દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીએ આ જાહેરખબર એમનાં પત્નીને વાંચી સંભળાવી. આ પૂર્વે સુદામાએ શ્રીકૃષ્ણ સાથેનાં બાળપણનાં સંસ્મરણો કહીકહીને પત્નીને ખૂબ બોર કરી હતી. પણ આ જાહેરખબરની વાત સાંભળતાં પત્નીની આંખો ચમકી ઊઠી. એણે કહ્યું, ‘નાથ ! આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ ! બાળકો અન્ન વગર ટળવળે છે. તમે માસિક પેન્શન-યોજનામાં અરજી કરો.’ સુદામાજી અજાચકવ્રત પાળતા હતા. એટલે પ્રથમ તો એમણે આવી અરજી કરવાની ના પાડી. પણ ધાર્યું તો ધણિયાણીનું થાય એ ગૃહસ્થાશ્રમના ન્યાયે સુદામાજી અરજી કરવા સંમત થયા; પરંતુ શ્રીકૃષ્ણ સિવાય કોઈ અન્યને સંબોધીને પોતે અરજી નહિ કરે એવું એમણે પત્નીને મક્કમપણે કહી દીધું. સુદામાજીએ નીચે પ્રમાણે અરજી કરી :
પ્રતિ
શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ,
દ્વારકા.
વિષય : માસિક પેન્શન બાબત….
હે બાળસખા,
આપણે સાંદીપનિઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા એ તમને યાદ હશે. તમે ભણવા કરતાં ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને જંગલમાં રખડવામાં વધુ પ્રવૃત્ત રહેતા. તમારું લેસન લગભગ મારે જ કરવું પડતું. આપણે અન્નભિક્ષા માગી લાવીને સાથે જમતા. અમ્લપિત્તને કારણે હું ઝાઝું ખાઈ નહોતો શકતો એટલે મારા ભાગનું હું તમને ખાવા આપતો. ગુરુ માટે લાકડાં લેવા જતા ત્યારે તમારા સુકુમાર શરીરને ધ્યાનમાં રાખી હું તમને લાકડાં ફાડી આપતો. આ બધું મેં મિત્રભાવે ને તમારા માટેના પ્રેમને કારણે કરેલું એટલે અરજીમાં એ કંઈ લખવાનું ન હોય પણ આ બધી વાતો મેં તમારી ભાભીને અનેક વાર કરેલી એટલે એમના આગ્રહથી લખું છું. હું તો આ અરજી જ નહોતો કરવાનો, પણ મારી આર્થિક સ્થિતિ ઘણી વિકટ છે. બાળકો અન્ન વગર રુએ છે, એટલે તમારાં ભાભીએ આ અરજી કરવા દબાણ કર્યું છે. તમે મારાં ભાભીઓની વાત ટાળી નહિ શકતા હો એ જ રીતે હું તમારી ભાભીની વાત ટાળી શકયો નથી. એટલે આ અરજી પર ધ્યાન આપી મને માસિક પેન્શન બાંધી આપવાની ગોઠવણ કરશો, તો ઉપકૃત થઈશ. અમારાં બધાં ભાભીઓને અમારા બધાંના પ્રણામ.
લિ. સ્નેહાધીન
સુદામો.
જે અરજી કોઈ ચોક્કસ ખાતાના સચિવશ્રીને સંબોધીને કરવામાં આવી ન હોય અથવા જે અરજી શ્રીકૃષ્ણ મહારાજને સંબોધીને કરવામાં આવી હોય તેવી સઘળી અરજીઓ સૌ પ્રથમ ‘શ્રીકૃષ્ણ સચિવાલય’ના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં પહોંચાડવાનો નિયમ હતો. તદનુસાર ઉક્ત અરજી શ્રીકૃષ્ણના સચિવાલયના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં આવી. આ ખાતામાં અરજી પર નીચે પ્રમાણે નોંધ કરવામાં આવી :
‘ઉક્ત અરજી ક્યા ખાતા હસ્તક આવી શકે તે બાબત વિચારણા કરવાની જરૂર જણાય છે. મજકુર અરજદારનાં બાળકો અન્ન વગર રુએ છે, એવું અરજીમાં લખ્યું છે એટલે મંજૂર રહે તો અરજી ‘પુરવઠા વિભાગ’ને મોકલીએ.’ પોતાના ટેબલ પર આવેલી અરજીઓ અન્ય વિભાગને મોકલવાની દરખાસ્ત દ્વાપર-યુગના અધિકારીઓ પણ તુરત મંજૂર કરી દેતા. એટલે ઉક્ત અરજી ઉક્ત વિભાગમાંથી ઉક્ત વિભાગમાં આવી. અલબત્ત, આ વિભાગીય પ્રવાસ કરવામાં અરજીને થોડા દિવસો લાગ્યા.
પોતાના વિભાગમાં આવેલી અરજીઓને તુરત સ્પર્શ કરવાનું દ્વાપર-યુગમાં પણ નિષિદ્ધ હતું એટલે થોડો કાળ અરજી એમ જ પડી રહી. ‘પુરવઠા વિભાગ’માં અરજીઓનો પુરવઠો વધ્યો એટલે ‘પુરવઠા વિભાગ’ના અધિકારીએ ઉક્ત અરજી ગ્રહણ કરી. પલમાત્રમાં અરજી પર દષ્ટિપાત કરી લીધા પછી અરજીમાંના ‘સાંદિપનિ આશ્રમ’, ‘લેસન’ વગેરે શબ્દો ધ્યાનમાં લઈ ઉક્ત અધિકારીએ ઉક્ત અરજી પર નોંધ કરી : ‘અરજદારને શિક્ષણને લગતી સમસ્યા હોવાનું જણાય છે. નિકાલ અર્થે, મંજૂર રહે તો, ‘શિક્ષણવિભાગ’ને મોકલીએ.’ ‘શિક્ષણવિભાગ’માં ઉક્ત અરજીના નિવાસને થોડા દિવસ થયા એટલે એ વિભાગના અધિકારીએ ‘સાંદીપનિ આશ્રમ’ વાંચી, બુનિયાદી આશ્રમશાળાઓનો હવાલો સંભાળતા કારકુનને ઉક્ત અરજી માર્ક કરી. ઉક્ત કારકુને ‘સાંદીપનિ’ આશ્રમ નામની કોઈ બુનિયાદી શાળા છે કે કેમ, અને આ શાળા ગ્રાન્ટમાન્ય છે કે કેમ તથા ઉક્ત શાળાને છેલ્લી ગ્રાન્ટ ક્યારે ચૂકવાયેલી વગેરે માહિતી માટે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ નીચે ચાલતા ‘બુનિયાદી શિક્ષણબોર્ડ’ને મોકલી. અરજીના હાંસિયાના લખાણને આધારે ‘સાંદિપનિ આશ્રમ’ નામની કોઈ ગ્રાન્ટમાન્ય બુનિયાદી શાળા છે કે કેમ તેની ચકાસણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી કોઈ બુનિયાદી શાળા બોર્ડમાં રજિસ્ટર થયેલી નથી એવી નોંધ સાથે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ને પરત મોકલવામાં આવી.
ઉક્ત અરજી પર પૂરતા શેરા થઈ ગયા છે એમ લાગતાં હવે ઉક્ત અરજી ક્યા વિભાગને મોકલવી યોગ્ય છે તે બાબતનો ‘શિક્ષણવિભાગ’માં શૈક્ષણિક દષ્ટિથી વિચાર કરવમાં આવ્યો. અરજી પર નખશિખ દષ્ટિ કરતાં (એટલે કે એક દષ્ટિ ઉપર, એક દષ્ટિ મધ્યે અને એક દષ્ટિ અંતે કરતાં) અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ શબ્દો પડ્યા એટલે અરજી જંગલખાતાને મોકલવાનું ઠરાવાયું. અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું અરજીમાં લખવામાં આવ્યું હતું એટલે ‘જંગલવિભાગ’માં અરજી પર આ પ્રમાણે નોંધ કરવામાં આવી : ‘અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું માલૂમ પડે છે. આ માટે એણે પરવાનગી લીધી હતી કે કેમ તે તપાસવું જરૂરી બને છે. દરમિયાન ‘કાયદાવિભાગ’નો અભિપ્રાય પણ મેળવીએ.’ સુદામાજીની અરજી કાયદાવિભાગમાં પહોંચી. કાયદાખાતાએ આ પ્રમાણેનો શેરો કરી ઉક્ત અરજી જંગલખાતાને પાછી મોકલી : ‘ગેરકાયદે જંગલ કાપવા અંગેના કાયદાઓ તદ્દન સ્પષ્ટ છે. આ કાયદાઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરવી.’
સુદામાની અરજી અંગે યોગ્ય કાર્યવાહી કરતાં પહેલાં ‘ગૃહવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું ‘જંગલવિભાગ’ને યોગ્ય લાગ્યું. ‘ગૃહવિભાગ’ના અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ ઉપરાંત ‘પેન્શન’ શબ્દ પણ પડ્યો એટલે આ વિભાગમાં આ પ્રમાણે નોંધ થઈ : ‘જંગલવિભાગ’ તરફથી લાકડાં ફાડવા માટે કાયમી ધોરણે મજૂરો રાખવામાં આવ્યા હોય તો એવા કોઈ મજૂરનો આ પેન્શન-કેસ હોઈ શકે. યોગ્ય કરવું.’ જંગલખાતા તરફથી આવા કોઈ મજૂરો કાયમી ધોરણે રાખવામાં આવતા નહોતા; તેમ છતાં દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા અમલમાં હતી કે કેમ તે નક્કી કરવા ‘સામાન્ય વહીવટ વિભાગ’ને આ કેસ પરત સોંપવાનું ‘જંગલવિભાગ’ને જરૂરી જણાયું. દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા હોવાનું માલૂમ પડતું ન હોવાનો ‘સામાન્ય વહિવટ વિભાગ’નો સામાન્ય અભિપ્રાય થયો તેમ છતાં પેન્શન માટેની અરજી શ્રીકૃષ્ણચંદ્ર મહારાજ પર અંગત ધોરણે થઈ હોવાનું એક અધિકારીના ધ્યાનમાં આવતાં શ્રીકૃષ્ણચંદ્ર મહારાજની ‘ધર્મપુનઃસ્થાપન પેન્શન યોજના’ અન્વયે મજકુર અરજીકર્તાને પેન્શન આપી શકાય તેમ છે કે કેમ તે અંગે ‘નાણાવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું યોગ્ય ગણાશે એવી ભલામણ સાથે ઉક્ત અરજી ‘નાણાવિભાગ’ને મોકલવામાં આવી. સુદામાજીની અરજી આ રીતે વિવિધ વિભાગોની વિચારણા હેઠળ હોઈ સમગ્ર કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો. શ્રીકૃષ્ણ તરફથી કશો જવાબ ન મળવાને કારણે સુદામાની પત્નીએ શ્રીકૃષ્ણને મળવા રૂબરૂ જવાનું સુદામા પર દબાણ કર્યું એટલે સુદામાજી તાંદુલ લઈને રૂબરૂ ગયા. આ પછીની કથા તો જાણીતી છે.
