકને સાથે રાખવાનો હોય તો નાક ખુલ્લું હોવું જ જોઈએ. (શરદી હોય ત્યારે આ વાત વધુ સારી રીતે સમજાશે !) અનુસ્વાર સાથેનો કોઈપણ ધ્વની નાક બંધ રાખીને સ્પષ્ટ રીતે બોલી શકાતો નથી. [પ્રયોગ કરવાની છુટ છે ! ]
એક વાત યાદ રાખીએ કે કોઈ પણ અનુસ્વારનો સંબંધ એ જે અક્ષરની ઉપર વાંચવામાં આવે છે તેની સાથે નહીં પણ એની પછીના અક્ષર સાથે હોય છે. જેમકે, રંભા કે પંકજમાં જોવા મળતા અનુસ્વારો અનુક્રમે ર કે પ સાથે નહીં પણ ભા અને ક સાથે ગણાય છે. દા.ત. રમ્ભા, કજ.
આ અનુનાસીકો પાછા બહુ જ મરજાદીઓ છે ! એ દરેક અનુનાસીક [આપણે સમજવા ખાતર એને 'અનુસ્વાર' જ કહીશું] પોતાની લાઈનમા (પંગતમાં) બેઠેલા અક્ષરો સાથે જ કામ કરવાની છુટ આપે છે. એક આડી લાઈનનો અનુસ્વાર  બીજી કોઈપણ આડી લાઈનના અક્ષર સાથે બેસવા તૈયાર થતો નથી ! એ આવી આભડછેટ રાખે છે.  [ આ વાત ફક્ત કાન સાથે જ લાગુ પડે છે; કાગળ ઉપર આપણે હવે એને લખતાં નથી ] જુઓ : 
કંઠ્ય લાઈનનો અનુસ્વાર ફક્ત ક-ખ-ગ-ઘ સાથે જ કામ કરશે;
તાલવ્ય લાઈનનો અનુસ્વાર ફક્ત ચ-છ-જ-ઝ સાથે જ જામશે;
મુર્ધન્ય લાઈનના અનુસ્વાર નું ફક્ત ટ-ઠ-ડ-ઢની સાથે જ ઠેકાણું પડશે;
દંત્ય લાઈનનો અનુસ્વાર ફક્ત ત-થ-દ-ધની સાથે જ ધામા નાખશે, જ્યારે
ઓષ્ઠ્ય લાઈનનો અનુસ્વાર ફક્ત પ-ફ-બ-ભ અક્ષરોની સાથે જ ભળશે !!
તમે અનુસ્વારવાળો કોઈ પણ અક્ષર ઉચ્ચારી જુઓ. એ ઉચ્ચાર એની લાઈનના અનુસ્વારથી જ ઉચ્ચારાશે !! પ્રથમ લાઈનના પંકજશબ્દનો અનુસ્વાર સાંભળો; ‘ખંખેરવુંશબ્દ સાંભળો કે પછી બીજી લાઈનના કાંચનકેમંછાશબ્દો સાંભળો ત્રીજીના કંટકકે મંડળસાંભળો કે ચોથી લાઈનનાપંથકે મંદઅને પાંચમીના ચંપલઅથવા અંબરશબ્દો સાંભળશો તો ખ્યાલ આવશે જ કે એ બધા જ અનુસ્વારો પોતપોતાની લાઈનના અક્ષરો સાથે જ સંબંધ રાખે છે !! ચમ્પલને ચન્કલ બોલાય નહી; એમ જ કન્ઠ કે કમ્ઠ બોલાય નહીં
પરંતુ આપણે કાળક્રમે પ્રથમ ત્રણેય અનુનાસીકો લખવાનું છોડી દીધું છે કારણ કે આપણી ગુજરાતી ભાષા સંસ્કૃત નામની દાદીમાની દીકરીની દીકરીની દીકરીની દીકરીની દીકરી છે !!!!! આપણે , તથા ણને ઉપરાંત ન અને મ ને પણ અક્ષર ઉપર મીંડું લખીને ચલાવીએ છીએ
અનુનાસીકો હવે ફક્ત મીંડા તરીકે જ રહ્યા છે !!
*************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 5
જુગલકીશોર. *************************************************************
અનુનાસીકો વ્યંજનો છે, અનુસ્વાર નથી.
ગુજરાતીમાં હ્રસ્વ ઈ-ઉ અને દીર્ઘ ઈ-ઉની ભુલો પછી બીજાનંબરે સૌથી વધુ ભુલો કદાચ આ બંને નાક સાથે સંકળાયેલાંઓને કારણે થતી હોય છે ! આપણું નાક કાપી લેનારાં આ બન્નેનો  ઉપયોગ સાચી રીતે કરવાનું થોડું અઘરું છે.  અનુસ્વારો જોડણીની દૃષ્ટીએ ભુલો કરાવે છે તે વાત સાચી છે પરંતુ આજે આપણે અહીં એને જોડણીના અનુસંધાને જોવાનાં નથી. આજે તો એને ફક્ત સમજવાનાં જ છે, કે એનું સ્થાન શું છે અને ક્યાં છે.  આપણે પ્રથમ જે રંગીન કોઠો જોયો તેમાં પાંચેય લાઈનોને છેવાડે આવેલા પાંચેય અનુનાસીકોને ઓળખ્યા હતા. તે અનુક્રમે , , , ન અને  મ આટલાં છે. હવે જરા ધ્યાનથી સમજવાની અને યાદ રાખવાની વાત આવે છે. તેને બરાબર સમજી લેશો. 
