Friday, 14 October 2011

કુંવારા અને પરિણિત


સ્ત્રી-પુરુષ

   
પત્ની - કુંવારા અને પરિણિત વ્યક્તિમાં શુ ફરક છે ? પતિ - કુંવારાના શર્ટનુ બટન ઉંધુ કે બાયો વળેલુ ટાંગેલુ હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી ટકતા.

   
પત્ની - હું કેટલી મૂરખ હતી કે મે તમારા જેવા માણસ સાથે લગ્ન કરી લીધા. પતિ - હા, હુ પણ આ વાત જાણતો હતો, પરંતુ શુ કરુ ત્યારે મારા પર પ્રેમનો નશો એટલો છવાયેલો હતો કે હુ આ વાતની નોંધ જ ન લઈ શક્યો.


પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા - હુ કેવો લાગી રહ્યો છુ ? પત્ની એકદમ ચીસ પાડીને બોલી - છક્કો.
રજા
   
પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત. પત્ની - જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.





    
મહેશ: હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું અને તું શું કરે છે? સુરેશ: હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી!
પત્ની -આજે રેલયાત્રા કરતી વખતે ટીટીએ મારુ અપમાન કર્યુ ? પતિ - કેમ શુ કહ્યુ એણે ? પત્ની - તેણે કહ્યુ, તમે ત્રણ મુસાફરોની જગ્યા રોકી લીધી.

   
રમેશ : અમારાં લગનને દોઢ વર્ષ થઇ ગયાં પરંતુ અત્યાર સુધી મેં મારી પત્નીને એક પણ શબ્દ કહ્યો નથી. મદન : બહુ સારું, પણ એવું કેમ? રમેશ : તેને પસંદ નથી કે જયારે તે બોલતી હોય ત્યારે કોઇ તેની વાત વચમાંથી કાપી નાખે.


   
પત્ની - હવે ઉઠો, બાર વાગી ગયા છે ક્યા સુધી સૂતા રહેશો ? પતિ - અરે કયા બાર વાગ્યા છે, દિવસના કે રાતના. પત્ની - દિવસના બાર વાગ્યા છે.

જુગની - મેં સાંભળ્યુ છે કે શર્માજીએ દહેજ માટે પોતાની પત્નીને પિયર મોકલી આપી. પતિ - શુ તુ સાચુ કહી રહી છે. જુગની - હા, બિલકુલ સાચુ પતિ - સારુ છે, પહેલા શર્માજીની પત્નીને પિયરથી આવવા દો પછી જોઉ છુ.


(    
લગ્નના ત્રણ ચાર મહિના પછી રાજેશે થોડો ટેંશનમાં લાગતો હતો. એક દિવસ તેના મિત્ર મનીષે પૂછ્યુ - લગ્ન પછી તારી જીંદગીમાં શુ ફેરફાર આવ્યો છે ? રાજેશે નિરાશાજનક અવાજમાં કહ્યુ - કંઈ ખાસ નહી, પહેલા એકલતા સતાવતી હતી હવે પત્ની...
એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો. સ્ત્રી - અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા.
નુકશાન કોનુ ?
   
પત્ની - સાંભળો છો, ભૂકંપ આવ્યો છે, મકાન હલી રહ્યુ છે, પડી જશે તો ? પતિ - પડવા દે ને આપણે શુ ? હજુ આપણુ ક્યા થયુ છે, હજુ તો બેંકનુ છે.





   
પિતા - કેટલીવાર કીધુ કે જમતી વખતે બોલવાનુ નહી પુત્ર - પણ પિતાજી હુ તો બતાવી રહ્યો હતો કે તમારી દાળમાં મચ્છર પડ્યુ છે.

   
પત્ની - મને ગોલ્ડવાળો હીરા જડેલો હાર અપાવી દો, તો હુ તમને સાત જન્મો સુધી પ્રેમ કરીશ. પતિ - હાર સાથે કંગન પણ અપાવી દઈશ, પણ એક સરતે તુ આપણી મુલાકાત આ એક જ વર્ષ પૂરતી રાખે, આ પછી હુ સહી નહી શકુ.


   
પતિ - હે ઈશ્વર, તે આવી મૂર્ખ પત્ની કેમ બનાવી ? પત્ની - એ માટે કે હું તમારા જેવા મૂરખના લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લઉ. બે બુધ્ધુ
પતિ - તારી સાથે લગ્ન કરતા પહેલા હુ ખૂબ જ આવારા હતો, દારૂ-સિગરેટ પીતો હતો, જુગાર રમતો હતો. ઈશ્વરે મને તારા જેવી પત્ની કેવી રીતે આપી ? પત્ની - હવે વગર ગુણ મળે લગ્ન થતા હોય ખરા ?

   
એકવાર પતિએ પત્ની સાથેની લડાઈ પછી ગુસ્સામાં આત્મહત્યા કરવાનો પ્રયત્નો કર્યો. બજારમાંથી ઝેરની બોટલ લાવીને પી ને સૂઈ ગયો. પરંતુ ઝેરની અસર વધુ થઈ નહી. સવારે પત્નીએ જ્યારે તેમના ઓશિકા પાસે ઝેરની બોટલ જોઈ તો બોલી - આટલા પૈસા ખર્ચ કર્યા અને કામ પણ થયુ નહી, તમે હંમેશા મારુ નુકશાન જ કરો છો.


પતિ- જો હું ક્યારેય જીવનમાં તારાથી જુઠ્ઠું બોલ્યો હોય તો હું મરી જાઉં. પત્ની- અને જો હું ક્યારેય તમારાથી જુઠ્ઠું બોલી હોય, તો હું વિધવા થઈ જાઉં.

પત્ની (પતિથી)- તમે આટલા વર્ષથી વકિલાત કરી રહ્યાં છો, બતાવો કે જનમટીપથી પણ મોટી કોઈ સજા હોય છે? પતિ- હોય છે ને...જરૂર હોય છે, હું એ જ તો ભોગવી રહ્યો છું.

જાનની દુશ્મન
   
જમતી વખતે પણ પોતાના પતિને ઉપન્યાસ વાંચતો જોઈને પત્નીએ રસોડામાંથી બહાર આવી અન ઉપન્યાસ છીનવાનો પ્રયત્ન કરવા લાગી. પતિએ એ ઉપન્યાસ ન આપવાનો પ્રયત્ન કરતા બોલ્યો - આ હું તને કેવી રીતે આપુ, આ તો મારી જાન છે. પત્ની ગુસ્સો બતાવતા બોલી - આ તારી જાન છે, તો હુ કોણ છુ ? પતિ બોલ્યો - તુ મારી જાનની દુશ્મન

No comments:

Post a Comment