નોંધ : સુદામાજી શ્રીકૃષ્ણને મળવા તાંદુલ લઈને ગયા પછી પોતાના કામ માટે સરકારી કચેરીમાં ‘તાંદુલ’ લઈને જવાની પ્રથા કળિયુગમાં અસ્તિત્વમાં આવી. કેટલાક સરકારી અધિકારીઓ પોતાની પાસે આવનાર સુદામાને ન ઓળખતા હોય એ બનવાજોગ છે, પણ ‘તાંદુલ’ને તો ઓળખતા જ હોય છે !
આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ?
આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. કમનસીબે માબાપ અને સમાજ પણ આ માન્યતાથી મુક્ત રહી શક્યા નથી. પરિણામે બાળકોને ચોતરફથી અસહ્ય અપેક્ષાઓનો બોજ સહન કરવાનો આવ્યો છે.
માનવીનું મગજ પેઢી-દર-પેઢી વધારે ને વધારે વિકાસ કરી રહ્યું છે એ ખરું, પણ એના ફેરફારો કંઈ બે કે ત્રણ જ પેઢીના સમયગાળામાં ઊડીને આંખે વળગે તેવા સ્પષ્ટ અને નોંધપાત્ર બનતા નથી. આપણે તો ત્રણથી ચાર દાયકાના ટૂંકા સમયગાળામાં જ શિક્ષણમાં પ્રયોગશીલતાના નામે આકરા ફેરફારો અમલમાં મૂક્યા છે. કુમળા બાળકનું મગજ તે બોજ ઉઠાવી શકે તેમ છે કે નહીં તેનો આપણે કદી વિચાર કર્યો નથી.
આજનું બાળક વધારે બુદ્ધિશાળી બન્યું છે એવું જો આપણે માનતા હોઈએ તો એ આપણો નર્યો ભ્રમ છે. સમય જેમ જેમ બદલાય છે તેમ તેમ તેનો સામનો કરવાની નવી નવી ક્ષમતાઓ માનવ મગજે કેળવવી પડે છે. બાળમાનસને પણ આ હકીકત લાગુ પડે છે. અત્યારનો યુગ માહિતીનો યુગ ગણવામાં આવે છે. આગલી પેઢી કરતાં આજની નવી પેઢીને ઘણી વધારે માહિતીઓ યાદ રાખવાની અને ગોખવાની પળોજણનો સામનો કરવો પડ્યો છે. માણસનું મગજ અમુક હદ સુધી આ માટે તૈયાર થઈ શક્યું છે એ ખરું, છતાં એની બુદ્ધિમત્તા વધી ગઈ છે એવું તારણ કાઢવું વધારે પડતું છે. માણસની ભણવાની સરેરાશ ઉંમર 25 જ વર્ષ સુધીની ગણીએ તો અગાઉ શાળા-મહાશાળાના શિક્ષણનાં વર્ષો પૂરાં કરતાં સુધીમાં આપણે જેટલું ઔપચારિક માહિતીજ્ઞાન પ્રાપ્ત કરતા તેના કરતાં અનેકગણું વધારે જ્ઞાન એટલા જ ટૂંકા ગાળામાં આજનાં બાળકોને મેળવવાનું આવ્યું છે. પહેલાં ગણિત અને વિજ્ઞાનનો જે અભ્યાસક્રમ કૉલેજના બીજા કે ત્રીજા વર્ષ સુધીમાં સમાવવામાં આવતો તે આજે હવે અગિયારમા કે બારમા ધોરણનાં પાઠ્યપુસ્તકોમાં સમાવી લેવાની આજના કેળવણીકારોને ફરજ પડી છે. આમ કરવામાં સ્પર્ધાનું તત્વ કામ કરી ગયું છે. ગુજરાતનો સરેરાશ વિદ્યાર્થી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્પર્ધામાં ઊભો રહી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે 1975ની સાલ પછી સતત ફેરફારો કરાતા રહ્યા છે. આમ કરવામાં બાળકના મગજની ક્ષમતાનો જરાપણ વિચાર કરવામાં આવ્યો નથી તે હકીકત છે. એક આખી ને આખી પેઢીને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે સમાન સ્તરે સ્પર્ધાત્મક રીતે આગળ લઈ જવાનું જાણે કે એક સામાજિક અને રાજકીય કાવતરું કામ કરી રહ્યું છે. પરિણામે બાળક જે જ્ઞાન મેળવે છે તે કેવળ માહિતીલક્ષી અને પાઠ્યપુસ્તકિયું બનીને રહી ગયું છે. આવું શિક્ષણ આપવાથી ત્રણથી ચાર દાયકાના ટૂંકા ગાળામાં તે વધારે બુદ્ધિશાળી બની ગયું છે એવું માનવું ભારોભાર ભૂલભરેલું છે. આમ માનીને આપણે તેના પર વધારે ને વધારે બોજ નાખતા ગયા છીએ.
માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા વચ્ચેનો તફાવત
વાસ્તવમાં માહિતીજ્ઞાન અને બુદ્ધિમત્તા એ બંને વચ્ચે તફાવત છે એ આપણે ધ્યાનમાં લેતા નથી. જ્ઞાનાત્મક વિકાસમાં બાળક પ્રથમ માહિતીજ્ઞાન મેળવે છે અને પછીના ચરણમાં બુદ્ધિમત્તા કેળવતું હોય છે. પ્રાપ્ત કરેલી માહિતીને સાર્થક રીતે વ્યવહારમાં ઉપયોગમાં મૂકતા થવું એ બુદ્ધિમત્તા છે. આ કાર્ય એના મગજ પર માહિતીઓનો ખડકલો કરી દેવાથી હાંસલ થતું નથી. એને શાળામાં જે ભણાવવામાં આવે છે તે કેવળ પાઠ્યપુસ્તકિયું અને ઉપલકિયું હોય છે. તેમાં વ્યવહારનો અંશ ભળેલો હોતો નથી. કોરા માહિતીજ્ઞાનને પોતાની મર્યાદાઓ છે; તેમ સમસ્યાઓ પણ હોય છે, એનાથી આપણી બુદ્ધિમત્તા કેળવાતી નથી. નવા શિક્ષણે બાળકોને માહિતીપ્રચૂર જરૂર બનાવ્યાં છે, પણ બુદ્ધિશાળી નહીં.
નવી પેઢીનાં બાળકોના ઉછેરમાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક મહત્વનો તફાવત જોવા મળ્યો છે, જેણે એની બુદ્ધિમત્તા પર અવળી અસર પેદા કરી છે – એને પસંદગીની વિશાળ તકો અને શ્રેણી ઉપલબ્ધ બની છે. પહેરવાનાં કપડાં, રમવાનાં રમકડાં, ખાવાપીવાની ચીજો, મનોરંજનના સાધનો, ટીવીની ચેનલો અને હરવા-ફરવાનાં સ્થાનોથી માંડીને ભણવાના વિષયોમાં એને ઘણી પસંદગીઓ મળી રહે છે. કારકિર્દીના ઘડતર બાબતમાં અગાઉની પેઢીઓ પાસે જે પસંદગીઓ હતી તેની સરખામણીમાં આજની પેઢીને વધારે પસંદગીનો અવકાશ મળે છે. બારમા ધોરણ પછી શું કરવું તે નક્કી કરવા માટે આજનો વિદ્યાર્થી વધારે વિકલ્પો ધરાવતો હોય છે. પણ જેમ જેમ એની પાસે પસંદગીના વિકલ્પો વધતા ગયા છે તેમ તેમ એની બુદ્ધિ પણ ગૂંચવાતી ગઈ છે. મનોવિજ્ઞાનનું એક સરળ તથ્ય છે કે સુખ પસંદગીઓના અને વિકલ્પોના વિસ્તારમાં નથી પણ તેને મર્યાદિત બનાવવામાં રહેલું હોય છે. માણસ સમક્ષ જેમ જેમ વધારે ને વધારે પસંદગીઓ મૂકો તેમ તેમ તેનો અસંતોષ વધતો જાય છે, તેની ગૂંચ વધતી જાય છે અને તેની વિવેકશક્તિ વધારે મૂંઝાવાને કારણે નિર્ણય લેવામાં ભૂલ કરવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. બરાબર આ જ હાલત આજની ઊછરી રહેલી પેઢીની થયેલી જોવા મળે છે. એની સુખની માત્રા ઘણી ઘટી છે અને સામે પક્ષે અસંતોષ, લોલુપતા, ભૌતિક મહત્વાકાંક્ષાઓ અને લોભ અનેકગણાં વધી ગયાં છે. આનું આડકતરું પરિણામ એ આવ્યું છે કે નવી પેઢી ભારોભાર માનસિક ગૂંચવણની સ્થિતિમાં પોતાનો અભ્યાસ અને વ્યવસાયની કારકિર્દી ઘડી રહી છે. આનો દોષ આપણા માથે છે. આપણે આપણાં સંતાનોને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છીએ. અતિશય માનસિક તાણમાં જીવવાની આપણે એમને ફરજ પાડી રહ્યા છીએ. પરિણામે યુવાન પેઢીમાં હતાશા, અસંતોષ અને આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. દસમા ધોરણની પરીક્ષા કે એનું પરિણામ હજુ તો એકાદ બે મહિના દૂર હોય ત્યાં જ એના ગભરાટથી પોતાનું જીવન ટૂંકાવી નાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા રાજ્યમાં દર વર્ષે વધી રહી છે છતાં આપણી આંખ હજુ કેમ ઊઘડતી નથી એ સમજાતું નથી !