પાંચેય અનુનાસીકો બોલાય ત્યારે નાકમાંથી પણ ઉચ્છ્વાસની હવા નીકળતી હોય છે. (એટલે જ તો એ અનુનાસીકો છે ને !) તમારામાંથી કોઈએ પ્રયોગ કર્યો હશે તો ખ્યાલ હશે કે નાક દબાવીને તેનો ઉચ્ચાર બરાબર થઈ શકતો નથી.
પ્રથમ લાઈનના કોઈપણ અક્ષર સાથે જેમકે અં/ પંખો/ ભંગ/ લંઘન માં પ્રથમલાઈનના અનુનાસીક આવે છે; એ જ રીતે, મંચ/ મંછા/કુંજ અને ઝંઝામાં બીજી લાઈનના અનુનાસીકો આવે છેકંટક/ કંઠી/ ઠંડક/ સાંઢમાં ત્રીજી લાઈનના અનુ.આવે છે; દંત/ કંથ/ મંદ/ અને અંધમાં ચોથી લાઈનના અનુનાસીકો આવે છે જ્યારે કંપ/ હંફાવવું/ અંબા અને રંભામાં પાંચમી લાઈનના અનુનાસીકો આવે છે.
 હવે તમે જોઈ શકશો કે આમાં  બધી જ લાઈનોના બધા જ પ્રકારના અનુનાસીકો દરેકના સ્થાન પર આવી ગયા છે. અને એમાંનો કોઈ શબ્દ નાક બંધ કરીને સ્પષ્ટ બોલી શકાતો નથી.  કારણ કે એની શરત જ એ છે કે નાકમાંથી પણ સ્પંદીત હવા નીકળવી જ જોઈએ.  
હવે એક બીજી મહત્ત્વની વાત. આ બધા જ અનુનાસીકો સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા હતા અને ગુજરાતીમાં જ્યારે એનો ઉપયોગે થયો ત્યારે પ્રથમ ત્રણે લાઈનોના અનુસ્વાર અને ણ્  ને લેવાનું આપણે ધીમે ધીમે છોડી દીધું હતું અને કેવળ ન્ અને મ્ ને જ જાળવ્યા હતા. પરંતુ ધીમે ધીમે સ્કુલનાં બાળકો બોલાતા ઉચ્ચારના ભેદ સમજી ન શકે અને ભુલો ન કરે તેથી હોય કે ગમે તે કારણે પણ પાંચેય લાઈનોના અનુનાસીકોને અક્ષરની માથે મીંડું કરીને જ લખાતા થયા. આને કારણે કક્કામાં એ પાંચેય દેખાડાતા હોવા છતાં એનો વપરાશ શીખવાડાતો બંધ થયો. ( આ બાબતની ઐતીહાસીકતામાં આપણે નહીં જઈએ. પરંતુ સરકારી અભ્યાસક્રમ મુજબ આ અનુનાસીકોને લખાતા નથી એટલું જ આપણે શીખવા પુરતું.) વળી અમે જ્યારે એમ.એ.માં ભણતા ત્યારે ભાષાવીજ્ઞાનના આપણા વીદ્વાન અધ્યાપક એવા શ્રી શાંતીભાઈ આચાર્ય અમને  અને બોલાવતા ત્યારે અમારામાંથી ભાગ્યે જ કોઈ સાચો ઉચ્ચાર આ બન્નેનો કરી શકતા !! અમે થાકી જઈએ પણ  તો બોલી શકાતો જ નહીં. આ તો થઈ એક આડવાત પણ આ પાંચેયમાંથી પ્રથમ ત્રણને તો આપણે છોડ્યા પણ બાકીના બન્ને ન્ અને મ્ ને ય દેશવટો દઈ દીધો છે. હવે તો ફક્ત માથે મીંડા તરીકે જ એમનું અસ્તીત્વ રહ્યું છે.
આ થઈ અનુનાસીકોની વાત. હવે પછી કરીશું અનુસ્વારોની વાત….પરંતુ તે તો હવે આવતે હપ્તે જ…!                                                                    
નિવાર, January 5, 2008 · 5:17 pm01
સ્વર-વ્યંજન હપ્તો છેલ્લો.
**************************************************************
ગુજરાતી વ્યાકરણના પાઠો : 6
જુગલકીશોર.
***************************************************************  
ય થી ળ સુધીનાં વ્યંજનો અંગે
ગયા હપ્તા સુધી આપણે મોટાભાગે ક થી મ સુધીના અક્ષરો અંગે ચર્ચા કરી હતી. આજે હવે કક્કાના બાકીના અક્ષરો ય થી ળ અંગે કેટલીક માહીતી લઈશું.

ક થી મ સુધીના અક્ષરોમાં આપણે જોયું કે સ્વરયંત્રને કંપીત કરતી ઉચ્છ્વાસની હવા ગળાથી લઈને હોઠ સુધીના વીવીધભાગમાં જીભ-હોઠ દ્વારા રોકાઈને અનેક ધ્વનીને/અક્ષરોનેઉત્પન્ન કરે છે. પરંતુ મ પછીના ય થી લઈને ળ સુધીના બધા જ અક્ષરોનો ધ્વની હવા ક્યાંય પણ અટક્યા વીના’  ઉચ્ચારાય છે. ય, , , , , , , હ અને ળ બોલતી વખતે હવા સાવ અટકતી નથી.  આ બધા અક્ષરો વ્યંજનો જ હોવા છતાં સ્વરની માફક કોઈને કોઈ જગ્યાએ થી હવાને પસાર થવા દઈને ધ્વની આપે છે.

આ બધા અક્ષરોમાંના કેટલાક અક્ષરો વખતે જીભનો આકાર બદલે છે; ક્યાંક જીભની બન્ને બાજુએથી તો ક્યાંક જીભની ઉપરના ભાગેથી હવા સરતી જ રહે છે. એટલે જ ય થી લઈને ળ સુધીના અક્ષરોને અલ્પપ્રાણ-મહાપ્રાણ રુપે કે ઘોષ-અઘોષ રુપે આગળના અક્ષરો સાથે લીધા નથી. વળી આ અક્ષરોની રચનામાં એક બીજો પણ તફાવત છે જે ધ્યાન ઉપર તરત જ ચડે છે.
 
પ્રથમ ભાગના કથી મ સુધીના અક્ષરો એકલા ઉચારી જ શકાતા નથી. એમાં સ્વરને ઉમેરવામાં ન આવે ત્યાં સુધી એ સામા માણસને સંભળાતા જ નથી !! ક થે લઈને મ સુધીનો કોઈપણ અક્ષર  સ્વર ઉમેર્યા વીના ઉચ્ચારી જુઓ !! સામેના માણસને નક્કી વહેમ પડશે કે આ ભાઈ ( કે બહેન) બોલવામાંતોટડાય કે અચકાય છે ! જ્યારે ય થી ળ સુધીના અક્ષરોમાં સ્વર આપોઆપ ભળી જાય છે ને અક્ષરનો ઉચ્ચાર અટકતો નથી.

આ જ કારણસર આ બીજા વીભાગના વ્યંજનોને તેઓ વ્યંજનો હોવા છતાં સ્પર્શવ્યંજનો , અલ્પ કે મહાપ્રાણ વ્યંજનોઅનુનાસીક-સ્પર્શ વ્યંજનો, સંઘર્શી સ્પર્શવ્યંજનો, પાર્શ્વીક સ્પશ વ્યંજનો પ્રકંપી વ્યંજનો, થડકારવાળા વ્યંજનો કે અર્ધસ્વર-વ્યંજનો તરીકો ઓળખવામાં આવે છે !