શાળાઓ બાળકોના શિક્ષણમાં અંતરાયરૂપ છે !
બાળક માત્રમાં શીખવાની જન્મજાતવૃત્તિ રહેલી હોય છે. બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોને એમના વાતાવરણના સંપર્કથી આપમેળે શીખવા માટે નિરંતર વિકસતી જતી જ્ઞાનેન્દ્રિયો, શીખવા માટે સતત સતર્ક મગજ, આવશ્યક કુતૂહલવૃત્તિ, અવલોકનશક્તિ, પ્રયોગશીલતા, એકાગ્રતા, તન્મયતા, અપાર ધીરજ, અનુકરણશક્તિ, કલ્પનાશીલતા અને સૌથી વધુ તો ભૂલોમાંથી શીખવાની સહજ આવડતની કુદરતી બક્ષિસ મળેલી હોય છે. કમનસીબી એ છે કે શાળામાં મૂક્યા પછી એ પોતાની આ બક્ષિસ ગુમાવી બેસે છે અને ગોખણિયું બની જાય છે. શાળાઓ બાળકોને પરીક્ષાના, માનહાનિ, અણઆવડતના, નિષ્ફળતાના, ગૂંચવાડાના અને ડરપોકપણાના ઓથાર તળે જીવતાં કરી મૂકે છે. આપણે એવી ભ્રમણામાં જીવીએ છીએ કે ગણિત, વિજ્ઞાન અને વાચન-લેખનની કુશળતામાં જ બાળકના ભાવિ જીવનની સફળતા અને સુખનો પાયો છે. વાસ્તવમાં શાળાશિક્ષણ જીવનલક્ષી નહીં, પણ કેવળ વ્યવસાયલક્ષી અને કારકિર્દીલક્ષી જ બનીને રહી ગયું છે. ગોખણપટ્ટી કરીને મેળવેલું માહિતીજ્ઞાન જ્યારે જીવનની વાસ્તવિક કપરી પરિસ્થિતિઓમાં કામે લગાડવાનું આવે છે ત્યારે એ અણીને વખતે દગો દઈ જાય છે, તેથી સમાજમાં હતાશા અને આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બાળકની અંદર રહેલી રસવૃત્તિ, કુતૂહલ શક્તિ, શારીરિક અને માનસિક ક્ષમતા, બુદ્ધિમત્તા, સૃજનાત્મકતા અને કલાત્મક અભિરુચિને પોષવાની આપણી શાળાઓમાં કાબેલિયત નથી. આપણે આપણાં બાળકોને વિષયલક્ષી અભ્યાસક્રમો, પાઠ્યપુસ્તકો, દફતર, ગૃહકાર્ય, નિરસ ઈતર પ્રવૃત્તિઓ, અંગ્રેજી ભાષાના પારકા માધ્યમાં ભણવાની લાચારી, ટ્યુશન, પરીક્ષાઓ, સ્પર્ધાત્મક મૂલ્યાંકનો, સતત આગળ રહેવાની હોડ અને આપણી બેસુમાર અપેક્ષાઓનો બોજ વહન કરનારા વેઠિયાઓ બનાવી મૂક્યાં છે. આપણે એવી ભૂલભરેલી ગ્રંથિથી પીડાઈએ છીએ કે બાળકોને સભ્યતા, નાગરિકતા અને સામાજિકતાના પાઠ શીખવવા માટે સ્કૂલો અનિવાર્ય છે. એમને સ્કૂલમાં ન બેસાડીએ તો એ અણઘડ અને ગમાર રહી જશે એવો આપણને ડર સતાવે છે.
વિખ્યાત રશિયન કેળવણીકાર વસીલી સુખોમ્લિન્સકી કહેતા કે આપણી શાળાઓ કેદખાના જેવી છે, એ આપણાં બાળકોને જીવનના સમૃદ્ધ અનુભવથી વંચિત રાખે છે. ચંચળતા, નિર્દોષતા અને આનંદ મેળવવાની સહજ વૃત્તિ એ બાળક માત્રની નૈસર્ગિક શક્તિ હોય છે. શાળાઓ એમની આ સંપત્તિને છીનવી લે છે. વખત જાય તેમ એ જીવનને માણવાની આવડત ગુમાવી બેસે છે અને અતિગંભીર અને ભારેખમ બનતું જાય છે. જીવનને એ બોજ માનતું થઈ જાય છે. કામ એના માટે વેઠ બની જાય છે. એની અંદરનું બાળક કાયમ માટે મરી જાય છે. ભણતર પૂરું કરીને બહાર નીકળે ત્યાં સુધીમાં તે સ્વાર્થી, ખટપટિયું, સંકુચિત, આપમતલબી અને વેઠિયું બની જાય છે, એ જ આજના શિક્ષણની આગવી દેન છે. જે ભણતરથી માણસ માણસ મટી જાય એને આપણે સામાજિકતાના પાઠ શી રીતે કહી શકીએ ?
ભણતર અને કેળવણી જુદાં છે
આપણે એ ન ભૂલીએ કે બાળકને ભણાવવામાં અને કેળવવામાં તફાવત છે. શાળાઓ બાળકને ભણાવવામાં અમુક હદ સુધીની જ ભૂમિકા ભજવી શકે, પણ આધુનિક શિક્ષણ પદ્ધતિની પોતાની ઘણી મર્યાદાઓ છે. એ જોતાં આપણે આપણાં બાળકોને ભણાવવામાં શાળાઓ પર વધારે પડતો મદાર ન રાખીએ. જીવનનું સાચું શિક્ષણ અને વ્યવહારલક્ષી કેળવણી તો વર્ગખંડની બહાર જ થઈ શકે. આપણે જો એમ માનતા હોઈએ કે ડિગ્રી મળી જાય એટલે આપણું ભણતર પૂરું થયું ગણાય, તો એ આપણી સૌથી મોટી ભૂલ છે. ખરું ભણતર અને સાચી કેળવણી તો વાસ્તવમાં શાળા-મહાશાળામાંથી બહાર નીકળ્યા પછી જ શરૂ થતું હોય છે. સૌથી ઉત્તમ શિક્ષક જીવન છે અને સૌથી શ્રેષ્ઠ શાળા પણ એ જ છે. ભાર વગર ભણવાની અને વ્યવહારુ ડહાપણ શિખવાડવાની સંભવિતતા જેટલી, એનામાં સમાયેલી છે એટલી શાળા-મહાશાળાઓમાં ક્યાંથી હોય ?! સાથે આપણે એ પણ ન ભૂલીએ કે બાળકના સૌથી ઉત્તમ શિક્ષક તો એના માબાપ જ નીવડી શકે છે !
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
[ માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની
કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. તેમના ‘ચિંતનની પળે’ પુસ્તકમાંના કેટલાક લેખ આપણે ગતવર્ષે
માણ્યા હતા. આજે માણીએ
વધુ બે લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ કૃષ્ણકાંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર
પર +91 9825061787 અથવા આ સરનામે kkantu@gmail.com પર સંપર્ક કરી
શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]
[1] સંબંધોનું મૂલ્ય જ્યારે આંકડામાં મપાય ત્યારે…..
સંબંધોમાં સરવાળા અને બાદબાકી આવે ત્યારે
આત્મીયતામાં ભાગાકાર થાય છે. સંબંધો
માપવાની ચીજ નથી પણ માણવાની ચીજ છે. સંબંધોનું કોઈ મીટર નથી. સંબંધોની કોઈ ફૂટપટ્ટી નથી. સંબંધોનું એકમાત્ર સત્ય
સ્નેહ છે. કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં, વળતરની કોઈ ખેવના નહીં કે બદલાની કોઈ
આશા નહીં. સંબંધો માત્ર અને
માત્ર જીવવાના હોય છે. લગ્નનું સુખ જ્યારે દહેજના આંકડાથી માપવામાં આવે ત્યારે દાંપત્યજીવનમાં ધરતીકંપ થાય
છે, પ્રેમ ધરાશાયી
થાય છે અને લાગણીઓમાં
તિરાડો પડે છે. આંકડાઓનો અર્થ નથી હોતો. આંકડાઓનું માત્ર ગણિત હોય છે. જ્યાં ગણિત હોય ત્યાં નફા અને
ખોટનો હિસાબ હોય છે. સંબંધોમાં હિસાબ
ન હોય, સંબંધોમાં તો
વિશ્વાસ હોય.
સંબંધો
જ્યારે માણસાઈ કે વ્યક્તિત્વને બદલે બૅંક બેલેન્સથી મપાય ત્યારે સંબંધોનું પોત ખોખલું થઈ જાય છે. ગણતરીઓ
સાથેના સંબંધો કડાકા સાથે તૂટે છે.
આફતની જેમ આવતા એવા આંચકાઓની કોઈ આગાહી નથી હોતી પણ તેનું પરિણામ નિશ્ચિત હોય છે. આ પરિણામ એ સંબંધોનો અંત હોય
છે. કેલ્ક્યુલેટર ક્યારેય દિલનાં સ્પંદનો
માપી ન શકે. કેલ્ક્યુલેશન સાથે કલ્પાંત જ હોય. લીમડાના ઝાડમાં કેરી ક્યારેય ન પાકે. કડવી વેલનાં ચીભડાં
કડવાં જ થાય. સંબંધો પારા જેવા હોય
છે. જરાયે ધ્યાન ચુકાય તો પારો સરી જાય છે અને સંબંધો નાનાં-નાનાં બિંદુમાં વેરાઈ જાય છે. સમર્પણ ન હોય તો સંબંધો ન
ટકે. આવું સમર્પણ બંને પક્ષે હોવું
જોઈએ. બંનેમાંથી એકમાં કદાચ થોડું-ઘણું વધુ-ઓછું હોઈ શકે પરંતુ જ્યાં સમર્પણનો સંપૂર્ણ અભાવ હોય ત્યાં સંબંધો
ટકતા નથી. સંબંધો બંધ જેવા હોવા જોઈએ, જે પાણી રૂપી પ્રેમને રોકી રાખે, જે નવી ઊર્જા ઉત્પન્ન કરે અને જે જીવનને હરિયાળું બનાવી દે.