આપણે જોયેલાં પાંચ સ્થાનોપર આવતા હવે પછીના અક્ષરોનાં સ્થ્આનો પહેલાં જોઈ લઈએ. આ સ્થાન હવે જાણીતાં થયાં જ છે:
કંઠ્ય સ્થાને આવતા અક્ષરો     :  (વ્યંજનો ) હ        (સ્વરો) અ તથા આ
તાલવ્ય સ્થાને આવતા અક્ષરો :    “   ય અને શ       ( ” )  
મુર્ધન્ય(દાંત -તાળવા વચ્ચે)    :    “    ર અને ષ         “    
દન્ત્ય                                          “    લ અને સ        “     –
ઓષ્ઠ્ય                                        ”       –                  ”    
દન્ત્ય+ ઓષ્ઠ્ય ભેળાં સ્થાને      :    ”       
કંઠ્ય  + તાલુ ના ભેળાં સ્થાને    :   “       –                 “    એ અને ઐ
કંઠ્ય  + ઓષ્ઠ્યના ભેળાસ્થાને    :   “      –                  ”    ઓ અને ઔ
ય થી ળ ના અઘોષ અક્ષરો       :   , , ,
                      
ઘોષ અક્ષરો       :   , , , ,
—————————————————————
કેટલીક વધુ વીગતો :
1] સ્વરો ટુંકા અને જલદી ઉચ્ચારઈ જતા હોય ત્યારે તેને લઘુ અક્ષરો કહેવાય છે: અ-ઈ-ઉ
2]
બાકીના બધા અક્ષરો લાંબા અને ઉચ્ચારમાં સમય લે છે તેને દીર્ઘ અક્ષરો કહે છે :આ-એ-ઓ
3]
ઐ અને ઔ બંને સ્વતંત્ર સ્વરો નથી. તે અનુક્રમે અ + ય્  તથા અ + વ્  મળીને બને છે.
4]
ઋ પણ  ર્ વ્યંજન +  ઉ સ્વર મળવાથી બને છે.
5]
સાંકડા અને પહોળા ઉચ્ચારો : એ અને ઍ  તથા ઓ અને ઑ (બોલવામાં વાપરીએ છીએ, લખવામાં નહીં)

આપણો કક્કો ખરો ! એ મુહાવરો યાદ રાખીને આપણે એવું સ્થાપીત કરી શકીએ જરુર કે ગુજરાતીભાષાનો કક્કો એ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યા પછી પણ એમાં ભલે કેટલાક ફેરફાર પામ્યો હોય પણ એની શાસ્ત્રીયતા ધ્યાન ખેંચે છે અને એની વૈજ્ઞાનીક ગોઠવણી તાજ્જુબ કરી દેનારી છે. 
આપણે અહીં અટકીશું અને સ્વર-વ્યંજનોની વધુ વાતોમાં અટકી રહેવાને બદલે આગળ વ્યાકરણની કેટલીક વાતો પર જઈશું.
[ આ લેખમાળાના વાચકો જોતાં લાગે છે કે બહુ મોટી સંખ્યા એનો લાભ લેતી નથી છતાં મહેનતના પ્રમાણમાં ઠીકઠીક ક્લીકો થતી રહેતી હોઈ આ લેખમાળાને બંધ કરવા મન થતું નથી.  એટલું જ નહીં પણ કેટલાક સાવ નવા વાચકો એમાં ઉમેરાયા છે. સાવ નજીવી અને ક્ષુલ્લક માન્યતાઓથી પ્રેરાઈને પણ લેખમાળા અંગેનકારાત્મક  કોમેન્ટ્સ અગાઉની માફક અહીં પણ જોવા મળી છે છતાં આ વખતે આ શ્રેણી ચાલુ રાખવા મન કહે છે.  પણ અન્ય વાચકોનો ખ્યાલ કરીને મારા બ્લોગ પરથી કોમેન્ટ્સ વીભાગ બંધ કર્યો છે. જે કોઈને પણ પ્રશ્ન હોય તે ઈમેઈલથી પુછી શકશે.  વાક્યરચનાઓને બ્લોગ ઉપરથી સુધારવાનું પણ બંધ કરવું પડ્યું છે કારણ કે ઘણાંને આ ભુલો જાહેરમાં બતાવાતી ન હોવા છતાં –  ગમ્યું નથી. બ્લોગ અંગેનાં રસદર્શનો કે વીવેચનો પણ પડતાં મુકવામાં આવ્યાં છે ! હવે કોઈને ન ગમે એવું એક પણ કામ હાથ પર લેવાની હીંમત નથી !!!  ક્ષમા યાચના સાથે, સૌને આટલી સ્પષ્ટતા કરું છું.

2 comments:

  1. તાલવ્ય અક્ષર ટઠબઢણ હોવા જોઇએ જીભ ને તાળવે અડાળયા વગર બોલી શકાતા નથી

    ReplyDelete