સંબંધો
તૂટે ત્યારે જીવનના માર્ગ પર વિખરાયેલા સંબંધોના ટુકડા જીવનભર પગમાં નહીં પણ દિલમાં ખૂંચે છે.
અસ્તિત્વ કણસતું લાગવા માંડે. આનંદ ઓગળતો દેખાય અને ઉત્સાહ નિચોવાઈ જાય. આજુબાજુમાં નજર નાખીએ તો
સંબંધોનાં એવાં કેટલાંયે
ખંડેરો ઉદાસીનું આયખું પહેરીને ઊભેલા જોવા મળી આવશે. પ્રમોદ મહાજનને સગા નાના ભાઈ પ્રવીણે ગોળી મારી
દીધી હતી. બોલી બગડે ત્યાં ગોળી ચાલે.
ગોડમધર સંતોકબહેન અને ગોડફાધર સરમણ જાડેજાના પુત્ર કરણના હાથ સગી ભાભી રેખાના લોહીથી ખરડાયા. ઈતિહાસ ગવાહ
છે કે, જેને કોઈ
પહોંચતું નથી તેને પોતાના
જ પતાવે છે. સવાલ એ છે કે આવું શા માટે થાય છે ? કદાચ આનો જવાબ એ જ છે કે, સંબંધોનાં
મૂલ્યોનું માપ જ્યારે આંકડાઓથી મપાય ત્યારે આ માપનો છેડો લોહીમાં જ ડૂબેલો નીકળે છે. માણસ
દુશ્મનને કદાચ પહોંચી શકે પરંતુ પોતાના લોકોને પહોંચી શકતો નથી. તેનું કારણ એ હોય છે કે જ્યાં
એકબીજા સામે પહોંચવાની
ગણતરી હોય ત્યાં પ્રેમ હોતો નથી. પ્રેમમાં પહોંચવાનું નહીં, પણ પામવાનું હોય છે.
સંબંધોમાં
સ્નેહ ન હોય તો માણસ દોડી દોડીને થાકી જાય અને ક્યાંય પહોંચતો નથી. પ્રેમમાં હતાશા ન હોય, પ્રેમમાં તો હળવાશ હોય. સ્વાર્થમાં તો સામ્રાજ્યો તૂટી જાય છે, તો પછી સંબંધો તો ક્યાંથી ટકે ? સંબંધોનો એક આધાર હોય છે. સંબંધોની એક ધરી હોય છે. આ આધાર
કે આ ધરી એ સ્નેહ અને સમર્પણ છે. સમાજશાસ્ત્રીઓ
કહે છે કે, સમયની સાથે
સમાજનો વિકાસ થાય છે, પરંતુ
જો સમયની સાથે સંબંધોનો
વિકાસ ન થાય તો એ વિકાસ સુખ ક્યારેય ન આપી શકે.
સંબંધોની
બાબતમાં માણસ અનેક દલીલો કરતો ફરે છે. હું તો તેની સાથે સરસ રીતે રહું છું પણ એ ન સમજે તો હું શું
કરું ? સંબંધો જ્યારે
તૂટે ત્યારે માણસને હંમેશાં
સામી વ્યક્તિનો જ વાંક દેખાય છે. તેનું એક કારણ એ પણ હોય છે કે માણસ પોતાની અંદર ક્યારેય ઝાંખતો જ
નથી. પોતાના દિલનો આયનો બધાને ચોખ્ખો
જ લાગે છે. પોતાનું દમન દરેક વ્યક્તિને પવિત્ર જ લાગે છે. સંબંધોમાં સંકટ આવે ત્યારે માણસે બારીકાઈથી પોતાની
જાતનું જ નિરીક્ષણ કરવું જોઈએ. માણસે
જોવું જોઈએ કે સંબંધોની દોરી જે ધારથી તૂટી છે એ ધાર મેં તો સજાવી નથી ને ? વૉશિંગ્ટન ઈરવિંગે કહ્યું છે કે, પ્રેમ કદી ફોગટ જતો નથી. પ્રેમનો જો પ્રતિસાદ ન સાંપડે તો એ પાછો વળે છે
અને પ્રેમ કરનારના પોતાના હૃદયને કૂણું
કરવાની સાથોસાથ પરિશુદ્ધ પણ કરે છે. નફરત કરનારો પ્રેમ ગુમાવે છે પણ પ્રેમ કરનારે કંઈ ગુમાવવું પડતું નથી.
એક સંતે કહ્યું છે કે, સ્નેહમાં જેટલી શક્તિ છે એટલી તાકાત જગતના બીજા
કોઈ તત્વમાં નથી. જગતમાં જો કંઈ શીખવાનું
હોય તો એ પ્રેમ કરવાનું જ શીખવાનું છે. તમારા પોતાના લોકોને ચાહતા રહો. કોઈ પણ પ્રકારની ગણતરી વગરનો પ્રેમ
જ સોળે કળાએ ખીલે છે. હેલન કેલરે કહ્યું
છે કે, પ્રેમ એક સુંદર
પુષ્પ સમાન છે, જેને સ્પર્શ ન
કરીએ તો પણ એની સુગંધ
જીવનના ઉપવનને આનંદધામ બનાવી દે છે.
[2] સાધનો આપણા માટે છે,
આપણે સાધનો માટે નથી
માણસની
લાઈફ ધીમે ધીમે ડીઝીટલ થતી જાય છે. દિનચર્યામાં ઈલેક્ટ્રોનિક્સ ઘૂસી ગયું છે. લાઈફ સ્ટાઈલ હાઈટેક બનતી
જાય છે. હવે તબીબો એવી સલાહ આપવા લાગ્યા
છે કે તમારી જિંદગીમાં હાઈટેકને એ હદ સુધી ન આવવા દો કે તમને હાયટેક હાયવોય લાગવા માંડે. માણસનું જીવન ઝડપી
બન્યું છે. જમાનો સ્પીડનો છે. બધા લોકોને
પોતાનું કામ ઝડપથી પતાવવું છે. મોબાઈલ હાથમાં હોય તો લોકો ફોન લગાવવા માટે લેન્ડલાઈન ફોન સુધી પણ જતા
નથી. ઝડપ એ જીવનનો પર્યાય બનતો જાય
છે.
હાઈટેક
લાઈફ સાથે ભાગદોડ કરતા લોકોને હમણાં અમેરિકાના એક કાર્ડિયોલોજીસ્ટે એમ કહીને ચેતવ્યા હતા
કે, સાવધાન ! ઝડપની
પણ એક મર્યાદા હોય
છે. એક ચોક્કસ ગતિ કરતાં વધુ ભાગદોડ ના કરો. તેનું એક કારણ એ છે કે, શ્વાસ લેવાની અને ઉચ્છવાસ છોડવાની પણ એક
ચોક્કસ ગતિ છે. એટલી હાયવોય ના કરો
કે, શ્વાસ પણ ઝડપથી
દોડવા લાગે. એવું કરવા જશો તો હાઈ બ્લડપ્રેશર થઈ જશે. બીજું, ઝડપ એટલી જ વધારો કે શ્વાસની ઝડપ જળવાઈ રહે. શ્વાસની ઝડપ
વ્યવસ્થિત રહે તેની કાળજી
રાખો. બ્રિટનના એક સાઈકીયાટ્રીસ્ટે હમણાં તેનું એક લેટેસ્ટ સંશોધન બહાર પાડ્યું છે. આ મનોચિકિત્સક
કહે છે કે, સમયમાં થઈ
રહેલા પરિવર્તનોના
કારણે નવા નવા મનોરોગોનો જન્મ થઈ રહ્યો છે. એક નવી માનસિક બિમારીને આ તબીબે નામ આપ્યું છે, મોબાઈલ મેનિયાક. માણસ મોબાઈલનો ગુલામ
થતો જાય છે. એક
કોલેજિયન છોકરી પાસેથી એક અઠવાડિયું મોબાઈલ લઈ લેવામાં આવ્યો તો તે ડીપ્રેસનમાં સરી ગઈ. એક છોકરીને
એસ.એમ.એસ. કરવાની આદત એટલી હદે પડી ગઈ
હતી કે તેની આંગળીઓ ઊંઘમાં પણ સળવળતી રહેતી હતી. ખાસ કરીને યંગસ્ટર્સ તો પોતાને મોબાઈલ વગર અધૂરા સમજવા લાગ્યા
છે.
સાધન
કોઈપણ હોય, તેના ઉપયોગમાં
અતિરેક હંમેશા જોખમી નીવડે છે. યુરોપિયન કન્ટ્રીઝના સમાજશાસ્ત્રીઓ અત્યારે નવી ચિંતામાં છે. તેઓ કહે
છે કે, અત્યાર સુધી બાળકો માટે વીડીયો ગેઈમના
પ્રોબ્લેમ હતા. બાળક વીડીયો ગેઈમ રમવામાંથી નવરા થતાં નથી. વીડીયો ગેઈમનું વળગણ છૂટે તે પહેલાં
ઈન્ટરનેટ આવી ગયું. દારૂ
અને સિગારેટની જેમ હવે એક નવું વ્યસન ઘર કરતું જાય છે, અને તે છે સાયબર વ્યસન. સાયબર સિસ્ટમ આ જ રીતે
વધતી જશે તો હવે થોડા જ સમયમાં ‘સાયબર રિહેબિલીટેશન સેન્ટર’ શરૂ કરવા પડશે. નાનું બાળક થોડુંક મોટું
થઈને માંડ માંડ વીડીયોગેમ
અને નેટ સર્ફિંગમાંથી છૂટે છે ત્યાં જ તે મોબાઈલના સકંજામાં સપડાઈ જાય છે. માત્ર બાળકો કે યંગસ્ટર્સ
જ નહીં, મોટા લોકો પણ
હવે મોબાઈલની
માયાજાળમાં ફસાતા જાય છે. લોકોને હવે એક મોબાઈલ પૂરો પડતો નથી. લોકો હવે બે-બે કે બે-ત્રણ મોબાઈલ રાખવા
માંડ્યા છે. જે લોકોને જરૂર હોય તેઓ
મોબાઈલ રાખે તે સમજી શકાય, પરંતુ
કંઈ કામ ન હોય તો પણ હવે મોબાઈલ રાખવાની
ફેશન થઈ ગઈ છે. કેનેડાથી આવેલા એક મિત્રએ હમણાં સરસ વાત કરી. તેણે કહ્યું કે, અમારે ત્યાં તો બહુ અગત્યનું કામ હોય કે
કંઈ ઈમરજન્સી હોય તો જ લોકો
મોબાઈલ પર ફોન કરે છે. સામાન્ય રીતે લોકોને ખબર હોય છે કે, જેનું કામ છે તે માણસ અત્યારે ઘરે હશે કે ઑફિસમાં
હશે. પહેલાં લૅન્ડલાઈન પર ફોન કરશે.
જો એ વ્યક્તિ નહીં મળે અને બહુ અગત્યનું કામ હશે તો જ લોકો મોબાઈલ પર ફોન કરશે. જ્યારે ઈન્ડિયામાં તો મોબાઈલ પર
લોકો આરામથી અડધો-પોણો કલાક ગપ્પાં
મારે છે !
સાયબર
વર્લ્ડમાં હવે તો કેટલાક વિચિત્ર અને આઘાત લાગે તેવા શબ્દોનું સર્જન થયું છે. લંડનથી આવેલા એક ટીનેજરે
કહ્યું કે, લંડનમાં હવે જે
બાળકો કમ્પ્યૂટર સામે
બેઠાં રહે છે તેને ટીનેજર નહીં પણ ‘સ્ક્રીનેજર’ કહેવાય છે. આવા સ્ક્રીનેજરની સંખ્યા જન્મના દર
કરતાં પણ વધુ ઝડપથી વધતી જાય છે. પત્રમૈત્રી
હવે જૂની વાત થઈ ગઈ છે. હવે મિત્રોને પત્રો લખવાનો સમય જ કોની પાસે છે ? પત્ર મિત્રો માટે અંગ્રેજીમાં એક શબ્દ વપરાતો હતો. આ શબ્દ
હતો પેન-પલ્સ. હવે
આ શબ્દ બદલાઈ ગયો છે. મિત્રો હવે પત્રો લખવાને બદલે ઈ-મેઈલ અને એસ.એમ.એસ. કરે છે. આવા મિત્રોને
પેન-પલ્સને બદલે કી-પલ્સ તરીકે ઓળખવામાં
આવે છે. માણસને હવે સાયબર સિકનેસ લાગે છે. કમ્પ્યૂટર ઉપર કામ કરી કરીને જે માણસ થાકીને લોથપોથ થઈ જાય છે
તે સાયબરસીક છે. આવા અનેક શબ્દો બ્રિટિશર
કીડ્સ વાપરવા લાગ્યા છે. સાયબર વર્લ્ડનો એક નવો શબ્દ તો ખરેખર આઘાત આપે તેવો છે. લંડનથી આવેલો ટીનેજર
છોકરો સવાલ કરે છે કે, જે
સ્ત્રીનો પતિ આખો દિવસ
કમ્પ્યૂટર સામે ખોડાઈ રહેતો હોય તે સ્ત્રીને શું કહેવાય ? ટીનેજરે જ જવાબ આપ્યો, આવી સ્ત્રીને કહેવાય છે સાયબર વીડો (Cyberwidow). યુરોપિયન કન્ટ્રીઝમાં આવી વિધવાઓ
પણ વધતી જાય છે. સામ પક્ષે એ વાત પણ એટલી જ સાચી છે કે, પુરુષોની
જેમ સ્ત્રીઓ પણ સાયબર-સાવી થતી જાય છે એટલે સાયબર-વિધુરોની સંખ્યા પણ વધતી જાય છે.
મોબાઈલ, ઈન્ટરનેટ અથવા અન્ય સાયબર ટેક સાધનો સાવ
નકામાં છે તેવું કહેવાનો
કોઈ ઈરાદો નથી. આ દરેક ચીજ ખૂબ જ ઉપયોગી છે. અને તેનો યોગ્ય ઉપયોગ જરૂરી પણ છે. સવાલ છે, યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો ભેદ પારખવાનો.
સાયબર વર્લ્ડમાં એમ
તો એક બીજો પણ નવો સારો શબ્દ ઉમેરાયો છે. આ શબ્દ છે, ડીઝીટલ ડિસિપ્લિન.
બીજા શબ્દમાં તેને સાયબર ડિસિપ્લિન પણ કહે છે. કોઈ પણ સાયબર કે ડીઝીટલ સાધનનો ઉપયોગ કરતાં પહેલાં
થોડુંક વિચારો કે તમે તેની ડીઝીટલ ડિસિપ્લિનનું
બરોબર પાલન કરો છો ? જો ડીઝીટલ
ડિસિપ્લિનનું પાલન નહીં કરો તો તમે પણ
સાયબરસીક થઈ જશો. ચોઈસ ઈઝ યોર્સ !
શિક્ષણ અને માતૃભાષા – વિનોબા ભાવે
[માતૃભાષા વિશે ગત સપ્તાહે આપણે શ્રી
પંકજભાઈ દ્વારા લિખિત ‘ગુજરાતીને
ખતમ કરીશું ?’ લેખ નવનીત
સમર્પણમાંથી માણ્યો. વાચકોએ પોતાના
સુંદર મંતવ્યો રજૂ કર્યા. આ લેખના સંદર્ભમાં વધુ માહિતી મળી રહે તે માટે આજે સંત વિનોબા આપણને માતૃભાષા વિશે શું
કહે છે તે જોઈએ. પ્રસ્તુત લેખ ‘શિક્ષણ-વિચાર’ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.
પુસ્તક પ્રાપ્તિની વિગતો
લેખના અંતે આપવામાં આવી છે. ]
[1] શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે.
શિક્ષણની બાબતમાં એક પ્રશ્ન ભારતમાં ભારે વિચિત્ર
પુછાય છે. મને લાગે છે કે આવો પ્રશ્ન
દુનિયા આખીમાં બીજે ક્યાંય નહીં પુછાતો હોય. આપણે ત્યાં હજીયે પુછાય છે કે શિક્ષણનું માધ્યમ શું હોય ? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા ?
મને આ
સવાલ જ વિચિત્ર લાગે છે ! આમાં વળી પૂછવાનું શું છે ? આમાં બે મત હોય જ શી રીતે, તે મારી સમજમાં નથી આવતું. ગધેડાના
બચ્ચાને પૂછવામાં આવે કે તને
ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે ? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી
હોય, મને તો ગધેડાની
ભાષા જ સમજાશે, સિંહની નહીં. એ તો દીવા જેવું સ્પષ્ટ છે
કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી
શકે એવી ભાષા માતૃભાષા જ છે અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. દુનિયામાં એવો
બીજો કોઈ દેશ નથી કે જ્યાં શિક્ષણનું
માધ્યમ માતૃભાષા નહીં અને બીજી કોઈ ભાષા હોય ! જરા ફ્રાન્સમાં કે જર્મનીમાં કે રશિયામાં જઈને કહો તો ખરા કે તમને
તમારી માતૃભાષા દ્વારા નહીં અંગ્રેજી
માધ્યમ દ્વારા શિક્ષણ અપાશે ! તમને સાવ મૂર્ખ ગણીને તમારી વાતને હસી કાઢશે !
હું તો
ત્યાં સુધી કહીશ કે નાનાં બાળકોને શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં
આપશો, તો એ બાળકો
નિર્વીર્ય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણશક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે
પ્રયોગ કરવો હોય તો ઈંગ્લૅંડમાં
જઈને કરી જુઓ ! ત્યાંનાં બાળકોને બધું શિક્ષણ હિંદી કે કન્નડ કે મરાઠી માધ્યમ દ્વારા આપી જુઓ !
ત્યારે તમને ખબર પડશે કે એ બિચારાં
બાળકોની બુદ્ધિ પર કેટલો બધો બોજ પડે છે ! એમનાં શરીર ને પ્રાણ જીર્ણ-શીર્ણ થતાં જશે. કૃષ્ણે સાંદીપનિના આશ્રમમાં
રહીને વિદ્યા પ્રાપ્ત કરી. પછી ઘરે
પાછા ફરતા હતા, ત્યારે ગુરુએ
કહ્યું : ‘વર માંગો !’ કૃષ્ણે માંગ્યું – ‘માતૃ હસ્તેન ભોજનમ’ એટલે કે મરતાં સુધી મને માતાના હાથનું
ભોજન મળે. હું વિચાર
કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે, જેમને
ક્યારેય માના હાથનું ભોજન
ખાવાનું ભાગ્ય સાંપડતું નથી ! ક્યાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં માત્ર રોટલો જ
નથી હોતો, પ્રેમ પણ હોય
છે. એટલા વાસ્તે જ
કૃષ્ણે ‘માતૃહસ્તેન
ભોજનમ’ એવો વર
માંગ્યો. એવી જ રીતે હું એવું માંગું
કે, ‘માતૃમુખેન
શિક્ષણમ’ એટલે કે માતાને
મુખેથી શિક્ષણ મળે. અને એ જ વાત માતૃભાષાને
લાગુ પડે છે. બાળકને પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ
હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ
સુધી બધું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વાત કરવી, એ સો ટકા મૂર્ખામી છે.
મારું તો માનવું છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. હા, વિજ્ઞાનની પરિભાષા બાબતમાં આપણી ભાષાઓમાં થોડી ઘણી મુશ્કેલી જરૂર પડે, પણ પરિભાષા તો જેમ જેમ ખેડાણ થતું જાય તેમ તેમ ધીરેધીરે ઊભી થતી જશે. ત્યાં સુધી અંગ્રેજી શબ્દો ચાલશે. આપણી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને હજી આગળ વધુ વિકસિત થતી રહેશે. આજના જમાનાનો બધો વહેવાર ચલાવી શકે તેટલી આપણી ભાષાઓ સમર્થ છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહેતો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે.
મારું તો માનવું છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ. હા, વિજ્ઞાનની પરિભાષા બાબતમાં આપણી ભાષાઓમાં થોડી ઘણી મુશ્કેલી જરૂર પડે, પણ પરિભાષા તો જેમ જેમ ખેડાણ થતું જાય તેમ તેમ ધીરેધીરે ઊભી થતી જશે. ત્યાં સુધી અંગ્રેજી શબ્દો ચાલશે. આપણી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને હજી આગળ વધુ વિકસિત થતી રહેશે. આજના જમાનાનો બધો વહેવાર ચલાવી શકે તેટલી આપણી ભાષાઓ સમર્થ છે. આ હું આપણી ભાષાઓના અભિમાનને કારણે નથી કહેતો, પણ વાસ્તવમાં આ જ ખરેખર વસ્તુસ્થિતિ છે.
આપણી
બધી ભાષાઓ સેંકડો વરસથી ખેડાતી આવી છે અને સેંકડો વરસનું ઉત્તમ સાહિત્ય આપણી ભાષાઓમાં છે. તેમાં
જ્ઞાનની કોઈ કમી નથી. એક દાખલો આપું. ‘કેન્ટરબરી
ટેઈલ્સ’ અંગ્રેજીમાં
બારમી સદીનો ગ્રંથ છે. એ જ અરસામાં લખાયેલો જ્ઞાનેશ્વર મહારાજનો ‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથ મરાઠીમાં છે. આ બંને ગ્રંથો મે વાંચ્યા છે, બંનેનો મેં અભ્યાસ કર્યો છે. હવે, આ બે ગ્રંથોને તુલનાત્મક દષ્ટિએ જોઈએ તો જણાય છે કે ‘જ્ઞાનેશ્વરી’ પાસે જેટલા શબ્દો છે, તેના ચોથા ભાગના પણ શબ્દો ‘કેન્ટરબરી ટેઈલ્સ’ માં નથી. અને વળી, ‘જ્ઞાનેશ્વરી’ કંઈ મરાઠીનો પહેલો ગ્રંથ નથી. તેની પહેલાં
પણ મરાઠીમાં અનેક પુસ્તકો લખાયાં છે.
માટે મારું કહેવાનું એટલું જ છે કે આપણી બધી ભાષાઓ ઘણી વિકસિત ભાષાઓ છે અને આજનો બધો વહેવાર આ ભાષાઓમાં ચાલી
શકે તેટલી પૂરી સમર્થ છે. એટલે શિક્ષણનું
માધ્યમ આ બધી ભાષાઓ જરૂર બની શકે તેમ છે.
હા, એ વાત ખરી કે આપણી ભાષાઓમાં જોઈએ તેટલી
વિજ્ઞાનની વાતો નથી. પરંતુ એમ
જોવા જઈએ તો આ આધુનિક વિજ્ઞાનનું સાહિત્ય કેટલાં વરસનું ? બહુ-બહુ તો સો-બસો વરસનું. અને તે બધું ખેડાણ
અત્યાર સુધી આપણી ભાષાઓમાં થયું ન હોવાથી આજને તબક્કે વિજ્ઞાનનું સાહિત્ય અંગ્રેજીમાં વધારે છે.
પરંતુ જેમ જેમ આપણી ભાષાઓમાં
પણ વિજ્ઞાનનું ખેડાણ થતું જશે, તેમ
તેમ વિજ્ઞાનની બાબતમાંયે આપણી બધી
ભાષાઓનો અવશ્ય વિકાસ થશે. આમાં કોઈ શક નથી. આ વસ્તુને જ જરા બીજી દષ્ટિએ જોઈએ. આ હકીકત છે કે વિજ્ઞાનનું
ખેડાણ અત્યાર સુધી આપણે ત્યાં વિશેષ
ન થયું હોવાથી એ શબ્દો અને એ પરિભાષા આપણી ભાષાઓમાં આજે નથી. પરંતુ તેવી જ સ્થિતિ અંગ્રેજી ભાષાની બીજાં ક્ષેત્રોમાં
છે. દાખલા તરીકે અધ્યાત્મનું ખેડાણ
આપણે ત્યાં થયું છે, તેટલું ત્યાં
નથી થયું. એટલે તે અંગેના શબ્દો અંગ્રેજીમાં
ઓછા જ મળે છે. જુઓ ને, અંગ્રેજીમાં
‘માઈન્ડ’ શબ્દ છે. તેનો એક સીમિત અર્થ છે. પરંતુ આપણે ત્યાં તો
કેટલી વિવિધ અર્થછાયાના શબ્દો છે ! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંત:કરણ; કેમ કે આપણે ત્યાં અધ્યાત્મનું ક્ષેત્ર ઘણું બધું ખેડાયેલું છે અને દરેક બાબતનો
ઘણો સૂક્ષ્મ વિચાર થયેલો છે. એટલે વિવિધ
અર્થછાયાના અનેક શબ્દો આપણી ભાષાઓમાં બનેલા છે. તેવા શબ્દો અધ્યાત્મના ક્ષેત્રમાં તમને અંગ્રેજીમાં
નહીં જડે.
મને તો
એમ પણ લાગે છે કે માનસશાસ્ત્ર બાબતમાંયે આપણે ત્યાં ઘણું ઊંડું ખેડાણ થયું છે. આપણા શબ્દો જુઓ ! ‘ચિત્તશુદ્ધિ’ અથવા ‘ચિત્તવૃત્તિ નિરોધ’ અંગ્રેજીમાં
આવા શબ્દો નહીં જડે. તત્વજ્ઞાનના ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે પણ આ જ સ્થિતિ છે. એટલે
અધ્યાત્મના ક્ષેત્રે, તત્વજ્ઞાનના ક્ષેત્રે, માનસશાસ્ત્રના ક્ષેત્રે,
સમાજશાસ્ત્રના ક્ષેત્રે જો આપણે
અંગ્રેજી ઉપર અવલંબિત રહીશું તો આપણી વિચાર કરવાની પદ્ધતિ confused રહેશે, અસ્પષ્ટ રહેશે. અંગ્રેજીમાં તે બધી બાબતોના સૂક્ષ્મ વિચાર
માટે પૂરતા શબ્દો નથી.
ટૂંકમાં, વિજ્ઞાનના ક્ષેત્રે આપણી ભાષાઓમાં
અત્યારે પૂરતા શબ્દો ન હોય, તેટલા
માત્રથી આપણી ભાષાઓ પૂરતી સમર્થ નથી, એમ
માનવું બિલકુલ અવાસ્તવિક છે. તે
નર્યો ભ્રમ છે. આપણે ઉપર જોયું તેમ શબ્દોનું તો એવું છે કે જે ક્ષેત્રમાં ખેડાણ થયું હોય, તે ક્ષેત્રના શબ્દો એ ભાષામાં વધારે
હોય. અંગ્રેજીમાં
વિજ્ઞાનનું વધારે ખેડાણ થયું છે એટલે તે અંગેના શબ્દો તેમ જ તેની પરિભાષા વગેરે તેમાં વધારે છે.
આપણી ભાષાઓ પણ ઘણી બધી વિકસિત છે. એટલે આપણે ત્યાં વિજ્ઞાનનું ખેડાણ જેમ જેમ વધતું જશે તેમ તેમ તે
ક્ષેત્રે પણ આપણી ભાષાઓ
સમૃદ્ધ બનતી જશે અને ત્યાં સુધી વિજ્ઞાનની બાબતમાં આપણે અંગ્રેજી શબ્દો છૂટથી વાપરીશું. તેમાં
કાંઈ ખોટું નથી. પરંતુ શિક્ષણનું માધ્યમ
તો આપણી ભાષાઓ જ એટલે વિદ્યાર્થીની માતૃભાષા જ બનશે, અને માતૃભાષા જ
બનવી જોઈએ.
સારાંશ
કે, આપણી ભાષાઓમાં
આજનો બધો વહેવાર થઈ ન શકે, એ વાત
જ ખોટી. બલ્કે, બધો જ વ્યવહાર આપણી ભાષાઓમાં જ થવો
જોઈએ. વિજ્ઞાન સુદ્ધાં આપણી ભાષાઓ
મારફત જ સામાન્યજનો સુધી પહોંચવું જોઈએ. એ વાત નિશ્ચિત સમજી લેજો કે વિજ્ઞાન જ્યાં સુધી માતૃભાષામાં લોકો
સમક્ષ નહીં મુકાય, ત્યાં સુધી તે વ્યાપકપણે ફેલાઈ શકશે નહીં. આજ સુધી
વિજ્ઞાન બધું અંગ્રેજી ચોપડીઓમાં બંધ
રહ્યું, તેને લીધે જ તે
આપણા દેશમાં બહુ ઓછું ફેલાયું. વિજ્ઞાન તો ખેતીમાં હોઈ શકે, રસોઈમાં હોઈ શકે, સફાઈમાં
હોઈ શકે. જીવનના એકેએક ક્ષેત્રમાં વિજ્ઞાનની
જરૂર છે. પરંતુ અંગ્રેજોના રાજમાં પરિસ્થિતિ એવી ઊભી કરવામાં આવી કે વિજ્ઞાનના પરિચય માટે અંગ્રેજીનું
જ્ઞાન આવશ્યક હતું. અને સામાન્ય લોકોને, અહીંના બહુજન સમાજને અંગ્રેજીનું જ્ઞાન
હતું નહીં, તેથી કરોડો લોકોને વિજ્ઞાનનું જ્ઞાન થઈ શક્યું
નહીં. આજે હવે આપણે બૂમો પાડી રહ્યા છીએ કે વિજ્ઞાનનાં પુસ્તકો માતૃભાષામાં નથી ! તો તેમાં
માતૃભાષાનો અપરાધ છે કે શિક્ષણનું
અને દેશનું આયોજન કરનારાઓનો ? એટલું
દીવા જેવું સ્પષ્ટ છે કે હજીયે
વિજ્ઞાનનો સંબંધ જો માતૃભાષા સાથે નહીં જોડીએ,
તો આ વિજ્ઞાન તેના શીખનારાના
પોતાના દિમાગમાં જ પડ્યું રહેશે અને ત્યાં જ તેની ઈતિશ્રી થઈ જશે. એ બહુજન સમાજમાં કદીય ફેલાશે નહીં.
આ ભારે મોટી ભૂલ થઈ રહી છે. આપણે ભીંત
ભૂલી રહ્યા છીએ. વિજ્ઞાનની વાત કરીએ છીએ, ત્યારે
એ પાયાની વાત લગીરે વિચારતા
નથી કે વિજ્ઞાન જેવી મહત્વની ચીજ જ્યાં સુધી માતૃભાષામાં નહીં હોય, ત્યાં સુધી તે સામાન્ય લોકો સુધી કેવી
રીતે પહોંચી શકશે ?
માટે
હું તો કહું છું કે આ બધા વિદ્વાન ને ભણેલા-ગણેલા લોકો આપણી ભાષાઓમાં વિજ્ઞાન નથી, વિજ્ઞાન નથી એવી બૂમો પાડ્યા કરવાને
બદલે એવું કરે કે
વિજ્ઞાનને આપણી ભાષાઓમાં ઉતારવામાં કાંઈક યોગદાન આપે. અંગ્રેજીમાં વિજ્ઞાનનાં સારાં-સારાં પુસ્તકો છે. તે
બધાં આપણી ભાષાઓમાં લાવવાં છે. તો જેમણે
પોતે અંગ્રેજીનું જ્ઞાન મેળવ્યું, તેમણે
વ્રત લેવું જોઈએ કે હું મર્યા
પહેલાં એક સારા અંગ્રેજી પુસ્તકનો અનુવાદ મારી માતૃભાષામાં કરીશ. એવો અનુવાદ કર્યા વિના મરવાનો મને અધિકાર
નથી. આવું કાંઈક કરો ને ! માત્ર ‘વિજ્ઞાન
નથી, વિજ્ઞાન નથી’ – એવી બૂમો પાડ્યા કરવાથી શું વળશે ? આટલું થાય તો દસેક વરસની અંદર વિજ્ઞાન અંગેનું
અંગ્રેજીમાંનું જ્ઞાન આપણી ભાષાઓમાં
આવી જાય, અને તે વિશે
પછી કોઈને ફરિયાદ કરવાની રહે નહીં. આ બધું એમનેમ નથી થઈ જતું. તેને માટે પુરુષાર્થ કરવો પડે
છે. આજે ઘણાં ક્ષેત્રોમાં અંગ્રેજી
વિના ચાલતું નથી, એમ
આપણે જ્યારે કહીએ છીએ, ત્યારે
સાથે સાથે એટલો વિચાર નથી
કરતા કે અંગ્રેજીને આવું સ્થાન મળ્યું શી રીતે ? કાંઈ આપોઆપ તો નથી મળી ગયું. તે માટે અંગ્રેજોએ કેટલો બધો
પુરુષાર્થ કર્યો છે ! તેને લીધે આજે તો સ્થિતિ એ છે કે આપણા પોતાના દેશની ભાષાઓ પણ જો આપણે શીખવી
હોય, તો તે અંગ્રેજી મારફત જ શીખવી પડે છે ! ધારો
કે મારે બાંગ્લા ભાષા શીખવી છે, તો શું હું તેને મરાઠી મારફત કે ગુજરાતી
મારફત શીખી શકીશ ? નહીં, કેમ કે મરાઠી-ગુજરાતીમાં મને બાંગ્લા કોષ નહીં
મળે. તે અંગ્રેજીમાં મળશે. એટલે પછી
મારે અંગ્રેજી મારફત જ બાંગ્લા ભાષા શીખવી પડશે !
એવું જ
બહારની ભાષાઓ માટે પણ. વચ્ચે હું ચીની ભાષા શીખતો હતો, તો તેને માટે મારી પાસે જે પુસ્તકો આવ્યાં, તે અંગ્રેજીનાં જ આવ્યાં. એટલે આજે તો અહીંની ને બહારની ભાષાઓ અંગ્રેજી મારફત
જ આપણે શીખી શકીએ એવી પરિસ્થિતિ છે, કેમ કે
અંગ્રેજી ભાષામાં દરેક ભાષા માટેના કોષ મળી શકે છે. આ કોષ બધા એમનેમ બન્યા હશે ? તેને માટે કેટલી બધી મહેનત એ લોકોએ કરી
હશે ! ખૂબ ખૂબ મહેનત
કરીને એમણે પોતાની અંગ્રેજી ભાષાને આટલી બધી સંપન્ન બનાવી છે. ત્યારે એમની પાસેથી બોધપાઠ લઈને આપણે પણ ખૂબ
મહેનત કરવી જોઈએ અને આપણી ભાષાઓને આ
દષ્ટિએ પણ સંપન્ન બનાવવી જોઈએ. આવું કાંઈ કરવાને બદલે બસ, અંગ્રેજી વિના ચાલશે નહીં તેનું જ ગાણું ગાયા કરીશું, તો તે ઉચિત નહીં ગણાય. એ તો આપણા આળસની અને આપણી પુરુષાર્થહીનતાની નિશાની
ગણાશે, આપણા ગુલામી
માનસની નિશાની ગણાશે.
એટલે
મારું કહેવું છે કે આપણી ભાષાઓ પૂરતી સમર્થ છે એટલું જ નહીં, અંગ્રેજીની સરખામણીમાં ઘણી બધી વિકસિત
પણ છે. તેમાં વિજ્ઞાન વગેરેની જે કાંઈ
કમી છે, તેની પૂર્તિ
આપણે કરી લેવી જોઈએ; પરંતુ આપણો બધો
વહેવાર આપણી ભાષાઓમાં જ
ચાલવો જોઈએ તથા શિક્ષણનું માધ્યમ પણ આપણી બધી ભાષાઓ જ બનવી જોઈએ. માતૃભાષા વિના શિક્ષણ અપાય જ
નહીં. શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની
માતૃભાષા જ હોઈ શકે.
.
[2] શિક્ષણમાં અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.
[2] શિક્ષણમાં અંગ્રેજીને સ્થાન હોય, પણ તે પ્રમાણસરનું જ.
આપણે
ત્યાં નિશાળોમાં અંગ્રેજી ક્યારથી શીખવવું જોઈએ, તે વિશેયે ચર્ચા ચાલે છે. મારું માનવું છે કે પહેલાં સાત વરસનો જે અનિવાર્ય
શિક્ષણનો ગાળો સમસ્ત
પ્રજા માટે માનવામાં આવ્યો છે, તેમાં
અંગ્રેજીને સ્થાન આપવું એ શિક્ષણની
દષ્ટિએ તથા લોકમાનસના વિકાસની દષ્ટિએ મોટી ભૂલ થશે. તેનાથી અંગ્રેજીના ભાષાજ્ઞાનને વિશેષ લાભ નહીં
થાય. ઊલટાની માતૃભાષા તથા બીજા વિષયોના
અધ્યયનને હાનિ પહોંચશે. જેને એક વાર માતૃભાષાનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે પાછળથી અન્ય ભાષા થોડા વખતમાં સારી
રીતે શીખી શકે છે. અનેક
પ્રયોગો કરીને મેં આ જોઈ લીધું છે.
નાની
ઉંમરથી અંગ્રેજી શીખવીશું તો બાળક અંગ્રેજી સારું શીખશે, એ તદ્દન ખોટો ખ્યાલ છે. જ્યાં સમાજમાં આબોહવા
અંગ્રેજીની હોય, ત્યાં નાનપણથી અંગ્રેજી શીખવી શકાય; પરંતુ જ્યાં સુધી વ્યાકરણ મારફત ભાષા
શીખવવાની પ્રણાલી છે, ત્યાં સુધી માતૃભાષાના વ્યાકરણ અને
સાહિત્યની સારી જાણકારી થયા વિના
બીજી ભાષાઓ સરળતાથી પકડી શકાતી નથી. માતૃભાષાનું વ્યાકરણ ને સાહિત્ય ન જાણનારો બીજી ભાષાઓનું વ્યાકરણ ને
સાહિત્ય કઈ રીતે શીખશે ? માટે
શિક્ષણનાં પહેલાં સાત વરસ
અંગ્રેજી ન જોઈએ. આ દરમ્યાન તો માતૃભાષાનું જ શિક્ષણ પાયામાંથી પાકું થવું જોઈએ.
વળી, આમાં સમસ્ત સમાજની દષ્ટિએ પણ વિચાર થવો
જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે
મોટા ભાગનાં બાળકો તો સાત વરસનું જ શિક્ષણ લેતાં હોય છે. તેઓ સાત વરસથી આગળ વધતાં જ નથી. આટલું શિક્ષણ લઈને તેઓ
ખેતીમાં જશે કે બીજા-ત્રીજા-નોકરી-ધંધામાં
જશે. એમને અંગ્રેજીનો શો ઉપયોગ ? તો
એમના ઉપર નિશાળમાં
અંગ્રેજી શું કામ લાદવું ? થોડાંક
વરસોમાં એમને અંગ્રેજી તો આવડવાનું
છે નહીં. પણ એમના બીજા વિષયોના અધ્યયનમાં આનાથી ધક્કો પહોંચશે. એટલે એમને આ નાહકના બોજમાંથી મુક્ત રાખવાં
જોઈએ. આમ, પહેલાં સાત
વરસના શિક્ષણમાં
અંગ્રેજીને સ્થાન ન હોવું ઘટે. આ બાબત મારા મનમાં કોઈ દ્વિધા નથી.
ઘણી
વાર અંગ્રેજીનું ઉચ્ચ ધોરણ જળવાવું જોઈએ, એ બાબત
બહુ ભાર મૂકવામાં આવે
છે. એમ પણ કહેવાય છે કે હમણાં અંગ્રેજીનું ધોરણ બહુ બગડી ગયું છે. હવે, આ ફરિયાદમાં જો તથ્ય હોય, તો જે કાંઈ સુધારા-વધારા કરવા જેવા હોય
તે જરૂર કરવા જોઈએ. કોઈ
પણ ભાષા શીખવીએ, તે સારામાં
સારી રીતે શીખવાડવી જોઈએ. પરંતુ સાથોસાથ
હું એટલું કહું કે અગાઉ અંગ્રેજી વિશેની આપણી જે કલ્પના હતી, તેની તે કલ્પના આજે હવે નહીં ચાલે. ત્યારે જે
અંગ્રેજીનું વાતાવરણ હતું, તે આજે ક્યાં છે ? અને ખરું જોતાં, આજે એવું અંગ્રેજીનું વાતાવરણ ફરી આવવું
પણ ન જોઈએ. એવું
વાતાવરણ જો પાછું લાવવું હોય, તો જે
અંગ્રેજોને તમે ‘ક્વિટ ઈન્ડિયા’ (ભારત છોડો) કહ્યું હતું,
તેને ફરી ‘રિટર્ન ટુ
ઈન્ડિયા’ (ભારત પાછા પધારો) કહેવું પડે. પરંતુ એવું
વાતાવરણ ફરી લાદવાની અને અંગ્રેજીને
એવું સ્થાન પાછું આપવાની જરૂર શી છે ? તે
વખતે પણ અંગ્રેજીને અઘટિત સ્થાન જ અપાયેલું.
લગભગ
દોઢસો વરસ સુધી આપણે ત્યાં અંગ્રેજી-અંગ્રેજી ચાલ્યું. પરંતુ તે દરમ્યાન એવા કેટલા ભારતીય લેખકો નીકળ્યા, જેમનું અંગ્રેજી સાહિત્ય દુનિયામાં ચાલ્યું ? સરોજિની નાયડુ નીકળ્યાં, જેમણે અંગ્રેજીમાં કવિતા લખી. પંડિત નહેરુ નીકળ્યા, જેમને ઉર્દૂ ને હિંદી કરતાં અંગ્રેજી
ઘણું સારું આવડતું હતું.
રવીન્દ્રનાથ ઠાકુરનું સાહિત્ય દુનિયામાં ગયું. શ્રી અરવિંદનું ગયું. કદાચ બે-પાંચ બીજા હશે. જ્યારે
હવેના વાતાવરણમાં તો બહુ ઊંચી કક્ષાનું
અંગ્રેજી લખનારા – બોલનારા ઓછા જ
નીકળે છે. અને તેમાં કશી નવાઈ નથી.
હું તો એમ પૂછું કે એવી જરૂર પણ શી છે ? આ
દોઢસો વરસમાં કોઈ અંગ્રેજ લેખકે
ભારતીય ભાષામાં કોઈ ગ્રંથ લખીને ભારતીય સાહિત્યની શોભા વધારી ? તો પછી આપણા ઉપર એવી કોઈ જવાબદારી શું કામ
આવે કે આપણે અંગ્રેજીમાં લખીને મિલ્ટન
ને ટેનિસન સાથે હરીફાઈ માંડીએ ?
એટલે
મૂળમાં તો આપણો દષ્ટિકોણ બદલાવો જોઈએ. આપણે શા માટે અંગ્રેજી શીખવું છે ? શું અંગ્રેજીમાં કવિતા કરવી છે ? અંગ્રેજીમાં સાહિત્ય રચવું છે ? કે થોડી માહિતી મેળવવી છે ? થોડું જ્ઞાન મેળવવું છે ? થોડો વહેવાર ચલાવવો છે ? એક વાર આપણા મનમાં જો આટલી સ્પષ્ટતા થઈ
જશે, તો અંગ્રેજી શિક્ષણ વિશેની આપણી અપેક્ષા પણ
વિવેકપૂર્વકની રહેશે. ઘણા લોકોને એમ લાગે છે કે અંગ્રેજી વગર શિક્ષણ અધૂરું રહી જશે, કારણ કે દુનિયાને માટે તે એક ‘વિન્ડો’ છે, બારી
છે. આ વાતમાં કાંઈક તથ્ય છે, તેની
ના નહીં. પરંતુ મારું કહેવું
એમ છે કે તે ‘એક’ બારી છે. બુદ્ધિશાળી લોકો પોતાના ઘરમાં
માત્ર એક બારી નથી રાખતા, ચારે દિશામાં અલગ અલગ બારી રાખે છે. તો
જ ચારેય બાજુનું દર્શન
થાય છે. એક જ બારી હમેશાં એક જ બાજુનું દર્શન કરાવશે. અને તે એકાંગી દર્શન હશે. એવી રીતે તમે જો માત્ર
અંગ્રેજીની એક જ બારી રાખશો, તો
સર્વાંગી દર્શન નહીં થાય, એક જ અંગનું દર્શન થશે. માત્ર અંગ્રેજી
ભાષા દ્વારા જ આપણે
દુનિયાને જોઈશું, તો આપણને તદ્દન
એકાંગી દર્શન થશે; તે સમ્યક ને
સાચું દર્શન નહીં હોય, ખોટું ને અધૂરું દર્શન હશે. આપણે
અંગ્રેજી ભાષાને આધીન થઈ જઈશું
અને સ્વતંત્ર બુદ્ધિથી વિચારવાનો મોકો આપણને નહીં મળે.
તેથી
હું તો એમ કહીશ કે આપણે ઓછામાં ઓછી આઠ બારી રાખવી પડશે. માત્ર અંગ્રેજી જ નહીં, દુનિયાની ઓછામાં ઓછી આઠ ભાષા આપણે શીખવી
પડશે. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ અને રશિયન એ પાંચ યુરોપની, ચીની અને જાપાની એ બે દૂર પૂર્વની અને એક અરબી ઈરાનથી સીરિયા
સુધીના વિસ્તાર માટે. ત્યારે દુનિયાનું
સમ્યક દર્શન થશે. એ વાત સાચી કે આપણે ત્યાં અંગ્રેજીના શિક્ષણની સગવડ ઘણી સારી છે. એટલે અંગ્રેજી
શીખનારા વધારે નીકળશે, બીજી
ભાષાના ઓછા નીકળશે. પરંતુ
આ આઠ ભાષાના ઉત્તમ જાણકાર આપણે ત્યાં હોવા જોઈએ. તો જ ઠીક ચાલશે. નહીં તો જાણ્યે-અજાણ્યે આપણે
ઈંગ્લૅન્ડ, અમેરિકા તરફ
ઢળી જઈશું. આપણે ઈચ્છીએ કે
ન ઈચ્છીએ, તોય આપણું
ચિંતન એકાંગી બનશે.
એક વાત
બરાબર સમજી લેવાની જરૂર છે કે આપણે જો હમેશાં અંગ્રેજી ભાષામાં જ વાંચતાં રહીશું, તો એમની માહિતી, ખબરો વગેરે આપણા ઉપર આક્રમણ કરતી રહેશે અને રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં શું ચાલી રહ્યું છે, તેની આપણને ઝાઝી ખબર જ નહીં પડે; અને પડશે તોયે અંગ્રેજી ભાષા દ્વારા જ
પડશે, એટલે તે ‘વન સાઈડેડ’ (એક બાજુની) અથવા ‘પ્રીજ્યુડાઈસ્ડ’ (પૂર્વગ્રહ ને પક્ષપાતભરી) હશે. તેથી આવડા મોટા દેશ માટે એક જ બારી
રાખવામાં હું જોખમ જોઉં છું. એ ખોટું
છે. એક બારીથી કામ નહીં ચાલે, અનેક
બારી જોઈશે. દુનિયાનું સમ્યક દર્શન કરવા બીજી બારીઓ પણ આપણને જોઈશે. અન્ય દેશોને આપણે માત્ર
અંગ્રેજોની નજરે જ જોઈએ છીએ, તો એમને અન્યાય કરીએ છીએ. બીજું એ પણ
સમજવાનું છે કે અંગ્રેજી આવડ્યું
એટલે દુનિયાભરમાં સહેલાઈથી ફરી શકાશે, એવો
ખ્યાલ પણ સાવ ખોટો છે. અંગ્રેજી
દુનિયા આખીની ભાષા છે, તે
નર્યો ભ્રમ છે. દુનિયા અંગ્રેજી કરતાં
ઘણી મોટી છે. અંગ્રેજી જાણનારાઓની સંખ્યા દુનિયામાં અમુક અબજ હશે અને દુનિયાની વસ્તી અબજોમાં છે. આના પરથી
ખ્યાલમાં આવશે કે દુનિયામાં એવા ઘણા
પ્રદેશો છે, જ્યાં
અંગ્રેજીના આધારે કામ નહીં ચાલે.
તેથી
દુનિયા સાથેના સંબંધ માટે આપણને સરસ અંગ્રેજી આવડવું જોઈએ, એવા ખ્યાલમાંથીયે હવે છૂટી જવું જોઈએ. તે
તદ્દન ખોટો ખ્યાલ છે, નર્યો
ભ્રમ છે. બીજા દેશો કોઈ
આવા ભ્રમમાં નથી. આ તો ગુલામીના માનસનું જ સૂચક છે. પરદેશીઓ સાથે એમની ભાષામાં વાત કરવાની અપેક્ષા
રાખવી, એ પોતાની
શક્તિને કુંઠિત કરવા બરાબર
છે. યુનોમાં જઈનેયે આપણે હિંદીમાં બોલી શકીએ,
એવું થવું જોઈએ. રશિયા, ચીન,
જાપાન વગેરે દેશો શું વિદેશો સાથે અંગ્રેજીમાં વહેવાર કરે છે ? ચાઉ-એન-લાઈ અહીં આવ્યા હતા. તેઓ એક શબ્દ
પણ અંગ્રેજીમાં ન બોલ્યા. બધું ચીની
ભાષામાં જ બોલ્યા. ત્યાં સુધી કે એમણે ભારતને જે સંદેશો આપ્યો, તે પણ ચીની ભાષામાં જ આપ્યો. રશિયાના
બુલ્ગાનિને પણ અહીં અંગ્રેજીમાં વ્યાખ્યાન નહોતું આપ્યું. એ બધા આપણે ત્યાં આવેલા, ત્યારે પોતપોતાની માતૃભાષામાં જ બોલેલા. તો પછી આપણે પણ દુનિયા સાથે
આપણી ભાષામાં વહેવાર શું કામ ન કરી
શકીએ ? વિદેશમાં ફટાફટ
અંગ્રેજી બોલવાથી તમને પ્રતિષ્ઠા મળશે ? કે પછી
એમની નજરમાં તમે
હીણા ઊતરશો ? એ તમને હજી
ગુલામી માનસના જ સમજશે. આ શાંતિથી વિચારવાની
વાત છે.
ટૂંકમાં, સમજવું જોઈએ કે અંગ્રેજીનું સ્થાન ભલે
દુનિયામાં મોટું હોય, પરંતુ
દુનિયા અંગ્રેજી કરતાંયે ઘણી મોટી છે. માટે આપણે શિક્ષણમાં અંગ્રેજીના ઉચિત સ્થાન વિશે સ્વસ્થતાથી
વિવેકપૂર્વક વિચાર કરવો જોઈએ. અંગ્રેજીને
વધુ પડતું મહત્વ આપી દઈને શિક્ષણના આપણા સમગ્ર આયોજનમાં ખલેલ પડવા દેવી જોઈએ નહીં. અંગ્રેજીને સ્થાન
હોય, પણ તે
પ્રમાણસરનું જ.
No comments:
Post a Comment